બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતના લાખો ખેડૂતો માટે લાભકારી નિર્ણય, સરકારે 1419 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત

ગુડ ન્યૂઝ / ગુજરાતના લાખો ખેડૂતો માટે લાભકારી નિર્ણય, સરકારે 1419 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત

Last Updated: 04:59 PM, 23 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગષ્ટ-2024માં થયેલા ભારે વરસાદના પરિણામે પાક નુકશાનને લઈ સરકારએ કુલ રૂ.1419.62 કરોડની સહાય ચુકવવાનો નિર્ણય કર્યો

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારે વરસાદના કારણે પાકને નુકશાન પહોંચેલા ખેડૂતો માટે રૂપિયા 1419.62 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

1419.62 કરોડની સહાય ચુકવવાનો નિર્ણય

ઓગષ્ટ-2024માં થયેલ ભારે વરસાદના કારણે પાક નુકશાનને લઈ સરકારે કુલ રૂ.1419.62 કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કર્યો છે. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારે પોતાના ભંડોળમાંથી નુકશાનની તીવ્રતા ધ્યાને લઇ રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કર્યો છે.

20 જિલ્લાના 136 તાલુકાના કુલઃ6812 ગામોનો સમાવેશ

ઓગષ્ટ માસના આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર ઍમ 20 જિલ્લાના 136 તાલુકાના કુલઃ6812 ગામોનો સમાવેશ થયેલ છે. આ પેકેજ દ્વારા રાજયના 7 લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લીધેલા છે. આ રાહત પેકેજના કુલઃ1419.62 કરોડ પૈકી રૂ.1097.31 કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.322.33 કરોડની રકમ ચૂકવવામાં આવશે.

વરસાદથી ખેતી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે

રાજયમાં આ વર્ષ ચોમાસાની સીઝનમાં 141 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વરસાદમાં ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાઇ હતી. જેમાં વરસાદના કારણે પાક મોટા પાયે નિષ્ફળ ગયો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના તહેવારમાં સતત એક અઠવાડિયા સુધી વરસાદ પડવાના કારણે નુકશાનીમાં વધારો થયો હતો. ત્યારે પાછોતરા વરસાદે ખેડૂતોને આર્થિક રીતે પણ પાયમાલ કરી દીધા હતા. જેમાં મગફળી, કપાસ ઉપરાંત શાકભાજીનો પાક પણ નિષ્ફળ ગયો હતો. ત્યારે આ સમસ્યાને લઇ રાજયભરમાંથી ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી હતી.

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, દિવાળીમાં આવતા પડતર દિવસની રજા જાહેર, આટલા દિવસ મિની વેકેશન

PROMOTIONAL 12

ખેડૂતોની દિવાળી સુધરી..!

ત્યારે દિવાળી પહેલા રાજ્ય સરકારે ખેડૂતોની માંગ ધ્યાને રાખી હતી. અને સરકાર દ્વારા અતિવૃષ્ટિનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વેના આધારે અને આજ રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી પાયમાલ થઈ ગયેલા ખેડુતો માટે 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની આજે સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cabinet Meeting Decision Agriculture Relief Package Crop Damage News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ