બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / After two years Chikki traders are happy
Dinesh
Last Updated: 04:49 PM, 17 December 2022
ADVERTISEMENT
ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો પતંગની સાથે સાથે ચિક્કી ખાવાની પણ મજા માણતા હોય છે પરંતુ કોરોના બાદ આ વર્ષે ચિક્કીના વેપારીઓ પણ માર્કેટ સારી રહે તેવી આશા સેવી રહ્યાં છે. જેમાં પણ આ વર્ષે ચિક્કીનું વિદેશમાં નિકાસ સારુ થાય તેવી પણ આશા સેવી રહ્યાં છે.
ADVERTISEMENT
બે વર્ષે બાદ આ વર્ષે માર્કેટ ખુલી
ઉત્તરાયણના તહેવારને નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં ઉત્તરાયણમાં ખવાતી તલ અને સિંગની ચિક્કીનો વેચાણ શરૂ થઈ ગયું છે. તલ અને સિંગની ચિક્કીના ઉદ્યોગકરો શિયાળો શરૂઆત થતાની સાથે જ ઉત્પાદન શરૂ કરી દેતા હોય છે જો કે કોવિડના કારણે ઉત્પાદન પર અસર વર્તાઈ હતી પરંતુ હવે બે વર્ષે બાદ આ વર્ષે માર્કેટ ખુલી છે.
ભાવમાં 5 ટકાનો વધારો
શિગની ચીક્કીનો ભાવ ગત વર્ષે 180-190 હતો આ વર્ષે 190 થી 200 રૂપિયા વેચાણ થઈ રહ્યું છે. તલની ચીક્કીનો ભાવ ગત વર્ષે 220 હતો આ વર્ષે 240થી 260 રૂપિયા વેચાય છે. શિગની માવાની ચીક્કીનો ભાવ ગત વર્ષે 200 હતો આ વર્ષે 220થી 240 રૂપિયા વેચાય છે. તેમજ નાળીયેરની ચીક્કીની વાત કરીએ તો ગત વર્ષે 140થી 150 હતો આ વર્ષે 160થી 180 રૂપિયા વેચાય છે. ડ્રાયફ્રુટ ચીક્કીનો ભાવ ગત વર્ષે 750 હતો આ વર્ષે 800 રૂપિયા વેચાણ થઈ રહ્યું છે. ચિક્કીના વિવિધ આઈટમોમાં સરેરાશ ભાવમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
સારા પ્રમાણમાં નિકાસ થાય તેવી આશા
ફક્ત ભાવ વધારો ચીક્કીના વ્યવસાય કરતા લોકો માટે ઉપાય નથી. પરતું મોટા મોટા વેપારીઓને પણ ઉત્પાદન તો કોરોના બે વર્ષ ઠપ્પ હતું જે કોવિડના કહેર ઘટતા સારા રોજગારની આશા સેવી રહ્યા છે જો કે રાજ્યમાં અને આતરરાજ્યમાં કે વિદેશમાં નિકાસ પર પણ કોવિડમાં ઠપ્પ હતું જે આ વર્ષે ડીસેમ્બર મહિનામાં પુરજોશમાં પ્રોડક્શન થતા નિકાશની ઉધોગકરો આશા સેવી રહ્યા છે. કોરોના બાદ આ વર્ષે વિદેશમા 10 હજાર કિ.લોની નિકાસ થાય તેવી આશા સેવી રહ્યા છે. કોવિડ બાદ માર્કેટ ખુલતા હવે પ્રતિદિન 500થી 700 કિલો વેચાણ થતું હોવાનું વેપાપરીઓ કહી રહ્યા છે.
નિકાસ કરવા વેપારીઓ તત્પર
કોરોનાની મહામારીમાં તમામ ઉદ્યોગ અને રોજગાર પર માઠી અસર પડી હતી. જેમાં ખાણીપીણી માર્કેટમાં હોલ સેલ ઉત્પાદક હોય કે નાનાં વેપારીઓ હોય તમામના રોજગાર પર મહામારીની મોટી અસર વર્તાઈ હતી. હવે તહેવારો નજીક આવતા માઠી અસરમાંથી હવે ખાણી-પીણી માર્કેટ સ્ટેબલ થઇ રહ્યો છે. ત્યારે તહેવારમાં ખવાતા ચક્કીનો વ્યવસાય પણ હવે નિકાસ માટે આશા સેવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સત્ય બહાર આવશે ? / અમરેલી લેટરકાંડને લઈને મહત્વના સમાચાર, સમગ્ર કેસમાં આવી શકે છે નવો વળાંક
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.