બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશ: કેટલા મૃતદેહોના DNA થયા મેચ? તંત્રએ જાહેર કર્યો આંકડો
Chintan Chavda
Last Updated: 11:39 PM, 16 June 2025
અમદાવાદમાં પ્લેન ક્રેશમાં બાદથી DNA સેમ્પલિંગ અને મેચિંગનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, હજુ સુધી યાત્રીઓના પરિજનો અને સ્થાનિક લોકો પાસેથી લીધેલા DNA સેમ્પલમાંથી 119 ની પુષ્ટિ થઈ ગઈ છે. તેમાંથી 76 બોડી પરિજનોને સોંપી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગના કર્મચારી સિવાય સિવિલ હોસ્પિટલમાં લગભગ 855 લોકોનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં જેટલી બોડી સોંપવામાં આવી છે તે તમામ ખૂબ જ માન-સન્માન સાથે સોંપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જનતાને અપીલ કરી છે કે તેઓ આવા કોઈપણ સંદેશ કે સમાચાર પર વિશ્વાસ ન કરે જેનો કોઈ તથ્ય આધાર નથી. પરિવારોને બોડી સોંપવામાં કોઈપણ તબક્કે વીમા દાવા અને જરૂરી દસ્તાવેજો માટે કોઈ અસુવિધા ન થાય તે માટે, રાજ્ય સરકારે એક વ્યવસ્થા ગોઠવી છે.
અમદાવાદ પ્લેન ક્રેશ: 119 મૃતકોના DNA મેચ થયા, સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટનો ખુલાસો#ahmedabadplanecrash #ahmedabad #ahmedabadpolice #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #breakingnews #vtvdigital pic.twitter.com/QpKl8EXvZG
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2025
ADVERTISEMENT
વહીવટીતંત્રે પીડિત પરિવારોનો સંપર્ક કર્યો
વહીવટીતંત્રે શોક સંતપ્ત પરિવારો પાસેથી દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવામાં ઝડપી સંપર્ક કર્યો છે, જેથી વીમા કંપની, સરકારી કે અર્ધ-સરકારી કાર્યાલયો સાથે તેમનું કામ સૂચારું રૂપે ચાલી શકે. વહીવટીતંત્ર મૃતકના પરિવારના નામે દસ્તાવેજો એટલે કે નિયુક્ત કમિશન અને સાક્ષીઓ દ્વારા ચકાસણીના આધારે ઉત્તરાધિકાર દસ્તાવેજો જારી કરવામાં સક્રિયપણે મદદ કરી રહ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો:ગુજરાતમાં મોડી રાત્રે મેઘરાજા બોલાવશે બઘડાટી, 10 જિલ્લામાં રેડ, 19 માં યલો એલર્ટ
ADVERTISEMENT
24 કલાકથી ચાલી રહી છે પ્રોસેસ
FFL નિર્દેશક એચપી સંઘવીએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં DNA પ્રોફાઈલિંગ અને મિલાનની પ્રોસેસ વિશે વિસ્તારમાં માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે વિમાન દુર્ઘટનામાં મરેલા લોકોના પીરજનોના DNA સેમ્પલિંગથી લઈને મેચિંગ પ્રોસેસ સતત 24 કલાકથી ચાલુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.