બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A young man from Rajkot bought land on the moon to give his wife a birthday gift

યે ચાંદ સા રોશન ચહેરા / રાજકોટના ચેતને પત્નીના જન્મદિવસ પર ખરીદી ચંદ્ર પર જમીન, સરપ્રાઈઝથી 'ખુશી' અપાર

Kishor

Last Updated: 12:00 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમા પત્નીને જન્મદિવસની અનોખી ગિફ્ટ આપવા માટે યુવાને ચંદ્ર પર જમીન એક એકર જમીન ખરીદી નાખી છે.

  • પત્નીને ભેટ આપવા રાજકોટના યુવાને ખરીદી ચંદ્ર પર જમીન
  • ચંદ્રયાન 3 સફળ લેન્ડિંગ થતા રાજકોટના યુવાને કર્યું સાહસ
  • એક એકરની લગભગ રૂ.૩ લાખ કિંમતે લીધી છે જમીન 

અનેક સેલિબ્રિટી સહિત ઘણાં લોકો ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. ત્યારે હવે સુરતના સુરતના વિજય કથીરિયા બાદ રાજકોટના યુવાનનું પણ નામ જોડાયું છે. રાજકોટમાં પત્નીને જન્મદિવસની ક્યારેય ભુલાય તેવી મૂલ્યવાન ગિફ્ટ આપવામાં આવી છે. રાજકોટના યુવાને ખરીદી ચંદ્ર પર જમીન ખરીદી છે. નોંધનીય છે કે આજે ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ થયું છે ત્યારે રાજકોટના યુવાને આ  સાહસ ખેડયું છે. મહત્વનું છે કે ચેતન જોશીના પત્ની ખુશી જોશીનો જન્મદિવસ હોવાથી ચેતને ગિફ્ટ આપવા માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી હતી. 

પતિનાં સરપ્રાઈઝ ગિફ્ટ થી પત્ની ખુશી ખુબજ ખુશ

રાજકોટના ચેતનભાઈ જોષીના જણાવાયા અનુસાર તેને પત્નીને જન્મદિવસ પર ખુશ કરવા માટે મારે નવી ગિફ્ટ આપવી હતી. બાઈક, કાર, ઘર, કપડા સહિત વસ્તુતો લોકો આપતા જ હોય છે ત્યારે હાલ ચંદ્રયાન-3 સૌથી વધુ ટ્રેન્ડિંગમાં હોવાથી જમીન ખરીદવાનો વિચાર આવ્યો. બાદમાં યુએસની કંપનીને અરજી કરી અને 15 દિવસની જ કાર્યવાહી પૂર્ણ કરી હતી. બાદમાં નાસામાં તેમને પેમેન્ટ કરીને તેને પોતાની પત્નીને  1 એકર જમીન ગીફ્ટ આપી છે.

ખુશીબેન ખુબ ખુશ થયા હતા
એક એકરની લગભગ રૂ.૩ લાખ કિંમતે જમીન લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પતિનાં સરપ્રાઈઝ ગિફ્ટથી પત્ની ખુશીની ખુશી બમણી થઈ ગઈ હતી. ચેતનભાઈ જોષીના પત્ની ખુશીબેને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મને કાંઈ જાણ જ ન હતી. પ્રથમ તો પોતે માન્યા પણ નહીં પછી તમામ કાગળો બતાવતા ખુશીબેન ખુબ ખુશ થયા હતા..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ