બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / A video of thousands of antelopes crossing the road in Bhal area of Bhavnagar has gone viral

VIDEO / ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળે છે આવો નજારો: ભાવનગરમાં કાળિયાર હરણના મનમોહક દ્રશ્યો, વીડિયો વાયરલ

Malay

Last Updated: 02:56 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Viral Video: ભાવનગરના ભાલ વિસ્તારમાં રોડ ક્રોસ કરતા હજારો કાળિયાર હરણનો વીડિયો વાયરલ, એક કે બે નહીં હજારથી વધુ કાળિયારનો કાફલો જોઇને ગદગદીત થઇ જશો.

  • હજારો કાળિયાર હરણના મનમોહક દ્રશ્યો 
  • ભાવનગરના ભાલ વિસ્તારમાં વિચરી રહ્યા છે કાળિયાર
  • ભાગ્યે જ જોવા મળે છે હજારો કાળિયારનો કાફલો
  • વર્ષાઋતુમાં વનરાજીમાં વિચરતા જાજરમાન પ્રાણીઓ

ભાવનગરના વેળાવદરના અભ્યારણમાં માનવ વસ્તીના અતિરેક વચ્ચે પણ 7 હજારથી વધુ કાળિયાર પોતાની કુદરતી રહેઠાણમાં વસવાટ કરે છે. ત્યારે ભાવનગરના ભાલ વિસ્તારમાં રસ્તો ઓળંગતા હજારો કાળિયાર હરણના મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ભાવનગરના DCF સાદિક મુંજાવરે પોતાના કેમેરામાં કેદ કરેલા આ દ્રશ્યો આખા વર્ષ દરમિયાન ભાગ્યે જ જોવા મળે છે. 

હરણો રસ્તા પરથી થઈ રહ્યા છે પસાર
વીડિયોમાં જોઈ શકાય છે, રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી એક સાથે હજારો કાળિયાર હરણો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા કાળિયારનું ટોળું જોવા મળી રહ્યું છે.

અગાઉ જોવા મળ્યું હતું 7 હજાર કાળિયારનું ટોળું
ચોમાસામાં કાળિયાર એકસાથે જૂથમાં જોવા મળતા હોય છે. નેશનલ પાર્કમાં અગાઉ એકસાથે 7 હજારના જૂથમાં પણ કાળિયાર જોવા મળ્યા હતા. વર્ષાઋતુમાં તમામ વન્યજીવો પોતાના બચ્ચાઓને જન્મ આપે છે અને લીલોતરી વચ્ચે તેમના માટે ભોજન અને પાણી પ્રચુર માત્રામાં ઉપલબ્ધતા રહે છે. આ સમયે જંગલ વિસ્તારમાં નાના કિટકોથી લઇ જાજરમાન વન્યપ્રાણીઓ પણ પરિવાર સાથે જંગલમાં વિચરતા જોવા મળે છે.

7000 કરતાં વધુ કાળિયાર કરી રહ્યા છે વસવાટ
આપને જણાવી દઈએ કે, ભાવનગર જિલ્લાના વેળાવદર પાસે વર્ષ 1976માં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામા આવી હતી. એ સમયે ઉદ્યાનનો આરક્ષિત વિસ્તાર 17.88 ચોરસ કિમીનો હતો. ત્યાર બાદ સમયાંતરે એમાં વધારો થતાં હાલ 34 કિલોમીટરનો આરક્ષિત વિસ્તાર છે. એક અંદાજ મુજબ, હાલ અહીં 7000 કરતાં વધુ કાળિયાર વસવાટ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ