બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / A woman constable died of a heart attack in Bhavnagar

ગમગીની / ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ પરેડમાંથી ઘરે ગઈ, અચાનક હાર્ટ બેસી જતાં થયું મોત, પોલીસ બેડામાં શોક

Vishal Khamar

Last Updated: 07:01 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં મહિલા કોન્સ્ટબલનું હાર્ટ એટેકથી મૃત્યું થયું છે. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યું નિપજ્યું છે. મહિલા કોન્સ્ટેબલનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.

  • ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યુ
  • હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યુ
  • પરેડમાંથી ઘરે ગયા બાદ હાર્ટ એટેક આવ્યો હતો

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મહિલા ભાવનગરમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા.
પોલીસે બેડા સહિત પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ
ભાવનગરમાં હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કવિતા બારૈયાનું હાર્ટ એટેકથી અચાનક જ મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. પરેડમાંથી ઘરે ગયા બાદ અચાનક જ મહિલાને હાર્ટ એટેક આવતા પરિવારજનો દ્વારા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. મહિલા કોન્સ્ટેબલનું અચાનક જ મોત નિપજતા પોલીસ બેડા સહિત પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. 

હાર્ટ એટેક આવવાના શું કારણો છે?
હાર્ટ એટેક  આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ VTVને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે. 

એમડી ડોક્ટર મયંક ઠક્કરે હોર્ટ એટેકને લઈ શું જણાવ્યું ?
કોરોના સ્પેશિયાલિસ્ટ અને એમડી ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, લાંબો સમય કોરોના ચાલ્યો હોય તો લોહી ઘટ રહેતું હોય એવું બને તો હાર્ટ એટેક આવી શકે. અથવા વધુ પડતું ક્ષમતા બહારનું વર્ક કરો તો પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહે છે આનું એક જ સોલ્યુશન છે. છ કે બાર મહિને રિપોર્ટ કરાવી હેલ્થ ચેકઅપ કરતું રહેવું પડે. જેમાં ચરબીનું પ્રમાણ લોહીની ઘટ છે કે નહીં તે જોતું રહેવું પડે. રિપોર્ટ કરવાતું રહેવું તેની જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ