બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / After Asad encounter, now 61 mafias in UP on STF s radar: SP BSP leader included in list

એક્શન / અસદ એન્કાઉન્ટર બાદ હવે UPમાં 63 માફિયાઓ STFની રડાર પર: લિસ્ટમાં સપા-બસપા નેતા પણ સામેલ

Megha

Last Updated: 11:32 AM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં આતંક મચાવવાનો પ્રયાસ કરી રહેલા અને 2017 પહેલા કાયદો અને વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકાર ફેંકનારા 63 ગુનેગારોને સજા કરવા માટે એક યાદી બહાર પાડી હતી

  • ઉત્તર પ્રદેશમાંથી વધુ એક માફિયાનો ખાત્મો
  • 63 ગુનેગારોને સજા કરવા માટે એક યાદી બહાર પાડી
  • હવે યાદીમાં ટોપ પર છે આ નામો 

4 મેના રોજ જ્યારે UP STF તેના સ્થાપના દિવસની ઉજવણી કરી રહી હતી, ત્યારે ઉત્તર પ્રદેશમાંથી વધુ એક માફિયાનો ખાત્મો થયો હતો. જણાવી દઈએ કે કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના મેરઠમાં UP STF સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો અને આ રીતે યુપીમાં માફિયાઓની યાદીમાં હવે 63 માફિયાઓ પોલીસના રડાર પર છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાંથી શ્રી પ્રકાશ શુક્લા જેવા તમામ ગુંડાઓને ખતમ કરવા માટે 4 મે 1998ના રોજ રચાયેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ગુરુવારે તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે.

માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ પશ્ચિમ યુપીના કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાનાને યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અતીક અને અશરફની હત્યા બાદ યુપી પોલીસે જાહેર કરેલા યુપીના ગેંગસ્ટરોની યાદીમાં અનિલ દુજાનાનો સમાવેશ થતો હતો. અનિલ દુજાના એન્કાઉન્ટર પછી હવે આ યાદીમાં આગળનો નંબર કોનો છે તેની ચર્ચા ચાલી રહી છે.

જણાવી દઈએ કે મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું હતું કે તેઓ માફિયાઓનું રાજ પૂરું કરશે. યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં આતંક મચાવવાનો પ્રયાસ કરી રહેલા અને 2017 પહેલા કાયદો અને વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકાર ફેંકનારા 63 ગુનેગારોને સજા કરવા માટે એક યાદી બહાર પાડી હતી અને ખાસ જણાવી દઈએ કે આમાંથી એક નામ અનિલ દુજાનાનું હતું, જેની સામે 18 હત્યા સહિત 65 ગંભીર ગુના નોંધાયેલા હતા. 

યાદીમાં ટોપ પર છે આ નામો 
હવે આ માફિયાઓની યાદીમાં મુખ્તાર અંસારી, સુનિલ રાઠી, સુંદર ભાટી, બબલુ શ્રીવાસ્તવ, ખાન મુબારક સહિત 38 માફિયાઓ જેલમાં છે. 20 જામીન પર બહાર છે, જ્યારે 5ની શોધ ચાલી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ પોલીસની અઢી લાખની ઈનામી રકમ બદન સિંહ બદ્દો, રાશિદ નસીમ સહિત 5 માફિયાઓ ફરાર છે. UP STF જામીન પર છૂટેલા 20 માફિયાઓની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે. જેમાં માફિયા ડોન બ્રિજેશ સિંહ, સુશીલ મૂચના નામ સામેલ છે. આ તરફ યુપી પોલીસના ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પણ કહ્યું છે કે માફિયાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે.

SP-BSPના નેતાઓ પણ લિસ્ટમાં છે
યુપી પોલીસની આ યાદીમાં સમાજવાદી પાર્ટી અને BSPના નેતાઓ પણ સામેલ છે. આમાં સપા નેતા અને પૂર્વ સાંસદ રિઝવાન ઝહીર, સપા-બસપા નેતા દિલીપ મિશ્રા, બસપા નેતા અનુપમ દુબે જેમની સામે 41 કેસ નોંધાયેલા છે અને ભૂતપૂર્વ એમએલસી હાજી ઈકબાલનું પણ નામ છે. આ જ કારણ છે કે ભાજપ સપા અને બસપા પર ગુંડાઓ અને માફિયાઓની પાર્ટી હોવાનો આરોપ લગાવી રહી છે. અને હાલમાં ચાલી રહેલી નાગરિક ચૂંટણીમાં પણ ભાજપ આ મુદ્દે સપા અને બસપા પર પ્રહારો કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ