બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Adam Britton Crocodile expert accepted that he has raped tortured and murdered more than 40 pet dogs from 2014 till now

હેવાનિયતની હદ / 40થી વધુ કૂતરાઓ સાથે બળાત્કાર અને હિંસા કરી મારી નાંખ્યા: વાઇલ્ડ લાઈફ એક્સપર્ટનું રાક્ષસી કૃત્ય, ખુદ કરી કબૂલાત

Vaidehi

Last Updated: 05:04 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adam Britton : BBC અને નેશનલ જિયોગ્રાફિક સાથે કામ કરી ચૂકેલ પ્રસિદ્ધ પ્રાણીશાસ્ત્રી એડમ બ્રિટને સ્વીકાર્યું કે તેણે 40થી વધારે કૂતરાઓનો રેપ અને મર્ડર કર્યો છે.

  • પ્રસિદ્ધ પ્રાણીશાસ્ત્રી એડમ બ્રિટન પર 60 જેટલા આરોપો
  • કૂતરાઓનો રેપ, ટોર્ચર સહિત બાળશોષણનાં પણ આરોપો
  • તમામ આરોપોનો બ્રિટને સુપ્રીમ કોર્ટમાં કર્યો સ્વીકાર

પ્રસિદ્ધ પ્રાણીશાસ્ત્રી કે જેમણે BBC અને નેશનલ જિયોગ્રાફિક જેવા સંગઠનો સાથે કામ કર્યું છે તેમણે હાલમાં ઑસ્ટ્રેલિયાની કોર્ટમાં ભયાનક ખુલાસા કર્યાં છે.બ્રિટિશ ક્રોકોડાઈલ એક્સપર્ટ એડમ બ્રિટને 40 પાલતૂ કૂતરાઓનો રેપ, ટોર્ચર અને મર્ડરનો પોતાના પર લાગેલો આક્ષેપ સ્વીકાર્યો છે.

 Adam Britton- Crocodile expert

60થી વધુ આરોપો
સોમવારે 51 વર્ષીય એડમ બ્રિટને ઑસ્ટ્રેલિયાની નોર્થન ટેરેટરીની સુપ્રીમ કોર્ટ પર પોતાના પર લગાડવામાં આવેલા 60 જેટલા આરોપોનો સ્વીકાર કર્યો હતો. બાળ શોષણ જેવા ગુનાઓ સહિત 40થી વધારે જેટલા પાલતૂ કૂતરાઓ સાથે રેપ અને મર્ડર જેવા આરોપો સમાવિષ્ટ છે.

કાળા કૃત્યો માટે બનાવ્યું હતું 'ટોર્ચર રૂમ'
ચોંકાવનારી બાબત તો એ છે કે બ્રિટને રેકોર્ડિંગ ઉપકરણોથી સુસજ્જિત એક શિપિંગ કંટેનર સ્થાપિત કર્યું હતું જ્યાં તે આ પ્રકારનાં નિર્દોષ જાનવરો સાથે અકલ્પનિય ક્રૂરતા કરતો હતો. આ કંટેનરને તેણે 'ટોર્ચર રૂમ' નામ આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને આ કંટેનરમાં કમ્પ્યુટર, કેમેરા, સેક્સ ટોઝસ અને અન્ય હાર્ડ ડ્રાઈવ મળી આવ્યાં છે. એટલું જ નહીં બાળ શોષણને લગતી કેટલીક સામગ્રીઓ પણ પોલીસને આ કંટેનરમાંથી મળી આવી છે.

ચીફ જસ્ટિસે કોર્ટમાં બેઠેલા લોકોને ચેતવ્યાં
આ આરોપો એટલા ભયાનક હતા કે ચીફ જસ્ટિસ માઈકલ ગ્રાન્ટે કોર્ટમાં બેઠેલા લોકોને જણાવ્યું કે રજૂ થનારા પૂરાવાઓ ડિસ્ટર્બિંગ બની શકે છે તેથી જે લોકો, પત્રકારો કે સિક્યોરિટી ઓફિસર્સ કોર્ટરૂમની પબ્લિક ગેલેરીમાંથી બહાર જવા ઈચ્છે છે તેમને છૂટ છે.

40થી વધારે કૂતરાઓનો કર્યો રેપ
બ્રિટને સ્વીકાર્યું કે તેને 2014થી પ્રાણીઓમાં પરપીડક યૌન રૂચિ છે. તેણે ન માત્ર પોતાના પાલતુ પ્રાણીઓ સાથે દૂર્વ્યવહાર કર્યું પરંતુ માલિકો દ્વારા છોડી દેવામાં આવેલ કૂતરાઓ સાથે પણ દૂર્વ્યવહાર કર્યું છે. તે એવા લોકોને શોધતો હતો જે યાત્રા કે કામનાં લીધે પોતાના પાલતુ પ્રાણીઓ માટે ઘર શોધી રહ્યાં હોય અને પછી બ્રિટન આ પ્રાણીઓની કસ્ટડી મેળવવાનો પ્રયાસ કરતો હતો.

ડિસેમ્બરમાં મળશે સજા
બ્રિટનને હાલમાં રિમાન્ડ આપવામાં આવી છે. આ કેસની સજાની સુનાવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવશે. જે દરમિયાન બચાવ પક્ષના વકીલો તેમની રજૂઆતો રજૂ કરે તેવી અપેક્ષા છે.

કોણ છે એડમ બ્રિટન?
એડમ બ્રિટને 'મગર' પ્રત્યેનાં પોતાના પ્રેમને પેશનમાં બદલવા માટે યુવાનીમાં જ UK છોડ્યું અને ઓસ્ટ્રેલિયામાં જઈને વસ્યાં. ડારવિનમાં રહેતાં એડમ બ્રિટન પ્રાણીશાસ્ત્રીની સાથે-સાથે એક લેખક પણ છે. તેમણે BBC અને નેશનલ જીયોગ્રાફી દ્વારા પ્રકૃતિ પર બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં પણ કામ કર્યું છે. એડમે 16 ફૂટ લાંબો અને અડધા ટનનું વજન ધરાવતો મગર પાળ્યો હતો જેનું નામ તેણે Smaug રાખ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ