બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad ISRO did 80 percent of the landing site work for Chandrayaan-3

VTV EXCLUSIVE / ચંદ્રયાન-3 માટે લેન્ડિંગ સાઇટનું 80 ટકા કામ અમદાવાદ ISROએ કર્યું, કાલે લેન્ડિંગ ન થાય તો આ તારીખે થશે

Malay

Last Updated: 11:53 AM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan - 3 Update News: ચંદ્રયાન-3 મુદ્દે SAC ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈની VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત, નિલેશ દેસાઈએ કહ્યું ચંદ્રયાન-3ના સ્પેસ એપ્લિકેશનમાં અમદાવાદ ISROનો છે મહત્વનો ફાળો.

  • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરશે ચંદ્રયાન-૩ 
  • ISROના ડિરેક્ટર નિલેશ દેસાઈ સાથે ખાસ વાત 
  • ચંદ્રયાન-3માં અમદાવાદ ISROનો મહત્વનો ફાળો 

અમદાવાદ ન્યૂઝઃ ભારતનું મિશન મૂન સફળતાની રાહે આગળ વધી રહ્યું છે. પ્રત્યેક ક્ષણે ચંદ્રથી ચંદ્રયાન-3નું અંતર ઘટી રહ્યું છે. ભારતના ચંદ્રયાન 3 મિશન ઉપર આજે દુનિયાભરની નજર છે. બધું પ્લાન પ્રમાણે રહ્યું તો 23 ઓગસ્ટના સાંજના 6.04 કલાકે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ થશે. આ ચંદ્રયાન-3માં ગુજરાતના સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે SAC ઈસરો અમદાવાદનો કેટલો ફાળો રહ્યો છે, તે જાણવા માટે VTV ન્યૂઝ અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર ખાતે પહોચ્યું હતું. જ્યાં ચંદ્રયાન-3 મુદ્દે SAC ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. ડિરેક્ટર નિલેશ દેસાઈએ ટેક્નોલોજી, એપ્લિકેશન અને ઈમેજ પ્રોસેસિંગ મુદ્દે વાત કરી હતી. 

અમદાવાદ ISROનો મહત્વનો ફાળો
SAC ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3માં અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરનો મહત્વનો ફાળો છે. SAC ઇસરોના કુલ 700થી વધુ કર્મચારીઓએ ચંદ્રયાન 3માં મહત્વનું યોગદાન આપ્યું છે. જેમાં SAC દ્વારા ચંદ્રયાન-3ની કુલ 11 પ્રણાલી ઉપર કામ કરવામાં આવ્યું છે. જેમાં લેન્ડિંગ સાઈટનું સિલેક્શન પ્રોસેસિંગનું 80% કામ અમદાવાદના SAC સેન્ટરમાં થયું છે. 

11 સિસ્ટમ આ સેન્ટર ખાતે બનાવાઈ છે
તેમણે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3ના લેન્ડરમાં સેન્સર સહિત 11 સિસ્ટમ આ સેન્ટરમાં બનાવવામાં આવી છે. તેનું એલ્ગોરિધમ, એનાલિસિસ, ટેસ્ટિંગથી માંડીને બધી કામગીરી આ સેન્ટર ખાતેથી જ કરવામાં આવી છે. આ 11 સિસ્ટમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગમાં અગત્યનો ભાગ ભજવવાની છે.  

અહીં જ કરાયું છે ટેસ્ટિંગ
ચંદ્રયાન 3 માટે એક હાઈ કેપેસિટી કોમ્પ્યુટર પણ અમદાવાદના સેન્ટર ખાતે બનાવવામાં આવ્યું છે. તેનું ટેસ્ટિંગ પણ અહીં જ કરવામાં આવ્યું છે.  અમદાવાદ ISROના 700થી વધુ કર્મચારીઓએ ચંદ્રયાન-3માં કર્યું કામ છે. 23 ઓગસ્ટે સાંજના સમયે ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ થશે. પ્રથમ વખત કોઈ સેટેલાઈટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરશે. 23 તારીખે લેન્ડિંગ ન થાય તો 27 ઓગસ્ટના લેન્ડિંગ કરાશે. 

ઈસરોએ શેર કરી હતી મહત્વની માહિતી
આ પહેલા ઈસરોએ એવી માહિતી શેર કરી હતી કે, ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયું છે અને 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કરશે. લેન્ડર હાલમાં ચંદ્રની સપાટી પર સલામત ઉતરાણ કરવા માટે સપાટ જમીનની શોધમાં છે. લેન્ડર એવી જગ્યાની શોધમાં છે જ્યાં બોલ્ડર્સ અને ખાઈઓ અસ્તિત્વમાં નથી. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટીથી માત્ર 25 કિમી દૂર છે. જો ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ કરવામાં સક્ષમ હશે તો ભારત આવું કરનારો પ્રથમ દેશ બની જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ