બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / AAP MLA Chaitar Vasava will contest the Lok Sabha elections from Bharuch

BIG NEWS / હવે ચૈતર વસાવા ભરૂચથી લડશે લોકસભા ઇલેક્શન! 2024ની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીનું મોટું એલાન

Priyakant

Last Updated: 11:09 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP MLA Chaitar Vasava Latest News: ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીની મિટિંગ કરી કાર્યકર્તાઓને કામે લાગવા સૂચના આપી, માત્ર પોલીસ અને કોર્ટથી ન્યાય મળશે તે આશાથી બેસી શકાય નહીં

  • 2024માં લોકસભામાં ભરુચથી લડશે ચૈતર વસાવા: ગોપાલ ઇટાલીયા
  • આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે  
  • તેમના પર સત્તાધારી પાર્ટી દ્વારા ખૂબ જ અત્યાચાર કરાઇ રહ્યો છે-ઇટાલીયા 
  • લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈને સંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવીશું-ઇટાલીયા 

AAP MLA Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આપ નેતા ગોપાલ ઇટાલીયાએ ચૈતર વસાવાને લઈ મોટું નિવેદન આપ્યું છે. ગોપાલ ઇટાલીયાએ ડેડીયાપાડા ખાતે જાહેરાત કરી કે, 2024માં લોકસભા ચૂંટણીમાં ભરુચથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. નોંધનિય છે કે વન કર્મીઓ પર હુમલો, હવામાં ફાયરિંગ સહિતના ગુનામા દેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે.
 
ભરૂચના રાજકારણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે કે, ગોપાલ ઇટાલીયાએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભરુચથી ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવું નિવેદન આપ્યું છે. ડેડીયાપાડા ખાતે  આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ચૈતર વસાવા પર સત્તાધારી પાર્ટી દ્વારા ખૂબ જ અત્યાચાર કરાઇ રહ્યો છે. જેથી હવે અમે લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈને સંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવીશું . 

પોલીસ-કોર્ટથી ન્યાય મળશે તે આશાથી બેસી શકાય નહીં-ઇટાલીયા
ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે મળેલી AAPની બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચના સાંસદ બનાવીને જ ન્યાય અપાવવાનો નિર્ણય લેવાયો છે. સર્કિટ હાઉસ ખાતે AAP પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, હવે ચૈતર વસાવા ન તો કોર્ટમાં જશે કે ન પોલીસ પાસે તેઓ સીધા લોકસભાની ચૂંટણીમાં હાજર થશે. આ બેઠકમાં AAPના આગેવાનો અને કાર્યકરોને આજથી જ ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ગામે ગામ અને ઘરે ઘરે લોક સંપર્ક કરી ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવા કામે લાગી જવા આહવાન કરાયું હતું. 

ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા દોઢ મહિનાથી ફરાર
નોંધનિય છે કે, વન કર્મીઓ પર હુમલો, હવામાં ફાયરિંગ સહિતના ગુનામાં ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે. ભૂગર્ભમાં રહેલા ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ બાદ હાઇકોર્ટે પણ ફગાવી દીધી હતી. આ તરફ હવે ભૂગર્ભમાં રહેલા MLA ચૈતર વસાવા સામે બે જ વિકલ્પ બાકી રહ્યા હતા ક્યાં તો પોલીસ સમક્ષ હાજર થઈ જાય અથવા તો આગોતરા મેળવવા સુપ્રીમ કોર્ટમાં દ્વાર ખખડાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ