બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accident on Dwarka-Porbandar Highway: 2 killed as car overturns

દુર્ઘટના / દ્વારકા-પોરબંદર હાઇવે પર ભીષણ અકસ્માત: કાર પલટી મારતા 2નાં મોત, 5 ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

Malay

Last Updated: 12:07 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident on Dwarka Highway: દ્વારકા-પોરબંદર હાઈવે પર ભીમપરા ગામ પાસે અકસ્માત સર્જાતા 2 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. તો 5 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • દ્વારકા-પોરબંદર હાઇવે પર ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોમાંથી 2ના મૃત્યુ
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

ગુજરાતમાં આજે સવારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. દ્વારકા-પોરબંદર હાઈવે પર અકસ્માત સર્જાતા 2 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ભીમપરા ગામ પાસે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, દ્વારકા-પોરબંદર હાઈવે પર ભીમપરા ગામ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરાતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે દોડી આવી હતી. જે બાદ સ્થાનિકો મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

કારમાં સવાર અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત 
હાઇવે પર કાર પલટી મારી જતાં એક બાળક અને પુરૂષનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. તમામ ઈજાગ્રસ્તો પૈકી એક મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને જામનગર રિફર કરાયા છે. 

પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાળકનું નામ પ્રિન્સ હોવાનું અને અન્ય એક વ્યક્તિનું નામ અનિલ બારોટ હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તમામના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ