બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / વિશ્વ / afghanistan situation 135 more indians reached delhi from doha american plane is helping

ઘર વાપસી / અફઘાનિસ્તાનથી વધુ 135 ભારતીય દોહાથી દિલ્હી પહોંચ્યા, અમેરિકાએ 146 ભારતીયોને પોતાના વિમાનથી પહોંચાડ્યા

Dharmishtha

Last Updated: 07:57 AM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લાવવાનું ઓપરેશન હજું યથાવત છે.

  • દિલ્હી એરપોર્ટ પર એક વિમાનથી 104 લોકોને લાવવામાં આવ્યા 
  • 2 અફઘાનિસ્તાન સાસંદો સહિત અનેક લોકોને ભારત લાવવામાં આવ્યા 
  • કતારમાં ભારતીય મિશને રવિાવારે રાતે લગભગ 8 વાગે ટ્વીટ કર્યુ

દિલ્હી એરપોર્ટ પર એક વિમાનથી 104 લોકોને લાવવામાં આવ્યા 

થોડીવાર પહેલા દિલ્હી એરપોર્ટ પર એક વિમાનથી 104 લોકોને લાવવામાં આવ્યા છે. સવારે 5.10 વાગે વિમાન 104 લોકોને દિલ્હીમાં ઉતારવામાં આવ્યા છે. આ પહેલા મોડી રાતે દોહાના રસ્તે 31 લોકો દિલ્હી પહોંચ્યા છે. કતર એરવેજના માધ્યમથી લગભગ 2.30 વાગે તેઓ એર ઈન્ડિયાના વિમાનથી પણ એક નાગરિકને સવારે 3 વાગે દિલ્હી એરપોર્ટ પહોંચ્યાના સમાચાર છે. આ રીતે દોહાના રસ્તે અત્યાર સુધીની જાણકારી મુજબ 135 લોકો આવી ચૂક્યા છે.

કતારમાં ભારતીય મિશને રવિાવારે રાતે લગભગ 8 વાગે ટ્વીટ કર્યુ

ભારતમાં અમેરિકા, કતાર, તાજિકિસ્તાન અને અનેક અન્ય મિત્ર દેશોની સાથે સમન્વય સ્થાપિત કરી અફઘાનિસ્તાનથી લોકોને બહાર કાઢવાનું અભિયાન ચાલી રહ્યું છે. કતારમાં ભારતીય મિશને રવિાવારે રાતે લગભગ 8 વાગે ટ્વીટ કર્યુ, અફઘાનિસ્તાનથી ભારતીયોને પાછા લવાઈ રહ્યા છે. અફઘાનિસ્તાનથી દોહા લાવવામાં આવેલા 146 ભારતીય નાગરિકોના બીજા ગ્રુપને ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે.

2 અફઘાનિસ્તાન સાસંદો સહિત અનેક લોકોને ભારત લાવવામાં આવ્યા 

આ પહેલા ભારત અફઘાનિસ્તાનની રાજધાનીથી પોતાના નાગરિકોને કાઢવાના પ્રયાસ હેઠળ 3 ઉડાનના માધ્યમથી 2 અફઘાન સાસંદો સહિત 392 લોકોને રવિવારે દેશ પાછા લાવ્યા. ગત અઠવાડિયે એક અનુમાન મુજબ અફઘાનિસ્તાનમાં લગભગ 400 ભારતીય ફસાયેલા હોઈ શકે છે. ભારત તેમને કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે અને એટલા માટે અમેરિકા અને અન્ય મિત્ર રાષ્ટ્રોની સાથે સમન્વયથી કામ કરી રહ્યું છે.

સોમવારે 40થી વધારે ભારતીયને લઈને પહેલી ઉડાન ભારતમાં પહોંચી

તાલિબાને ગત રવિવારે કાબૂલ પર કબ્જો જમાવ્યા બાદ અફઘાનિસ્તાનની રાજધાનીથી પહેલા ભારતીય રાજદૂત અને દૂતાવાસથી અન્ય કર્મીઓ સહિત 200 લોકોને વાયુસેનાના 2 સી 19 પરિવહન વિમાનોના માધ્યમથી ત્યાંથી કાઢવામાં આવ્યા છે. સોમવારે 40થી વધારે ભારતીયને લઈને પહેલી ઉડાન ભારતમાં પહોંચી હતી. ભારતીય રાજનયિકો, અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ અને ત્યાં ફસાયેલા કેટલાક ભારતીય સહિત 150 લોકોની સાથે બીજા સી 17 વિમાન મંગળવારે ભારત પહોંચ્યા હતા.

 

આ મહિને તાલિબાને ઝડપથી પગ પેસારો કર્યો

તાલિબાને અફઘાનિસ્તાનમાં આ મહિને ઝડપથી પગ પેસારો કરતા કાબૂલ સહિત ત્યાના મોટાભાગના વિસ્તારોમાં કબ્જો કરી લીધો છે. આ લોકોની વાપસી બાદ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે હવે ધ્યાન અફઘનિસ્તાનની રાજધાની સહિત ભારતીય નાગરિકોને સુરક્ષિત પાછા લાવવા પર રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ