બ્રેકિંગ ન્યુઝ
Nirav
Last Updated: 05:20 PM, 23 March 2021
ADVERTISEMENT
23 માર્ચે BSE પર સવારના ટ્રેડિંગમાં અદાણી એન્ટરપ્રાઇઝનો શેર લગભગ 10 ટકા ઉછળીને 52-અઠવાડિયાની નવી ઉંચી સપાટી પર પહોંચી 1,086.35 રૂપિયા પર બંધ આવ્યો હતો.
19 માર્ચથી આ સ્ટોક સતત ગ્રીનઝોનમાં છે
ADVERTISEMENT
અદાણી ગ્રુપની કંપનીએ તેની પેટાકંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ દ્વારા ટોલ ઓપરેટ ટ્રાન્સફર (TOT) મોડ હેઠળ ગુજરાતમાં એક પ્રોજેક્ટ મેળવવાનું એલાન કર્યા પછી 19 માર્ચથી સતત આ સ્ટોક ગ્રીનલાઇટમાં છે.
આ ઉપરાંત મીડિયા અહેવાલોએ સૂચવ્યું હતું કે ઇટાલિયન કંપની Maire Tecnimont S.p.A.એ સોમવારે કહ્યું હતું કે તેની પેટા કંપનીઓ NextChem, Stamicarbon અને MET Development (MET DEV) એ ભારતમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ સાથે મળીને પાર્ટનરશિપ કરી છે.
અદાણી એન્ટરપ્રાઈઝની સાથે થયા છે MoU
PTIના અહેવાલ મુજબ, કંપનીએ તેની પેટાકંપનીઓ દ્વારા NextChem અને Stamicarbon ની તકનીકીઓ અને MET Development (MET DEV)ની પ્રોજેક્ટ વિકાસ ક્ષમતા અને ઇન્ડસ્ટ્રીયલાઈઝેશનની ગ્રીન કેમેસ્ટ્રીની ક્ષમતાનો ઉપયોગ કરીને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સના ડેવલોપમેન્ટ માટે અદાણી એન્ટરપ્રાઇઝ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે.
BSE ના 22 માર્ચે જાહેર કરાયેલા ડેટામાં જણાવાયું છે કે, કંપનીના પ્રમોટર્સ, ગૌતમ અદાણી અને રાજેશ અદાણીએ 19 માર્ચે અદાણી એન્ટરટેનમેન્ટના 46,90,000 પાછા ખેંચી લીધા હતા.
અદાણી પાવરના શેરનો ભાવ પણ ઉછળ્યો હતો
BSE પર આજે આ શેર 1058.40 પર હાલમાં ટ્રેડ કરી રહ્યો હતો. મહત્વનું છે કે અદાણી ગ્રુપની વધુ એક કંપની અદાણી પાવરના શેરના ભાવ પણ અમુક દિવસો પહેલા તેના 52 અઠવાડિયાની ટોચની નવી સપાટીએ પહોંચી ગયા હતા, જ્યારે સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની વીજ વિતરણ કંપનીઓની રિવ્યુ અરજીને ફગાવી દીધી હતી અને અદાણી પાવર રાજસ્થાનને વળતર આપવાનો હુકમ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.