બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / AC-cooler air will become expensive at night, know what Modi government is preparing

કવાયત / અચ્છે 'દિન', મોંઘી રાતો! રાત્રે મોંઘી થઈ જશે AC-કૂલરની હવા, જાણો શેની તૈયાર કરી રહી છે મોદી સરકાર

Priyakant

Last Updated: 01:42 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Electricity Bill News: સમગ્ર દિવસ દરમિયાન એક જ દરે વીજળીનું બિલ ભરવાને બદલે ગ્રાહકો દિવસના જુદા જુદા સમયે વીજળી માટે અલગ-અલગ ચાર્જ ચૂકવશે

  • દિવસે સસ્તી, રાત્રે મોંઘી થઈ શકે વીજળી
  • વીજળીનું બિલ નક્કી કરવા માટે નવો નિયમ આવી શકે 
  • દિવસના સમયે વીજ બિલમાં 20% સુધીની થઈ શકે છે બચત  
  • રાત્રિના સમયે ગ્રાહકોને 10 થી 20 ટકા વધુ વીજળીનું બિલ ચૂકવવું પડી શકે 

કેન્દ્ર સરકાર હવે દેશમાં વીજળીનું બિલ નક્કી કરવા માટે નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ પછી ગ્રાહકો દિવસના સમયે વીજ બિલમાં 20% સુધીની બચત કરી શકે છે. પરંતુ રાત્રિના સમયે ગ્રાહકોને 10 થી 20 ટકા વધુ વીજળીનું બિલ ચૂકવવું પડી શકે છે. આ માટે વીજળી (ગ્રાહકોના અધિકારો) નિયમો 2020માં જરૂરી સુધારા કરીને ટાઇમ ઑફ ડે (TOD) ટેરિફની સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

સમગ્ર દિવસ દરમિયાન એક જ દરે વીજળીનું બિલ ભરવાને બદલે ગ્રાહકો દિવસના જુદા જુદા સમયે વીજળી માટે અલગ-અલગ ચાર્જ ચૂકવશે. આ રીતે તેઓ તેમના વીજળીના વપરાશનું સંચાલન કરીને સરળતાથી વીજળીના બિલની બચત કરી શકશે. TOD સિસ્ટમના અમલીકરણ સાથે ગ્રાહકો વીજળીના પીક અવર્સ દરમિયાન કપડાં ધોવા અને રસોઈ કરવા જેવા વધુ વીજળી વપરાશના કાર્યો કરવાથી દૂર રહી શકશે. આનાથી તેઓ વીજળીના બિલમાં બચત કરી શકશે. પરંતુ રાત્રિના સમયે એસી અથવા અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ કરવા પર વધુ વીજળીનું બિલ ચૂકવવું પડશે.

સૌર કલાકો કેટલા લાંબા હશે?
દિવસ દરમિયાન વીજળીનું બિલ ઘટશે કારણ કે સૌર ઊર્જાથી ચાલતી વીજળી દિવસ દરમિયાન પૂરી પાડવામાં આવશે. સરકારનું કહેવું છે કે, આ પગલાથી કોલસા આધારિત પાવર પ્લાન્ટમાંથી બનેલી વીજળીની માંગમાં ઘટાડો થશે. ગ્રાહકો સૌર કલાક (દિવસના 8 કલાક) દરમિયાન વીજ વપરાશનું સંચાલન કરીને બિલમાં 20% સુધીની બચત કરી શકે છે. પરંતુ જો તમે રાત્રિ દરમિયાન વધુ વીજળીનો ઉપયોગ કરો છો, તો તમારે સામાન્ય કરતાં વધુ વીજળી ચૂકવવી પડશે. કારણ કે પીક અવર્સમાં ટેરિફ 10-20 ટકા વધુ હશે.

આ સિસ્ટમ ક્યારે અમલમાં આવશે?
સત્તાવાર રીલીઝ મુજબ TOD ટેરિફ 1 એપ્રિલ, 2024 થી 10 kW અને તેથી વધુની મહત્તમ માંગ ધરાવતા વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે લાગુ થશે. આ પછી 1 એપ્રિલ, 2025 થી કૃષિ ગ્રાહકો સિવાય અન્ય તમામ ગ્રાહકો માટે TOD સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જોકે સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો માટે આ સિસ્ટમ ત્યારે જ લાગુ થશે જ્યારે તેઓ આવા મીટર ઇન્સ્ટોલ કરશે.

સમગ્ર દિવસ દરમિયાન એક જ દરે વીજળીનું બિલ ભરવાને બદલે, ગ્રાહકો દિવસના જુદા જુદા સમયે વીજળી માટે અલગ-અલગ ચાર્જ ચૂકવશે. આ રીતે તેઓ તેમના વીજળીના વપરાશનું સંચાલન કરી શકશે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે જણાવ્યું કે, TOD એ ગ્રાહકોની સાથે પાવર સિસ્ટમ માટે એક જીત-જીતનો સોદો છે. આમાં પીક અવર્સ-સોલર અવર્સ અને સામાન્ય કલાકો માટે અલગ-અલગ ટેરિફનો સમાવેશ થાય છે. TOD ટેરિફની જાગૃતિ અને અસરકારક ઉપયોગ સાથે ગ્રાહકો તેમના વીજ બીલ ઘટાડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ