બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmedabad ATS case of persons caught from Kutch

તપાસ / કચ્છથી પકડાયેલો દેશનો ગદ્દાર ISI મહિલા એજન્ટના હનીટ્રેપનો થયો શિકાર, એક વીડિયો કોલમાં પોપટ બની ગયો, ગુપ્ત માહિતીનો ખુલાસો

Dinesh

Last Updated: 07:04 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપી નિલેશની પૂછપરછમાં સામે આવ્યું છે કે, છેલ્લા 6 મહિનાથી ISIની મહિલા એન્જટ સાથે સંપર્કમાં હતો અને બન્ને જણા દરરોજના 2થી 3 કલાક વોટ્સએપ વીડિયો કોલ પર વાતચીત કરતા હતા

  • અમદાવાદ ATSએ કચ્છથી પકડેલા શખ્સનો મામલો 
  • આરોપી નિલેશ ISI મહિલા એજન્ટના હનીટ્રેપમાં ફસાયો હતો
  • ATSની આ મામલે અન્ય રાજ્યમાં પણ તપાસ


ભુજ BSFની ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને પહોંચાડનાર યુવકની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે. આરોપી યુવક ISIની મહિલા એજન્ટની પ્રેમજાળમાં ફસાઈને ગુપ્ત માહિતી મોકલતો હતો. જોકે આરોપી યુવક દરરોજ મહિલા એજન્ટ જોડે કલાકો સુધી વિડિયો કોલ પર વાતચીત કરતો હોવાનું પણ સામે આવ્યો હતો. પરણિત ગુજરાતી યુવક ISIના મહિલા એજન્ટની માયાજાળમાં કેવી રીતે ફસાયો જેને લઈ ગુજરાત ATS તપાસ શરૂ કરી છે.

વિશ્વાસ કેળવી પ્રેમજાળમાં ફસાવ્યો 
આરોપી નિલેશ બળિયા જે ભુજ BSFના હેડ ક્વાર્ટરની CPWD ઇલેક્ટ્રિક વિભાગમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો હતો. આરોપી નિલેશની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, છેલ્લા 6 મહિનાથી ISIની મહિલા એન્જટ સાથે સંપર્કમાં હતો અને બન્ને જણા દરરોજના 2થી 3 કલાક વોટ્સએપ વીડિયો કોલ પર વાતચીત કરતા હતા. મહત્વનું છે કે, આરોપી નિલેશને ISI મહિલા એજન્ટએ પોતાનું ખોટું નામ અદિતિ તિવારી કહ્યું હતું. જેમાં નિલેશ સાથે મહિલા એજન્ટએ શરૂઆતમાં વિશ્વાસ કેળવી પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. જે બાદ આરોપી નિલેશને મહિલા એન્જટએ કહ્યું કે હું ગોવાની એક મોટી કંપનીમાં કામ કરું છું અને BSF પર પોતે રિસર્ચ કરી રહી છે. જેથી આરોપી નિલેશ મહિલા એજન્ટની વાતમાં આવી જઈને મહિલા એજન્ટ માંગતી તે માહિતીના ફોટો વોટ્સએપ પર મોકલી આપતો હતો.

કન્સ્ટ્રકશન પ્લાન અને તેની અલગ અલગ વિગતો મોકલી 
ISI મહિલા એજન્ટને માહિતી મળતા જ દર મહિને આરોપી નિલેશને પૈસા ટ્રાન્સફર કરતી હતી.જોકે પૈસા દેશના અલગ અલગ રાજ્યોના બેન્ક એકાઉન્ટથી કુલ 28 હજાર રૂપિયા જેટલા મળ્યા હતા. જે પૈસા મોકલનાર ખાતાધારકની ગુજરાત ATSએ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, આરોપી નિલેશ પૈસા માંગતો ન હતો છતાં પણ મહિલા એજન્ટ પૈસા મોકલી આપતી હતી. ત્યારે આરોપી નિલેશએ BSFની ગુપ્ત માહિતીઓના ફોટો વોટ્સએપથી ISI મહિલા એજન્ટને મોકલ્યા હતા જે રિકવર કરવા મોબાઈલને FSL મોકલાયો છે. ત્યારે આરોપી નિલેશની પૂછપરછ કરતા તેને છ મહિનામાં BSFના નવા કન્સ્ટ્રકશન સાઈડના પ્લાન અને અત્યાર સુધીમાં તૈયાર થઈ ગયેલા કન્સ્ટ્રકશન પ્લાન અને તેની અલગ અલગ વિગતો મોકલી હતી.

ATS અલગ અલગ રાજ્યોમાં તપાસ શરૂ કરી
આરોપી નિલેશ ISI મહિલા એજન્ટની પ્રેમજાળમાં એટલો ફસાઈ ગયો હતો કે તે અવારનવાર મહિલાને મળવા માટેનું કહેતો હતો પરંતુ મહિલા મળવા માટે વાયદા આપતી હતી એટલું જ નહીં આરોપી નિલેશ ગોવા મળવા જવા તૈયાર થઈ ગયો હતો. જોકે આરોપી નિલેશ બળિયા પરણિત છે અને 2 વર્ષનો દીકરો પણ છે. આરોપી નિલેશના ગુજરાત ATS 10 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે ત્યારે આરોપી નિલેશ ISIની મહિલા એજન્ટ સાથે વાત કરતો તેનું આઈપી લોકેશન પાકિસ્તાન આવ્યું હોવાથી ગુજરાત ATS અલગ અલગ રાજ્યોમાં તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે ISIની મહિલા એજન્ટએ અન્ય કોઈને આ રીતે ભોગ બનાવ્યા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ