બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmed Patel's daughter Mumtaz Patel may join in politics

રાજનીતિ / અહેમદ પટેલના પુત્રીનું રાજકારણમાં એન્ટ્રી અંગે મોટું નિવેદન, કહ્યું '....તો ભરૂચથી ચૂંટણી લડીશ'

Dhruv

Last Updated: 02:45 PM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં દિવંગત અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ રાજકારણમાં ઝંપલાવી શકે છે.

  • દિવંગત અહેમદ પટેલના પુત્રી રાજકારણમાં ઝંપલાવી શકે છે
  • તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ: મુમતાઝ પટેલ
  • હું ભવિષ્યમાં જરૂરથી એક્ટિવ રહીશ: મુમતાઝ પટેલ

ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિવંગત અહેમદ પટેલના પુત્રી રાજકારણમાં ઝંપલાવી શકે તેવી શક્યતા છે. સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે.

સારું કામ કરવાની તક મળશે તો ભરૂચથી ચૂંટણી લડીશ: મુમતાઝ પટેલ

આ અંગે ખાનગી સંસ્થાના એક કાર્યક્રમમાં મુમતાઝ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, 'અહેમદભાઇના અમે પોલિટિકલ વારસદાર નથી. રાજનૈતિક વારસદાર અમે નથી. પરંતુ જો સારું કામ કરવાની તક મળશે તો જરૂરથી પોલિટિક્સ (રાજકારણમાં પ્રવેશ) કરીશું. ક્યાંક ને ક્યાંક કંઇક સમસ્યા તો રહેશે, પરંતુ આ સિલસિલો બદલવો પડશે. હું ભવિષ્યમાં જરૂરથી એક્ટિવ રહીશ. તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ. જનતાદળ સ્વીકારવા તૈયાર હશે તો જરૂરથી ચૂંટણી લડીશ.' જો કે, સામે કોંગ્રેસમાંથી રાજકારણમાં પ્રવેશ અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી કરી.

મુમતાઝ પટેલ

ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર

અત્રે તમને જણાવી દઇએ કે, આજ રોજ ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલે આજે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે નરેશ રાવલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા રાજુ પરમાર હવે કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓ આગામી તારીખ 17મી ઓગસ્ટે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

17મી ઓગસ્ટે કોંગ્રેસના બે પૂર્વ સિનિયર નેતાઓ કેસરિયો ધારણ કરશે

આગામી તારીખ 17 ઓગસ્ટના રોજ સવારના 11 વાગે આ બંને સિનિયર નેતાઓ ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'અમે બધા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. અત્યારે મારે કારણમાં નથી પડવું. કોંગ્રેસમાં મને કડવા અનુભવ થયા છે. સાચી પરિસ્થિતિ સમજ્યા વગર કામ થાય છે. પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાશું. કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છે. કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે.' ઉલ્લેખનીય છે કે, નરેશ રાવલ અને રાજુ પરમારે ગઈકાલે CR પાટીલ સાથે બેઠક કરી હતી.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ