બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad lift breaks down 8 dead

BIG BREAKING / અમદાવાદમાં મોટી દુર્ઘટના : બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત

Dhruv

Last Updated: 03:43 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં 7 શ્રમિકોના મોત નિપજ્યાં છે. બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટી પડતા શ્રમિકોના કમકમાટીભર્યા મોત થયા છે.

  • અમદાવાદમાં યુનિવર્સિટી નજીક ઘટી મોટી દુર્ઘટના
  • બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા 7ના મોત
  • તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટવાના અહેવાલ જાણવા મળી રહ્યાં છે. આ દુર્ઘટનામાં સાઈટ પર કામ કરી રહેલા 7 શ્રમિકોના મોત થતા ભારે હડકંપ મચી ગયો છે. એસ્પાયર - 2 નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન લિફ્ટ તૂટી હતી.


ઘટના સવારના 9:30 વાગે ઘટી હતી

એસ્પાયર - 2 નામની બિલ્ડિંગમાં સવારના 9:30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા. એ દરમિયાન એકાએક લિફ્ટ તૂટી પડતા તેઓ ધડામ દઇને નીચે પટકાયા હતા. જેમાં 6 શ્રમિકોના મોત થયા છે. જોકે આ ઘટનાની જાણ થતા તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી. બાદમાં તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હાલ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અગાઉ પણ એડોર ગ્રુપની સાઇટ પર દુર્ઘટના ઘટી ચૂકી છે

તમને જણાવી દઇએ કે, એસ્પાયર-2 બિલ્ડિંગના માલિકોનો ભૂતકાળ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. શ્રમિકોની સલામતી માટે એડોર ગ્રુપ બેજવાબદાર રહ્યું છે. અગાઉ પણ એડોર ગ્રુપની સાઇટ પર દુર્ઘટના ઘટી ચૂકી છે. 5 વર્ષ પહેલા શિવરંજની ચાર રસ્તા પરની સાઇટમાં આ રીતે એક દુર્ઘટના ઘટી હતી. જેમાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા. તમને જણાવી દઇએ કે, આ એડોર ગ્રુપમાં કુલ 11 લોકોની ભાગીદારી છે. એસ્પાયર-2નું બાંધકામ હાલ ભરત ઝવેરી નામના વ્યક્તિ પાસે છે.

મીડિયાના માધ્યમ થકી અમને જાણ કરાઇ: ફાયર અધિકારી

આ દુર્ઘટનાને લઇને નવરંગપુરાના ફાયર અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'નવરંગપુરા ફાયર વિભાગને કોઈપણ જાણ નથી કરાઈ. મીડિયાના માધ્યમ થકી અમને જાણ કરાઇ. કેટલાક લોકોને SVP અને સોલા સિવિલ ખસેડાયા છે.'

દુર્ઘટનામાં સામે આવી બિલ્ડરની ગંભીર બેદરકારી

અમદાવાદની આ દુર્ઘટનામાં બિલ્ડરની ગંભીર બેદરકારી સામે આવી છે. કારણ કે આ દુર્ઘટનામાં પોલીસ કે ફાયર વિભાગે કોઇ જાણ કરાઈ ન હોતી. જાણ કર્યા વિના જ શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ કે, કુલ 13 માલિકોના નામે AMCની રજા ચિઠ્ઠી છે.

  1. પલ્લવી કંસારા
  2. રમેશચંદ્ર કાલિયા
  3. રાહુલ કાલિયા
  4. કૈલાશચંત્ર કાલિયા
  5. નિમેશકુમાર ઝવેરી
  6. ભરત ઝવેરી
  7. પારુલ ઝવેરી
  8. વિપુલ શાહ
  9. બાબુપ્રસાદ શાહ
  10. નિતિન સંઘવી
  11. જગદીશપ્રસાદ કાલિયા
  12. નિર્મલા કાલિયા
  13. ગોપાલસિંહ રાજપુરોહિત

સળગતા સવાલ

  • એસ્પાયર-2 બિલ્ડિંગમાં દુર્ઘટના માટે કોણ જવાબદાર?
  • લીફ્ટ તૂટતા 6 શ્રમિકો મોતને ભેટ્યા તો જવાબદારી કોની?
  • શ્રમિકોની સલામતીની કેમ દરકાર ન લેવાઈ?
  • સલામતીની સ્થિતિને કેમ નજરઅંદાજ કરાઈ હતી?

6 મૃતકોના નામ નીચે મુજબ છે....

  • સંજયભાઈ બાબુભાઇ નાયક (ઉ.વ 20)
  • જગદીશભાઈ રમેશભાઈ નાયક (ઉ.વ 21)
  • અશ્વિનભાઈ સોમાભાઈ નાયક (ઉ.વ 20)
  • મુકેશ ભરતભાઈ નાયક (ઉ.વ 25)
  • રાજમલ સુરેશભાઇ ખરાડી (ઉ.વ 25)
  • વી.એસ હોસ્પિટલ પકજભાઇ શંકરભાઇ ખરાડી (ઉ.વ.21)
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ