બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / ahmedabad-income-tax-department-raids-at-22-locations-including-skillful-tradelink

NULL / IT વિભાગનો ધમધમાટ કુશલ ટ્રેડલિંક સહિત 22 સ્થળો પર પાડ્યા દરોડા

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદની વિવાદિત કુશલ ટ્રેડલિંક નામની કંપનીમાં ઈન્કમ ટેક્સે દરોડા પાડયા છે કુશુલ ટ્રડ લિંકના આર્થિક વ્યવહાર અંગે અહીં આઈડી ડીપાર્ટમેન્ટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. અમદાવાદમાં આઈટી વિભાગે તપાસનો ધમધમાટ બોલાવતા કુશલ ટ્રેડલિંક સહિત 22 સ્થળો પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. 

ઉપરાંત કુશલ ટ્રેડલિંક સાથે સંકળાયેલા 12 સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ કચ્છ અને ખેડાના 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા અને આઈટી વિભાગે રૂપિયા 700 કરોડના રોકડ વ્યવહારની ચિઠ્ઠીઓ પણ કબજે કરી છે. અમદાવાદના સીજી રોડ પર આવેલી કુશલ ટ્રેડલિંક કંપનીના ડિરેક્ટર્સના ત્યાં પણ આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. 

સંદીપ અગ્રવાલ મહેન્દ્ર અગ્રવાલ અને મનોજ અગ્રવાલના નિવાસ સ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ દરોડા દરમિયાન રૂપિયા 1 કરોડની રોકડ રકમ પણ મળી આવી છે.

ઉપરાંત આટી વિભાગે 9 લોકર્સ પણ સીલ કર્યા છે. આ સિવાય આઈટી વિભાગે રૂપિયા ત્રણ કરોડની FD પણ કબજે કરી છે. ઉપરાંત બે નંબરોના વ્યવહારોના સંખ્યાબંધ દસ્તાવેજો પણ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ