બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'After 2011 only 11 Uni. There were 83 universities through the efforts of Narendra Modi ': CM's address

BAOUના પદવીદાન / '2011 બાદ માત્ર 11 જ યુનિ. હતી, નરેન્દ્ર મોદીના પ્રયાસથી 83 યુનિવર્સિટીઓ બની': CMનું સંબોધન

Mehul

Last Updated: 05:16 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્ય મંત્રીનું યુવા છાત્રોને તેમણે મેળવેલા જ્ઞાનનો રાષ્ટ્ર-રાજ્યના વિકાસમાં સદઉપયોગ કરીને જ્ઞાનના પ્રકાશપૂંજથી આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવાનું આહવાન

  • ડૉ. બાબાસાહેબ આંબેડકર યૂનિ.માં પદવીદાન 
  • રાજ્યપાલ,મુખ્યમંત્રી,શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિ 
  • મેળવેલા જ્ઞાનનો વિકાસમાં  કરો સદઉપયોગ-મુખ્યમંત્રી 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના યુવા છાત્રોને તેમણે મેળવેલા જ્ઞાનનો રાષ્ટ્ર-રાજ્યના વિકાસમાં સદઉપયોગ કરીને જ્ઞાનના પ્રકાશપૂંજથી આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવાનું આહવાન કર્યુ છે.મુખ્યમંત્રીએ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણ મંત્રી મંડળ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આયોજિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ૭મા પદવીદાન સમારોહમાં 15 હજાર જેટલા પદવીધારક છાત્રોને સંબોધન કર્યુ હતું. 

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ સાતમા પદવીદાન સમારંભમાં 20 પીએચડી, 3172 અનુસ્નાતક, 6789 સ્નાતક, 181 અનુસ્તાનક ડિપ્લોમા, 5299ને ડિપ્લોમા અને સર્ટિફિકેટ એમ કુલ 15,461 ડિગ્રીઓ રાજ્યભરના વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી હતી.આ ઉપરાંત 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 35 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ જ્યારે 35 વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

 રાજ્યપાલ :- 
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડો.બાબા સાહેબ આંબેકડર ઓપન યુનિવર્સિટીના સાતમાં દીક્ષાંત સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, ભૌતિક વિકાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને જીવન મૂલ્યોનું નિર્માણ થાય તેવા શિક્ષણની આવશ્યકતા છે. જીવનમૂલ્યોના નિર્માણ વિના કેળવણી અધૂરી હોવાનું જણાવી રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, યુદ્ધના મૂળમાં શિક્ષણની આ અધૂરપ જ કારણભૂત છે.

ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણ હંમેશા અગ્રસ્થાને રહ્યું છે તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, પ્રાચીન ગુરુકુળ શિક્ષા પદ્ધતિમાં ઋષિ-ગુરૂ પ્રકૃતિની ગોદમાં શિષ્યોનાં સર્વાંગી વિકાસ માટે શિક્ષણ આપતા હતા અને સાચા અર્થમાં શ્રેષ્ઠ માનવનું નિર્માણ થતું હતું.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભૌતિક વિકાસની સાથે સાથે આજે માનવી સંકુચિતતા તરફ વધતો જાય છે, યુવાનો વ્યસનના ભોગ બનતા જાય છે ત્યારે યુવાનો સંસ્કારવાન, કૌશલ્યવાન અને જ્ઞાન સંપન્ન બની જીવનપથ પર આગળ વધે તે આવશ્યક છે.


રાજ્યપાલએ જણાવ્યું હતું કે વિશ્વ બંધુત્વનો ભાવ અને માનવ કલ્યાણ આપણી સંસ્કૃતિના કેન્દ્ર સ્થાને છે એટલે જ ભારત દેશ વિશ્વ સમસ્તના કલ્યાણ માટે કાર્ય કરે છે. ભારત દેશ મજબૂત હશે, સમર્થ હશે તો વિશ્વ કલ્યાણનો ભાવ પણ મજબૂત બનશે.


રાજ્યપાલએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીરૂપે 'આઝાદીના અમૃત મહોત્સવ'ના માધ્યમથી દેશભરમાં એક નવજાગૃતિનું જન અભિયાન ચલાવ્યું છે. સબળ, સક્ષમ અને આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પ સાથે દેશમાં નૂતન પરિવર્તન આવી રહ્યું છે. ભારત દેશે ગણતરીના મહિનાઓમાં કોરોના સંક્રમણ સામે રસી શોધીને માનવ કલ્યાણની આપણી ભાવનાને બળવત્તર બનાવી છે.

 આ પ્રસંગે રાજ્યપાલએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા દેશભરના ખેડૂતોને અનુરોધ કર્યો છે તેમ જણાવી રાજ્યપાલએ આત્મનિર્ભર ખેડૂત અને આત્મનિર્ભર કૃષિ માટે પ્રાકૃતિક કૃષિને આજના સમયની માંગ ગણાવી હતી તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળવાથી લોકોના આરોગ્યની રક્ષા થાય છે. આ એવી પદ્ધતિ છે, જેમાં ઓછા કૃષિ ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે, રાજ્યપાલએ યુવાનોને આ જન અભિયાનમાં સામેલ થવા પ્રેરિત કર્યા હતા.

 આ પ્રસંગે રાજ્યપાલએ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસો દ્વારા વધુને વધુ લોકોને શિક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા

 મુખ્યમંત્રી-
મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે,  ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં સ્થપાયેલી રાજ્યની એકમાત્ર આ ઓપન યુનિવર્સિટી શિક્ષણ, સંસ્કૃતિ અને સદભાવનાના દિશાબોધન ધામ તરીકે રાજ્યના ધમધમતા શહેરોથી માંડીને અંતરિયાળ છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધીના જનસમૂહોને ઘેરબેઠાં જ્ઞાન ગંગા પહોચાડે છે.રાજ્યમાં શિક્ષણ મેળવવા ઇચ્છુક કોઇ પાણ વ્યક્તિને લાંબી મુસાફરી-સફર કર્યા વિના ઘર આંગણે સમયાનુકુલ શિક્ષણના દ્વાર આ યુનિવર્સિટીએ વિવિધ અભ્યાસ કેન્દ્રો દ્વારા ખોલી આપ્યા છે.  

મુખ્યમંત્રીએ પ્રવર્તમાન કોરોનાના વૈશ્વિક મહામારી કાળમાં ઓનલાઇન – દુરવર્તી શિક્ષણના માધ્યમથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નવું જ્ઞાન-નવું કૌશલ્ય, ક્ષમતા વર્ધન અને કારકીર્દી ઘડતર વિકાસ માટે ઘરેબેઠાં યોગ્ય તક અવસર પૂરા પાડી રાષ્ટ્ર નિર્માણમાં છાત્રશક્તિને પ્રેરિત કરી રહી છે તેનો પણ હર્ષ વ્યકત કર્યો હતો. 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદવી મેળવનારા યુવા વિદ્યાર્થીઓને આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે તેમને સમાજ જીવનમાં પદાર્પણની જે તક મળી છે, તેને ઉન્નત ભારતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાનો અવસર ગણાવ્યો હતો. 


ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક જ્ઞાનના પ્રવાહો પારખીને ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન વિવિધ સેક્ટરલ યુનિવર્સિટીની સ્થાપનાથી રાજ્યના યુવાધનને ગ્લોબલ એજ્યુકેશનની તક આપી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે ક્રાન્તિ થઈ છે, તેણે દેશમાં ગુજરાતની યુવાશક્તિની વિશેષતા પૂરવાર કરી છે. પાછલા અઢી દાયકામાં રાજ્યમાં 83થી વધુ યુનિવર્સિટીઝે યુવાશક્તિને ઘરઆંગણે વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપી વિશ્વ સામે આંખમાં આંખ મેળવી ઊભા રહેવા સજ્જ બનાવ્યા છે.

ફૂડ અને ન્યુટ્રીશનના વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રાકૃતિક ખેતીની મુહિમ ઉપાડી છે ત્યારે ગુજરાત પણ પ્રાકૃતિક ખેતીનો માર્ગ વિસ્તારી રહ્યું છે.ફૂડ અને ન્યુટ્રીશન ના વિદ્યાર્થીઓને પણ સમાજમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટેનો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.

 શિક્ષણમંત્રી-
આ 7મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણીએ પદવી પ્રાપ્ત કરનારા સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. 
તેમણે જીવનના પડકારોને કૌશલ્ય નિર્માણ દ્વારા પહોચી વળવા સૌ વિદ્યાર્થીઓને સક્ષમ બનવાનો અનુરોધ કર્યો હતો. અન્ય કાર્યોમાં વ્યસ્ત વ્યક્તિ પણ આ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસની મોકળાશ મેળવે છે તેમ પણ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું. 


શિક્ષણમંત્રી કહ્યું કે, આજે જ્યારે શિક્ષણ જગતમાં જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણો ગુજરાતનો વિદ્યાર્થી પાછો ન પડે, વૈશ્વિક પડકારોનો સામનો કરે, પરિસ્થિતિ પ્રમાણે તે વધુ સુસજ્જ અને સફળ બને એ માટે નવીન અભિગમ ધરાવતી યુનિવર્સિટીઓની સ્થાપના કરવી તે ગુજરાત સરકાર દ્વારા કરાયેલી ખુબ સરાહનીય પહેલ છે.

તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાકાળમાં સૌથી વધુ નુકસાન શિક્ષણ ક્ષેત્રને થયું છે. આ મહામારીમાં પણ ગુજરાતનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે એ માટે ઓનલાઇન માધ્યમથી પણ વિદ્યાર્થીઓને શિક્ષણનું ભાથું મળતું રહે એ માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં સરકાર સફળ રહી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ પણ આ સમયગાળામાં સફળ આયોજન કર્યું હતું એ બદલ યુનિવર્સિટીને  મંત્રીએ પાઠવ્યા હતા.

શિક્ષણ નીતિના પ્રોત્સાહક પરિણામો મળશે એમ જણાવતાં મંત્રીએ પ્રત્યેક વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર સતત અને સખત મહેનતથી કારકિર્દીના રાહ પર આગળ વધવાની શુભકામનાઓ પણ પાઠવી હતી. 

આ અવસરે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, વર્ષ 1994 માં ગુજરાત રાજય દ્વારા સ્થાપિત એકમાત્ર યુનિવર્સિટી આજે 24 વર્ષ પૂરા કર્યા છે અને આજે આ યુનિવર્સિટી આત્મનિર્ભર બનીને પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈના સંકલ્પને પૂરો કરી રહી છે.

નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં પણ સાહેબ આંબેડકર યુનિવર્સિટીએ મહત્વનું યોગદાન રહ્યું છે એમ મંત્રીએ જણાવ્યું હતું.

આ પદવીદાન સમારંભની સાથે સાથે યુનિવર્સિટીના ‘જ્યોતિર્મય’ પરિસરમાં નવનિર્મિત ‘અગત્સ્ય અતિથિ નિવાસ’ તથા ‘મૈત્રેયી મૂલ્યાંકન ભવન’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી, યુનિવર્સિટીની સફળગાથા દોહરાવી હતી અને પદવીધારક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ અવસરે વિવિધ વિદ્યાશાખાના વડાઓ, પ્રાધ્યાપકો, પદવી-મેડલ પ્રાપ્ત છાત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ