બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / after car now elon musk sell tesla Giga beer, priced over rs 7912

બિઝનેસ / આસમાન પર કબજો, ધરતી પર પક્કડ: Tesla બાદ હવે એલન મસ્ક 'બીયર'ના રસ્તે, કિંમત જાણી હોશ ઉડી જશે

Megha

Last Updated: 01:01 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk sell Beer:એલન મસ્કની કંપની ટેસ્લાએ બીયર લોન્ચ કરી છે, બીયરના બિઝનેસમાં પગલું ભરીને એલન મસ્ક એક નવું બજાર તેના કબજે કરવા માંગે છે

  • હવે બીયરના બિઝનેસમાં મસ્કની એન્ટ્રી 
  • બીયરને ગીગાબિયર નામ આપવામાં આવ્યું છે
  • બિયારની કિંમત હશે 7912 રૂપિયા 

Elon Musk sell Beer: ટેસ્લા કાર, સ્પેસેક્સ, ટ્વિટર જેવી કંપનીઓના માલિક એલન મસ્ક હવે નવો બિઝનેસ શરૂ કરી રહ્યા છે. સ્પેસએક્સ દ્વારા આકાશમાં રોકેટના ક્ષેત્રમાં પહેલેથી જ પ્રભુત્વ ધરાવતા હતા અને ટેસ્લા કાર દ્વારા એમને પૃથ્વી પર પણ મજબૂત પકડ બનાવી છે. એવામાં જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો તેને ટ્વિટર પણ ખરીદી લીધું છે. તેમના ખુલ્લા નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેનાર વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક હવે બિયર વહેંચવા જઈ રહ્યા છે. 

હવે બીયરના બિઝનેસમાં મસ્કની એન્ટ્રી 
જણાવી દઈએ કે તાજેતરમાં એલન મસ્કે તાજેતરમાં તેના નવા બિઝનેસનું અનાવરણ કર્યું છે. મસ્કની કંપની ટેસ્લાએ બીયર લોન્ચ કરી છે અને આ બીયરને ગીગાબિયર નામ આપવામાં આવ્યું છે. હવે બીયરના બિઝનેસમાં પગલું ભરીને એલોન મસ્ક એક નવું બજાર તેના કબજે કરવા માંગે છે. લગભગ 187 બિલિયન ડોલરની નેટવર્થ સાથે મસ્ક વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે. એ અલગ વાત છે કે ટ્વિટર ખરીદ્યા પછી તેમની સંપત્તિમાં થોડો ઘટાડો થયો છે. 

બિયારની કિંમત હશે 7912 રૂપિયા 
આપણે બધા જાણીએ છીએ કે એલં મસ્ક સીધી રીતે કોઈ કામ કરતાં નથી, તેના કામમાં કૈંકને કઈંક નવો વળાંક જોવા મળતો રહે છે કંઈક એવું જ આ બિઝનેસમાં પણ જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે ટેસ્લા હેઠળ જ તેણે બીયર લોન્ચ કરી છે અને આ બિયરની કિંમત પણ ઓછી નથી. મસ્કે બિયરના 3 પેકની કિંમત 7912 રૂપિયા રાખી છે.

ટેસ્લા યુરોપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે. હાલ આ બીયર બોટલની કિંમત લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ