બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / After wreaking havoc in Gujarat, Biporjoy now moves towards Rajasthan, heavy rain forecast in Delhi, know where it will affect

આફત / ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ બિપોરજોય હવે રાજસ્થાન તરફ આગળ વધ્યું, દિલ્હીમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ક્યા અસર કરશે

Dinesh

Last Updated: 06:08 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાનશાસ્ત્રીનાં અનુમાન મુજબ ચક્રવાતને કારણે રાજસ્થાન,પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે.

  • બિપોરજોય રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે
  • દિલ્હીમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે
  • ભોપાલ અને સિહોર જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવ્યા બાદ હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન બિપરજોયની અસરને કારણે રાજસ્થાનના જોધપુર, ઉદયપુર અને અજમેર ડિવિઝનમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આવતીકાલે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં 45થી 55 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. 

હવામાનશાસ્ત્રીએ શું જણાવ્યું ?
હવામાનશાસ્ત્રીનાં અનુમાન મુજબ ચક્રવાતને કારણે રાજસ્થાન,પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. આઈએમડીની આગાહી અનુસાર ચક્રવાત બિપરજોયની દિલ્હી-એનસીઆરમાં વધુ અસર થવાની શક્યતા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તોફાનના કારણે દિલ્હીમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

આ વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના
ચક્રવાતી તોફાન બિપરજોયથી બચવા માટે મધ્ય પ્રદેશના શહડોલ, જબલપુર, ભોપાલ અને નર્મદાપુરમમાં કેટલીક જગ્યાએ વીજળી પડવાની સંભાવના છે. જેથી આગામી 24 કલાક દરમિયાન ખંડવા, ખરગોન, બરવાની, બુરહાનપુર, સાગર, ઝાબુઆ, ઉજ્જૈન, રિવા, સતના અને છતરપુર જિલ્લામાં સમાન હવામાન પ્રવર્તે તેવી શક્યતા છે. ખંડવા, બુરહાનપુર, ખરગોન, સાગર, રિવા, સતના, છતરપુર, રાયસેન, ભોપાલ અને સિહોર જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. 

ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, તારીખો નોંધી લેજો: સૌરાષ્ટ્રથી લઈને  ઉત્તર-મધ્ય ગુજરાતને ઘમરોળશે મેઘરાજા | The Meteorological Department has  predicted another 4 ...

ચોમાસા પર નકારાત્મક અસર નહીં થાય
બીજી તરફ ધાર, બાલાઘાટ અને રતલામ જિલ્લામાં કેટલીક જગ્યાએ ગરમીનું મોજું આવવાની શક્યતા છે. ચક્રવાતી તોફાનની અસર ગોવામાં પણ દેખાઈ રહી છે. જેના કારણે દરિયામાં ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. હાલમાં પર્યટકોને દરિયાકિનારા પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર ચક્રવાતી તોફાન બિપરજોય સંપૂર્ણપણે અલગ છે. પરંતુ આ વર્ષે વિલંબિત ચોમાસા પર તેની કોઈ નકારાત્મક અસર નહીં થાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ