બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સંબંધ / A Thai couple holds the record for the longest kiss in the Guinness Book of Records

જાણવા જેવું / લાલચોળ થઈ ગયા: 58 કલાક 35 મિનિટ સુધી એકબીજાને ચુંબન કરતું રહ્યું કપલ, એવો રેકોર્ડ કે ગિનિસ બુક પણ હેરાન

Dinesh

Last Updated: 11:24 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચુંબનના જોખમને જોતા ગિનિસ બુક દ્વારા આ સ્પર્ધા નાબૂદ કરવામાં આવી છે, સ્પર્ધકોના શરીર અને મન પર ખરાબ અસર પડે છે

  • ગિનિસ બુકમાં સૌથી લાંબી ચુંબનનો રેકોર્ડ થાઈ કપલના નામે
  • 58 કલાક 35 મિનિટ સુધી સતત કિસ કરી થાઈ કપલે
  • વૃદ્ધ દંપતીએ વૃદ્ધાવસ્થામાં 1 કલાક 38 મિનિટ ચુંબન કર્યુ હતું


ગિનિસ બુકમાં અનેક પ્રકારના ચિત્ર-વિચિત્ર વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા છે. એક સમય એવો પણ હતો કે, જ્યારે ગિનિસ બુકમાં સૌથી લાંબી ચુંબનનો રેકોર્ડ નોંધાવવામાં આવતો હતો પરંતુ પછી આ કેટગરીનો રકોર્ડ બંધ કરવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે, દુનિયામાં સૌથી લાંબી કિસ કરવાનો વર્લ્ડ રેકોર્ડ એક થાઈ કપલના નામે છે. જેમણે 58 કલાક 35 મિનિટ સુધી સતત કિસ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. 2013માં આ લાંબા ચુંબન સાથે આ કપલે અગાઉનો રેકોર્ડ તોડી દીધો હતો.

થાઈ યુગલના નામે રકોર્ડ
તમને જણાવી દઈએ કે, 12 ફેબ્રુઆરી 2013ના રોજ થાઈલેન્ડના પટાયામાં કિસિંગની જોરદાર સ્પર્ધા યોજાઈ હતી અને જેમાં લગભગ 9 કપલ્સે ભાગ લીધો હતો. ખાસ વાત એ છે આ સ્પર્ધામાં એક 70 વર્ષીય દંપતીએ ભાગ લીધો હતો. વૃદ્ધ દંપતી તેમની વૃદ્ધાવસ્થામાં માત્ર 1 કલાક 38 મિનિટ જ મેદાનમાં રહી શક્યું હતું તેમજ આ કોમ્પિટિશનના અંતમાં 4 કપલ સ્પર્ધામાં ટકી રહ્યાં હતાં. જે દરમિયાન  50 કલાક 25 મિનિટ સુધી કિસ કરવાના જૂના રેકોર્ડને પણ આંબી લેવામાં આવ્યો હતો. થાઈ યુગલ એક્કાચાઈ અને લકસાના 58 કલાક 35 મિનિટ સુધી ચુંબન કરી આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. અત્રે જણાવીએ કે, આ પહેલા પણ આ રેકોર્ડ એકાચાઈ અને લકસનાના નામે જ હતો. 

શરીર અને મન પર ખરાબ અસર પડે
ચુંબનના જોખમને જોતા આ મામલે ગિનિસ બુક દ્વારા આ સ્પર્ધા નાબૂદ કરવામાં આવી. આમાં ઘણો સમય લાગે છે, જેના કારણે સ્પર્ધકોના શરીર અને મન પર ખરાબ અસર પડે છે. ઊંઘ અને માનસિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ગિનિસ બુકે આ આ રેકોર્ડ માટેની સ્પર્ધા હટાવવાનો નિર્ણય લીધો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 1999માં ઈઝરાયેલી દંપતી ત્ઝુબેરા અને ડ્રોર ઓરપાઝે 30 કલાક અને 45 મિનિટ સુધી કિસ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ