બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Accused who formed conspiracy to take loan arrested in Ahmedabad

ક્રાઈમ / અમદાવાદમાં અસ્તિત્વમાં ન હોય તેવી મિલકત મોર્ગેજમાં મૂકી, 1.95 કરોડની લોન લઈ જલસા કર્યા, આવી રીતે ભાંડો ફૂટતા 6 આરોપી જેલભેગા

Dinesh

Last Updated: 10:44 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપી રૂપલ બારોટ, નિલેશ બારોટ, ભૂપેન્દ્ર પટેલ, ઇન્દુપ્રસાદ પટેલ અને ક્રિષ્નકાંત પંડતની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે, જે આરોપીઓએ રૂપિયા 1.95 કરોડની લોન લીધી હતી.

  • અસ્તિત્વમાં ન હોય તેવી મિલકત મોર્ગેજમાં મૂકી હતી
  • બેંકના બ્રાન્ચ મેનેજરે પણ વિઝિટેશન બતાવી લોન મંજૂર કરી હતી
  • બેંકને રૂપિયા 3.03 કરોડનું નાણાકીય નુકસાન પહોચાડ્યું


અમદાવાદમાં લોન લેવા માટે કાવતરૂ રચનાર આરોપીઓની ધરપકડ કરાઇ છે. એક પેઢીના ભાગીદારો, બેંકના બ્રાન્ચ મેનેજર સહિતના સાત લોકોએ આ કાવતરૂ રચ્યુ હતુ. આરોપીઓએ કરોડોની લોન લેવા માટે અસ્તિત્વમાં ન હોય તેવી મિલકત મોર્ગેજમાં મૂકી હતી. બેંકના બ્રાન્ચ મેનેજરે પણ વિઝિટેશન બતાવી લોન મંજૂર કરી મદદગારી કરી હતી.

આરોપીઓએ રૂપિયા 1.95 કરોડની લોન લીધી હતી
આરોપી રૂપલ બારોટ, નિલેશ બારોટ, ભૂપેન્દ્ર પટેલ, ઇન્દુપ્રસાદ પટેલ અને ક્રિષ્નકાંત પંડતની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. આરોપીઓમાં રૂપલ બારોટ અને નિલેશ બારોટ બેન્ક લોન લેનાર છે. જે આરોપીઓએ રૂપિયા 1.95 કરોડની લોન લીધી હતી. આરોપીઓમાં રૂપલ બારોટ અને નિલેશ બારોટ ઓર્ચિડ બ્યુટીક પેઢીના ભાગીદાર છે. જેઓએ લોનધારક બની આ કૌભાંડ આચર્યુ છે. આરોપીઓએ પેઢી માટે 1.95 કરોડની લોન મેળવવા એક ફ્લેટ મોર્ગેજમાં મુકવા માટે ખોટો વેચાણ દસ્તાવેજ બનાવી દેવડાવ્યો હતો. બાદમાં તે મિલકત અસ્તિત્વમાં ન હોવાનુ જાણવા છતાં ભૂપેન્દ્ર પટેલ નામના શખ્સે ગેરેન્ટંડ તરીકે રહી બેન્ક લોન અપાવવામાં મદદ કરી હતી. જ્યારે મિલકત વેચનાર તરીકે ગીરીશ ભેસાણિયાએ મદદ કરી હતી. આ મિલકતના વેલ્યુઅર ઈન્દુપ્રસાદ પટેલએ અસ્તિત્વમાં ન હોય તેવી મિલકતનો ખોટો વેલ્યુએશન રીપોર્ટ બેન્કમાં આપ્યો હતો. ઓર્ચીડ બ્યુટીકના ભાગીદારોએ પોતાના તથા પેઢીના અને ગેરેન્ટડના જરુરી દસ્તાવેજ સાથે મિલકતની માલીકી ન ધરાવતા લોકોના નામના ખોટા ભાડા કરારો પણ રજુ કર્યા હતા. જ્યારે બેન્કના બ્રાન્ચ મેનેજર કુલદીપરાજ સક્સેનાએ આરોપીઓ સાથે મળી મોર્ગેજમાં મુકેલ મિલકત અસ્તિત્વમાં ન હોવા છતાં તે મિલકતની વિઝીટ બતાવી લોન પ્રોસેસ નોટ ઉભી કરી પોતાના હોદ્દાનો દુરપયોગ કરી 1.95 કરોડની લોન મંજુર કરી હતી.

પોલીસે આ સાતમાંથી પાંચ આરોપીઓની ધરપકડ
આ ગુનામાં મશીનરી વેલ્યુઅર ક્રીષ્ણકાંત અમૃતલાલ પંડિતએ શેડમાં મશીનો ન લાગ્યા હોવા છતાં મશીનો લાગ્યા હોવાનો રીપોર્ટ બેન્કમાં રજુ કરી બેન્કને આજદીન સુધી મુદ્દલ, વ્યાજ તથા પેનલ્ટી સાથે મળી 3.03 કરોડનું નાણાકીય નુકસાન પહોચાડ્યું છે. વર્ષ 2016માં આપેલી લોનમાં બેન્કને વ્યાજ સહિતની રકમ ન મળતા તપાસ કરતા આ મામલે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. બેન્ક સાથે વિશ્વાસઘાત છેતરપીંડી થતા પોલીસે આ સાતમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ હતી ત્યાર બાદ બેંક મેનેજરની પણ ધરપકડ કરાઈ છે. વાસણા બ્રાન્ચના દેના બેંક મેનેજરની  ધરપકડ કરાઈ છે.

ખોટો રીપોર્ટ બેન્કમાં પણ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું
એક આરોપીએ એસ્ટેટમાં મશીનો ન લાગ્યા હોવા છતાં મશીનો લાગ્યા હોવાનો ખોટો રીપોર્ટ બેન્કમાં પણ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે ત્યારે હવે ફરાર આરોપી બેન્ક મેનેજર અને અન્ય એક આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ