બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Agencies including NIA to jump in to probe Al Qaeda-Atiq Ahmed connection

કાર્યવાહી / અલ કાયદા-અતીક અહેમદ કનેકશનની તપાસમાં NIA સહિતની એજન્સીઓ ઝંપલાવશે, ગુજરાત ATSએ 4ને દબોચ્યા

Priyakant

Last Updated: 04:02 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ કાયદાના ધરપકડ કરાયેલા ચાર સભ્યના અતીક અહેમદ કનેકશનની સઘન તપાસ શરૂ, ગુજરાત એટીએસની ટીમે ચાર બાંગ્લાદેશીની ધરપકડ કરી

  • અતીકની હત્યા બાદ અલ કાયદાએ બદલો લેવાની આપી હતી ધમકી
  • અલ કાયદાના ધરપકડ કરાયેલા ચાર સભ્યની સઘન તપાસ શરૂ
  • NIA સહિતની એજન્સીઓ તપાસમાં ઝંપલાવશે, રથયાત્રા પહેલા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ઉત્તરપ્રદેશના બાહુબલી ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઇની હત્યા બાદ આતંકી સંગઠન અલ કાયદાએ દેશમાં આતંકી હુમલા કરવાની ધમકી આપી હતી. આ ધમકીને સુરક્ષા એજન્સીઓએ ગંભીરતાથી લઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે ગુજરાત એટીએસની ટીમે ચાર બાંગ્લાદેશીની ધરપકડ કરી છે જે અલ કાયદા સાથે સંકળાયેલા હતા. 

અતીક અહેમદનાં મોત બાદ અલ કાયદાએ આપેલી ધમકી અને ગુજરાત એટીએસની ટીમે ઝડપેલા ચારેય શખ્સનું ક્યાંક ને ક્યાંક કનેક્શન હોય તેવું લાગી રહ્યુ છે. ચોંકાવનારી વાત એ છે કે ગુજરાત એટીએસની ટીમે ચાર પૈકી બે આરોપીની ઉત્તરપ્રદેશના ગોરખપુરથી ધરપકડ કરી છે. 

રથયાત્રા પહેલા સુરક્ષા એજન્સીઓ એલર્ટ
અમદાવાદમાં રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. જેમાં આતંકી સંગઠન અલ કાયદાનો પ્રચાર પ્રસાર કરતા ચાર બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા છે. ચાર પૈકી મુન્નાખાલિદ અંસારી અને અઝરુલ અંસારીને ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. ચારેય શખ્સ યુવાનોનાં બ્રેઈનવોશ કરવાનું તેમજ અલ કાયદા માટે ફંડ એકત્રિત કરવાનું કામ કરી રહ્યા હતા. બોગસ ડોક્યુમેન્ટ બનાવીને ચારેય શખ્સે દેશમાં ધૂસણખોરી કરી હતી. 

એટીએસને માહિતી મળી હતી કે,  સોજિબમિયાં, આકાશ ખાન, મુન્ના ખાન અને અબ્દુલ લતીફ નામના બાંગ્લાદેશી માણસ ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરી બોગસ આઈડી પ્રૂફ બનાવી હાલમાં અમદાવાદના ઓઢવ અને નારોલ વિસ્તારમાં રહે છે. આ ચારેય શખ્સ આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા છે. તેઓ યુવાનોને અલ કાયદામાં જોડાવા પ્રેરિત કરે છે તેમજ અલ કાયદા તન્ઝિમનો ફેલાવો કરવા માટે ફંડ ઊઘરાવી તેના આગેવાનોને પહોંચાડે છે. 

ઈનપુટના આધારે એટીએસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને મહંમદ સોજિબમિયાં અહેમદઅલીની પૂછપરછ કરવામાં આવી હતી. સોજિબમિયાંએ એટીએસ સમક્ષ કબૂલાત કરી લીધી હતી કે, તે બાંગ્લાદેશના મ્યેમનસિંહ જિલ્લાના ખુદરો ગામનો રહેવાસી છે અને બોગસ આઇડી પ્રૂફ બનાવીને અમદાવાદમાં રહેવા માટે આવી ગયો હતો. 

ગેંગસ્ટર અતીક-અશરફની હત્યા કેસને શું સંબંધ ? 
થોડા સમય પહેલાં ઉમેશ પાલ હત્યાકાંડમાં સંડોવાયેલા ઉત્તરપ્રદેશના બાહુબલી ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઇની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અતીક અહેમદ અને તેના ભાઇને હોસ્પિટલમાં ચેકિંગ માટે લઇ જઇ રહ્યા હતા ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ અતીક અહેમદનાં આતંકી સંગઠન સાથે સાઠગાંઠ હોવાનું પણ સામે આવ્યું હતું. અતીક અહેમદની હત્યા બાદ આતંકી સંગઠન અલ કાયદાએ બદલો લેવાની ધમકી આપી હતી. 

ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ
અતીકનાં મોત બાદ મળેલી ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ હતી ત્યારે ગુજરાત એટીએસને સફળતા મળી હતી. ગુજરાતમાં અલ કાયદાનો પ્રચાર કરતા ચાર શખ્સને ઝડપી લીધા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર એનઆઇએ સહિતની સુરક્ષા એજન્સી ચારેય શખ્સની પૂછપરછ કરશે અને દેશમાં અલ કાયદાનો પ્રચાર કરતા કેટલા લોકો છે તેની માહિતી મેળવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ