બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Accused of robbery in Bank of Maharashtra in Sachin area of Surat arrested

કાર્યવાહી / સુરતમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં ફિલ્મી ઢબે 13 લાખની લૂંટ કરનાર 4 આરોપીઓ ઝબ્બે, પણ હાથ ન લાગ્યા રૂપિયા, જુઓ શું કર્યું

Dinesh

Last Updated: 07:11 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News :સુરત પોલીસ કમિશનર અજય તોમરએ જણાવ્યું કે, આ રીઢા ગુનેગાર વિપેનસિંહ ઠાકુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, આ કાપડના ધંધા કરતા હોઈ અનેક વખત અગાઉ સુરત આવીને ગયો હતો

  • બેંક ઓફ મહારાષ્ટ્રમાં લુંટનો મામલો
  • સુરત પોલીસે 5 પૈકી 4 આરોપીની કરી ધરપકડ
  • 4ની ધરપકડ સાથે લાખ રૂપિયા કબ્જે કર્યા

સુરતમાં નબીરાઓ બફામ હોય તેમ ક્રાઈમના કિસ્સા વધુ સામે આવતા હોય છે, પરંતુ આ ક્રાઈમના કિસ્સાઓ કંન્ટ્રોલમાં કરવા માટે પોલીસ પણ એલર્ટ મોડમાં છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે લૂંટારુઓ ત્રાટક્યા હતાં, જેમાં રૂપિયા 13 લાખની લૂંટ મચાવી ફરાર થઈ ગયા હતાં. જો કે, આરોપીઓને પોલીસ દબોચી લીધા છે, જે સમગ્ર બનાવને લઈ સુરત પોલીસ કમિશનર અજય તોમરનું નિવેદન સામે આવ્યું છે.

સુરત પોલીસ કમિશનરનું નિવેદન
સુરત પોલીસ કમિશનર અજય તોમરએ જણાવ્યું કે, આ રીઢા ગુનેગાર વિપેનસિંહ ઠાકુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે,  આ કાપડના ધંધા કરતા હોઈ અનેક વખત અગાઉ સુરત આવીને ગયો હતો. કેટલાક ગુનાઓમાં તેની અટકાયત પણ થઈ હતી તેમજ તે છ મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યાર પછી આયોજનબંધ રીતે બીજા ચાર રીઢા ગુનેગારોને સાથે લઈ સુરત આવીને પલસાણી વિસ્તારમાં તેમના ઓળખીતાને ત્યાં આવી રોકાયા હતા, ત્યારે બાદ તેમણે રેકી શરૂ કરી હતી, બેંક ઓફ મહારાષ્ટ્રમાં કોઈ વોચ મેન ન હોઈ તેમજ નાના ગામમાં આ બેંક આવેલી હોવાથી તેમણે આ બેંકમાં ગુનો આચર્યો હતો. મુખ્ય ગુનેગાર 32 જેટલાઓ ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ આરોપી પાસેથી એક પિસ્તોલ પણ કબ્જે કરાઈ છે, જો કે, મોટા ભાગની રકમ આરોપીઓ ખર્ચ કરી નાખી છે પરંતુ 4ની ધરપકડ સાથે લાખ રૂપિયા કબ્જે કર્યા છે.

લૂંટના આરોપી ઝડપાયા
સુરત પોલીસ કમિશનરએ જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમે ઉત્તર પ્રદેશ સુધી ઉંડી તપાસ કરી હતી, પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તમામ બેંકને અનુરોધ છે કે, જરા પણ બેદરકાર રહે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, લૂંટની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જે સીસીટીવીમાં જોઈ શકાય છે કે, બે બાઈક પર 5 લોકો સવાર થઈને બેંકમાં આવ્યા હતા, જેમાં ચાર લોકોએ હેલમેટ પહેર્યા હતો, જ્યારે 1 વ્યક્તિએ મોઢે મુંગો વાળ્યો હતો. જેમણે તમામ લોકોને બંધક બનાવીને લૂંટ મચાવી હતી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ