બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A youth looted 1.3 lakhs from an ATM in Dhrangadhra Surendranagar

સાબદા રહેજો / CCTV: જુઓ તો ખરા ખબર પણ ન પડીને ATM કાર્ડ બદલી નાખ્યું, ધ્રાંગધ્રામાં ગઠિયો 1.3 લાખ લૂંટી ગયો

Mahadev Dave

Last Updated: 05:16 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ATM કાર્ડ બદલી ગઠિયો 1.3 લાખ સેરવી ગયો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે

  • ધ્રાંગધ્રામાં ગઠિયા 1.3 લાખ સેરવી ગયા
  • ATM કાર્ડ બદલી ગઠિયો રૂપિયા ઉઠાવી ગયો
  • ઠગાઈની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

ATM સેન્ટરમાં બનતા છેતરપિંડીના કિસ્સાઓને લઈને કાર્ડધારકોએ સાબદા રહેવાની જરૂર છે. આવી સ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કાર્ડધારકોની આંખ ઉઘાડી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ATM કાર્ડ બદલી ગઠિયો 1.3 લાખ સેરવી ગયો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઠગાઈની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ  સામે આવ્યા છે.જેમાં ખબર પણ ન પડે તે રીતે શાતિરતા વાપરી આરોપીએ રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ મામલે ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી આરંભી છે.


પોલીસે તપાસ તેજ બનાવી

ચોરી, ઠગાઈ, છેતરપિંડીની નિતનવી ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના રેલવે સ્ટેશન સામે આવેલ ગેસ્ટહાઉસ નજીક રહેતા ભગાજીભાઈ વણઝારાનો પુત્ર તેના પિતાનું એટીએમ કાર્ડ લઈને રૂપિયા ઉપાડવા ગયો હતો. આ દરમિયાન પુત્ર રૂપિયા ઉપાડયા વગર જ ઘરે આવ્યો હતો. પરંતુ ખાતામાંથી 1.3 લાખ રૂપિયા ઉપડી જતા ઉપડી જતા ભગાજીભાઈ તાબડતોબ બેંકને જાણ કરવા દોડી ગયા હતા અને પોલીસને ફરિયાદ કર્યા બાદ સીસીટીવી તપાસતા બે શખ્સોએ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને હાલ આરોપી સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ બનાવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

ATM CCTV Dhrangadhra surendranagar છેતરપીંડી સુરેન્દ્રનગર surendranagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ