બ્રેકિંગ ન્યુઝ
Juhi
Last Updated: 10:11 AM, 9 March 2020
હોળીના દિવસે હોળિકા દહનને તાત્વિક હેતુ આપણામાં રહેતી અસુરી ભાવના અને નકારાત્મકતા બાળવાનો છે. સમગ્ર ચરાચર અને મન.બુદ્ઘિ અને દેહના શુદ્ઘિકરણ માટે હોળિકા દહનનું વિશેષ મહત્વ રહેલુ છે, જે તાપમાં તપીને જ વિશુદ્ઘીકરણની પરીક્ષા થાય છે. આ દિવસે ઠેર-ઠેર પ્રગટતી હોળિકાના દર્શન કરવા માટે લોકો જાય છે. જ્યાં હોળની પ્રદક્ષિણા કરતા લોકો ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂરનો ભોગ હોળીમાં પધરાવે છે. તો જાણો રાશિ અનુસાર, હોળિકામાં આ વસ્તુ ધરાવવામાં આવે તો નસીબ ચમકી જશે.
ADVERTISEMENT
મેષઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, લાલ ચણોઠી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ.
વૃષભઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલી 5 એલચી, થોડી સાકર.
ADVERTISEMENT
મિથુનઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલા તજ, નાગરવેલનું આખું પાન.
કર્કઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, સાકર, પતાસા, પંચામૃત, ગાયના ઘીમાં પલાળેલા 5 એલચી.
સિંહઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, સોપારી, મકાઈ, રાઈ, બદામ, કોઈ ફળ.
કન્યાઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, નાગરવેલનું પાન, સોપારી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ.
તુલાઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, પતાસા, સાકર, ગાયના ઘીમાં પલાળેલ 5 એલચી.
વૃશ્ચિકઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, લાલ ચણોઠી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ.
ધનઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલ હળદરનો ગાંઠિયો, સોપારી.
મકરઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, નાગરવેલનું પાન, સોપારી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ, ગુગળ.
કુંભઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, નાગરવેલનું પાન, સોપારી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ, ગુગળ.
મીનઃ- ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલ હળદરનો ગાંઠિયો, સોપારી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.