બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / A two-day-old girl was found in Ahmedabad

હૃદયદ્રાવક / અમદાવાદમાં એક-બે દિવસની કુમળી બાળકીને ત્યજી દેવાઈ, છેલ્લા 15 દિવસમાં ત્રીજી ઘટનાથી વધી ચિંતા

Parth

Last Updated: 03:17 PM, 5 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચોરી લૂંટપાટની જેમ જ હવે નાના બાળકો ત્યજી દેવાના મામલા વધી રહ્યા હોવાથી ચિંતા વધી છે.

  • શહેરમાં લૂંટ અને ચોરી બાદ બાળકો મળી આવવાની ઘટનામાં વધારો 
  • 15 દિવસમાં શહેરમાં ત્રણ સ્થળે મળ્યા બાળકો
  • બાળકીના પરિવારજનોને શોધવા કવાયત

અમદાવાદના કૃષ્ણનગરમાં નવજાત બાળક મળ્યું
અમદાવાદમાં નાના બાળક મળવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં 3 જેટલા બાળકો મળી આવ્યા છે. અમદાવાદમાં એક નાનકડી બાળકી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મંદિર પાસે amts બસ સ્ટેન્ડ પરથી મળી આવી. ગત રાત્રે 12  આગે સ્થાનિકને બાળક રડવાનો અવાજ આવતા તપાસ કરતા મામલો સામે આવ્યો. જે બાદ સ્થાનિક પોલીસને સમગ્ર મામલે જાણ કરાતા કૃષ્ણનગર પોલીસે બાળકીના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જોકે જ્યાંથી બાળકી મળી આવી ત્યાં CCTV નહીં હોવાથી અને જે છે તે cctv બંધ હોવાથી પોલીસે સ્થાનિકોની પૂછપરછ શરૂ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે બાળકી એક બે દિવસની જ છે. જેથી આસપાસની હોસ્પિટલમાં બાળકીની ડિલિવરી થઈ હોય શકે છે. અથવા તો બહારથી બાળકને લાવી AMTS બસ સ્ટેન્ડમાં મૂકી દેવામાં આવ્યું છે. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. 

છેલ્લા 15 દિવસમાં 3 નવજાત બાળક મળ્યા
ઉલ્લેખનીય છે કે અગાઉ 14 ઓક્ટોબરે શ્રીનંદ સિટી પાસે જ્યારે 29 ઓક્ટોબરે અમરાઈવાડીમાં મહાલક્ષ્મી નગર પાસે બાળક મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અવારનવાર બાળક મળી આવવાની ઘટનાથી સમાજમાં માનવીય મૂલ્યોનું કેટલી હદે પતન થઈ ગયુ છે તે જાણી શકાય છે, તથા વારંવાર નવજાત બાળકને ત્યજવાની ઘટના એ આદર્શ સમાજના લક્ષણ નથી અને તે ખુબજ ચિંતાજનક છે. કૃષ્ણનગરમાં મળી આવેલ બાળકી પહેલા 14 ઓક્ટોબરે વેજલપુરમાં શ્રીનંદ સીટી પાસે જ્યારે 29 ઓક્ટોબરે અમરાઈવાળીમાં મહાલક્ષ્મી નગર પાસે બાળક મળી આવેલ. તો તે પહેલાં પેથાપુરમાં બાળક મળી આવ્યું હતું.  ત્યારે બાળકોને ત્યજી દેનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને આવી શર્માસાર કરતી ઘટના પર નિયંત્રણ લાવવા પોલીસે તપાસ શરૂ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ