બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / A woman named Maltiben, in charge of Surat's civic center, died of a heart attack

સિલસિલો.. / હાર્ટએટેક કોઈને નથી મૂકતો, સુરતમાં સિવિક સેન્ટરના ઈન્ચાર્જનું હૃદયરોગથી મોત, શ્વાસ લેવામાં પડી હતી તકલીફ

Dinesh

Last Updated: 09:32 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat news : સુરતના સિવિક સેન્ટરના ઇન્ચાર્જ માલતીબેન નામની મહિલાનું હાર્ટ એટેકથી મોત, શ્વાસ લેવામાં તકલીફ પડતા ઇન્ચાર્જને હોસ્પિટલ ખસેડાયા હતા

  • સુરતના સિવિક સેન્ટરના ઇન્ચાર્જનું હ્રદય રોગથી મૃત્યુ
  • માલતી બેન નામના રાંદેર ઝોનના ઇન્ચાર્જનું મૃત્યુ
  • શ્વાસ લેવામાં તકલીફ પડતા ઇન્ચાર્જને ખસેડાયા હતા હોસ્પિટલ


રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. હોર્ટ એટક શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. હવે નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય છે. ગુજરાતના અનેક સ્થળોથી રોજે રોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા ઢળી જાય છે, જેનું કારણ તપાસીએ ત્યારે માલૂમ પડે છે કે, હૃદયરોગના અચાનક હુમલાથી આ મૃત્યુને ભેટ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  સુરતના સિવિક સેન્ટરના ઇન્ચાર્જનું હ્રદય રોગથી મૃત્યુ થયું છે

મૃતકની તસવીર

સુરતમાં મહિલાનું હોર્ટ એટેકથી મોત 
સુરતના સિવિક સેન્ટરના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા માલતી બેનનું હાર્ટ એટકથી મૃત્યુ થયું છે. માલતી બેન રાંદેર ઝોનના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતા. અત્રે જણાવી ક, તેમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં, જો કે તે સારવાર પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. 

ગમે ત્યારે આવી શકે છે હાર્ટ અટેક! હૃદયના હુમલાથી બચવા માટે આટલી બાબતો  ક્યારેય ન કરતાં ઇગ્નોર | A heart attack can happen at any time! Never  ignore these things to avoid

અગાઉ 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતુ 
બે દિવસ અગાઉ સુરતમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા 28 વર્ષના રાજ મોદી નામના યુવકનું મૃત્યુ નિપજ્યું હતુ. એકના એક પુત્રના અકાળે અવસાથી પરિવારમાં માતમ છવાયો છે. મૃતકના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, ગયા અઠવાડિયે પણ જૂનાગઢ, જામનગર અને સુરતમાં ગરબા રમતાં-રમતાં યુવકના મોત થયાની ઘટના સામે આવી ચૂકી છે.

હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરતાં |  Early Signs of a Heart Attack

હૃદયને તણાવમુક્ત કેમ રાખવું?
- ખાનપાનની આદત બદલવી
- લીલા શાકભાજી, ફળ, ડ્રાયફ્રૂટ્સ વધારે ખાવા
- જંકફૂડ, એસિડિક ફૂડ ઓછું ખાવુ
- શારીરિક શ્રમ કરવો જેથી હૃદય અને મગજ બંનેને ફાયદો થાય
- પ્રકૃતિ મુજબ બાયોલોજિકલ ક્લોક રહે તો આરોગ્ય સારુ રહે
- મનને પણ શાંત બનાવવું
- ધ્યાન ધરવું, વાંચન કરવું, મનને એકાગ્ર કરવું
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ