બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Action in case of stone pelting on police in Ahmedabad

એક્શન / અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારા મામલે કાર્યવાહી, શાહીબાગમાંથી 8 આરોપીઓની કરાઈ ધરપકડ

Malay

Last Updated: 03:09 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના શાહીબાગમાં પોલીસ પર હુમલા મામલે એક્શન, પથ્થરમારો કરનારા 8 આરોપીઓની પોલીસે કરી ધરપકડ.

  • પોલીસકર્મી પર હુમલો કરનારાની ધરપકડ
  • પોલીસે 8 આરોપીની કરી ધરપકડ
  • શાહીબાગમાં પોલીસ પર થયો હતો હુમલો

અમદાવાદના શાહીબાગમાં પોલીસ પર હુમલો કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પર હુમલો કરનારા 8 આરોપીઓની ધરપકડ કરવામાં છે. મહત્વનું છે કે, શાહીબાગમાં ચાઇના ગેંગના કુખ્યાત આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો થયો હતો. જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા.

પોલીસને મળી હતી યોગ્ય બાતમી 
આ મામલે ઝોન 4ના  DCP કાનન દેસાઈએ માહિતી આપતા જણાવ્યું કે,  હત્યાના કેસમાં જીગ્નેશ ઉર્ફે પકો નામનો આરોપી 17 ફેબ્રુઆરી 2023ના રોજ 10 દિવસના વચગાળાના પેરોલ જામીન પર છૂટ્યો હતો. જામીન બાદ આરોપી જેલમાં જવાના બદલે ફરાર થઈ ગયો હતો. જેથી આ આરોપી  શાહીબાગ વિસ્તારમાં આવેલી મોતીલાલની ચાલી ખાતે હાજર હોવાની બાતમી પોલીને મળી હતી. શાહીબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને આ મામલે બાતમી મળી હતી. જેથી પોલીસની 2 ટીમ મોતીલાલ ચાલી ખાતે પહોંચી હતી. 

કાનન દેસાઈ (DCP, ઝોન 4, અમદાવાદ)

પોલીસ પર આરોપીના સંબંધીઓએ કર્યો પથ્થરમારો
આ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ ત્યાંથી પરત ફરતી વખતે આરોપીના સગા સંબંધીઓએ પથ્થમારો કર્યો હતો. જેમાં શાહબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઈ ચૌહાણને માથાના ભાગે ઈજા થઈ હતી. પોલીસ પર ચારે તરફથી પથ્થરમારો થતા પોલીસે તાત્કાલિક કંટ્રોલની જાણ કરી અને વધુ સ્ટાફ મંગાવ્યો હતો. 

11 આરોપીઓ માથી 8ની ધરપકડ
જે સંદર્ભે 11 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 8ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  બાકીના આરોપીને પણ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે. જીગ્નેશ ઉર્ફે પકો નામનો આરોપીને મહિલા સેલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીની હત્યા કેસમાં જેલમાં બંધ હતો. મુખ્ય આરોપી પર શાહાબાગ પોલીસ સ્ટેશનમાં જ બીજા 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ