બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Aakash Chopra was cheated of Rs 33 lakh, former cricket son defrauded him

ક્રિકેટ / World Cup માં કોમેન્ટ્રી કરતાં આકાશ ચોપડા સાથે જ છેતરપિંડી: પૂર્વ અધિકારી જ 33 લાખની ટોપી પહેરાવી ગયો!

Megha

Last Updated: 05:09 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આકાશ ચોપરાએ કમલેશ પરીખ અને તેના પુત્રને જૂતાના વ્યવસાયમાં મદદ કરવા માટે 57.80 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા અને 33 લાખની રકમ ન મળતાં પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

  • પૂર્વ ઓપનર બેટ્સમેન અને કોમેન્ટેટર આકાશ ચોપરા સાથે છેતરપિંડી 
  • 57.80 લાખ રૂપિયા આપ્યા હતા પણ 33 લાખની રકમ હજુ મળી નથી 
  • બિઝનેસ વધારવા માટે આકાશ ચોપરા પાસેથી પૈસા ઉછીના લીધા હતા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન અને કોમેન્ટેટર આકાશ ચોપરા સાથે 33 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આકાશ સાથે આ છેતરપિંડી હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ અધિકારી કમલેશ પરીખ અને તેના પુત્ર ધ્રુવ પરીખે કરી છે. આકાશ ચોપરાએ બંનેને 57.80 લાખ રૂપિયા લોન તરીકે આપ્યા હતા, જે તે હવે પરત કરી રહ્યા નથી. આ સંદર્ભે આકાશે બંને વિરુદ્ધ FIR નોંધાવી છે. 

વાસ્તવમાં સમગ્ર મામલો એમ છે કે આકાશ ચોપરાએ કમલેશ પરીખ અને તેના પુત્રને જૂતાના વ્યવસાયમાં મદદ કરવા માટે 57.80 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. દરમિયાન, 24.80 લાખની રકમ આકાશને પરત કરવામાં આવી હતી, પરંતુ ઘણા પ્રયત્નો બાદ પણ બાકીની 33 લાખની રકમ ન મળતાં તેણે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ અધિકારીઓ કમલેશ પરીખ અને ધ્રુવ પરીખ આગ્રામાં સ્પોર્ટ્સ અને શોપના માલિક છે. બંનેએ પોતાનો બિઝનેસ વધારવા માટે આકાશ ચોપરા પાસેથી પૈસા ઉછીના લીધા હતા.

માત્ર આકાશ ચોપરા જ નહીં, ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર દીપક ચહરને પણ સ્પોર્ટ્સ એન્ડ શોપના માલિકે છેતર્યા હતા. આ મામલે દીપકે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે આ સમગ્ર મામલે હરિપર્વત પોલીસ સ્ટેશન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આકાશ ચોપડા સાથે 33 લાખ રૂપિયાની છેતરપિંડી ખૂબ જ હાઈપ્રોફાઈલ કેસ બની ગયો છે.

આકાશ વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ નથી
જણાવી દઈએ કે આકાશ ચોપડા તેની રમત કરતાં તેની કોમેન્ટ્રી માટે વધુ હેડલાઈન્સ મેળવે છે. જો કે, તે ICC ODI વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ નથી, જેના કારણે ફેન્સ તેને ખૂબ મિસ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ