બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / A terrible storm will come again in Gujarat! Good news for government employees, gold prices rose

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં ફરી આવશે ભયંકર વાવાઝોડું! સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, આ સોનું તો ક્યાં પહોંચ્યું

Dinesh

Last Updated: 12:01 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગની આગાહી મુજબ સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે જે 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે, આ સિસ્ટમનું હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે

gujarat wethar updated : હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમના કારણે એક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જે 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. આ સિસ્ટમનું હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એવી સંભાવના છે કે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે, જોકે આ વાવાઝોડાનો ટ્રેક કઈ દિશા તરફ રહેશે તે કહેવું અત્યારના સંજોગોમાં મુશ્કેલ છે, જોકે ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા પ્રબળ બની છે. ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ વેધર મોડલની આગાહી મુજબ આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી શકે છે.

ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ! ભારે પવન સાથે વરસાદ આ જિલ્લા પર તૂટી પડશે,  જાણો ક્યારે | The threat of cyclone is looming over Gujarat

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

7th Pay Commission: કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે તેને 42 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવ્યો છે.નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા જ મોટી ભેટ આપીને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આ પછી તેમને મળતું DA હવે 42 ટકાથી વધીને 46 ટકા થઈ ગયું છે. પહેલેથી જ એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે પણ 4% DA વધારો મળી શકે છે. સરકારના આ નિર્ણયથી દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે અને તેઓના પગાર અને પેન્શનમાં જોરદાર વધારો થશે.નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો (4% DA Hike) કર્યા બાદ હવે તે વધીને 46 ટકા થઈ ગયો છે. તેનો લાભ 1 જુલાઈ, 2023થી મળશે.

union cabinet hikes dearness allowance central government employees ahead diwali festival

Vadodara news : રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારના મુદ્દે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓના પગારમાં 30 ટકાના વધારો કરાયો છે. જેને લઈ વડોદરાના કર્મચારીઓએ સરકારના નિર્ણયને લોલીપોપ સમાન ગણાવ્યો છે. કર્મચારીઓ કહ્યું કે, ફિક્સ પે નાબૂદ કરવાની માગણી હતી જેના બદલે પગાર વધારો અપાયો છે.કર્મચારીઓએ સરકારના આ નિર્ણય મુદ્દે કહ્યું કે, છ વર્ષ બાદ ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકા વધારો નજીવો કહેવાય અને સમાન કામ સમાન વેતનનો કાયદો હોવા છતાં ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાત સરકાર કર્મચારીઓ સાથે અન્યાય કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.વડોદરાના કર્મચારીઓએ જણાવ્યું કે, અમે 30 ટકા વધારાના નિર્ણયને આવકારીએ છીએ પરંતુ અમારી મૂળ માંગણી ફિક્સ પગાર નાબૂદ કરવાની હતી, તે માંગણી સરકાર પૂરી કરે તો વધારે સારૂ રહેશે. વધુમાં કહ્યું કે, બંધારણમાં પણ ઉલ્લેખ છે કે, સમાન વેતન સમાન કાયદાનો નિયમ પણ છે

Employees of Vadodara termed the government's fixed pay hike decision as a lollipop

ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2023-24માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 2થી 7 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. 150 પ્રતિ ક્વિ., ચણામાં રૂ. 105 પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ.200 પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

Support prices of wheat, barley, chickpea, lentil, raida announced for the year 2023-24

Navratri 2023: નવરાત્રી દરમિયાન ગરબાના સમયનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મોડીરાત સુધી ચાલતા ગરબાના કારણે લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઈકાર્ટે કહ્યું કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. મોડીરાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે HCમાં રજૂઆત કરી છે કે, SC અને HCનો હુકમ છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા માટે કોઈ સૂચના ન આપી શકે. નાગરિક દ્વારા મોડી રાત સુધી લાઉડ સ્પીકરોના કારણે પરેશાની થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નાગરિકની ફરિયાદ પર હાઈકોર્ટે કહ્યું કે, કોઈ નાગરિક 12 વાગ્યા પછી લાઉડ સ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. અગાઉ જે હુકમો પસાર થયા છે તેના પાલનની જવાબદારી પોલીસ વિભાગની છે. 

Controversy that Garba can be continued till late night during Navratri reached the High Court

ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો અને આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ કહ્યું કે આ હુમલામાં સામેલ લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં જાન-માલના દુ:ખદ નુકશાનથી ઊંડો આઘાત. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ. ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. આમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી દીધી છે. દિવાળી પહેલા આ સરકારની તરફથી કેન્દ્રીય કર્મચારીઓને એક મોટી ભેટ છે. નાણાકીય મંત્રાલયે મંગળવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2022-23 માટે આ બોનસની ગણતરી માટે વધારે સીમા 7,000 રૂપિયા નક્કી કરી છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર હેઠળ આવનાર Group B અને Group Cમાં આવનાર Non-Gazetted Employeesને પણ બોનસ મળે છે. તેના ઉપરાંત Adhoc Bonusનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક બળના કર્મચારીઓ અને આર્મ્ડ ફોર્સને પણ આપવામાં આવે છે. આ બોનસમાં 30 દિવસની સેલેરી બરાબર પૈસા મળે છે

modi government approves non productivity linked bonus adhoc bonus to these central employees

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આઝમ ખાન, તેમની પત્ની તંજીમ ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને નકલી જન્મ પ્રમાણપત્રના કેસમાં સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. અહીંથી ત્રણેયને સીધા જેલમાં લઈ જવામાં આવ્યાં હતા. નકલી જન્મ પ્રમાણપત્રનો આ કેસ 2017ની યુપી વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. ત્યારે અબ્દુલ્લા આઝમ રામપુરની સ્વાર વિધાનસભા સીટથી સપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં પણ તેમની જીત થઇ હતી. પરંતુ ચૂંટણી પરિણામો બાદ તેમની સામે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે અબ્દુલ્લા આઝમની ઉંમર બરાબર એટલી નથી જેટલી તેમણે ચૂંટણી ફોર્મમાં કરી હતી. અબ્દુલ્લાએ ધારાસભ્યની ચૂંટણી લડવા માટે ઉંમરના માપદંડને પૂરા કર્યા નથી. શૈક્ષણિક પ્રમાણપત્રમાં અબ્દુલ્લાની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1993 છે, જ્યારે જન્મ પ્રમાણપત્રના આધારે તેમના જન્મ પ્રમાણપત્રનો ઉલ્લેખ 30 સપ્ટેમ્બર, 1990 કરવામાં આવ્યો છે. આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી શરૂ થઈ અને અબ્દુલ્લાએ રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ નકલી હોવાનું જણાયું હતું. આ પછી સ્વાર બેઠક પરથી તેમની ચૂંટણી રદ કરવામાં આવી હતી.

SP leader Azam Khan, family handed 7-year jail term in fake birth certificate case

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓની સાથે-સાથે ખેડૂતોને પણ દિવાળીની મોટી ભેટ આપી છે. સરકારે કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને મોટી રાહત આપતાં DA અને DRમાં 4%નો વધારો કર્યો છે જે બાદ ડીએ અને ડીઆર 46% થયાં છે. કર્મચારીઓને જૂલાઈથી અત્યારસુધીનાં એરિયરની સાથે પૈસા મળશે. આ સિવાય સરકારે ખેડૂતોને રાહત આપતાં રવિ પાકના MSPમાં પણ વધારો કર્યો છે.કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતાં રવિ પાકનાં MSPમાં  વધારો કર્યો છે જે બાદ મસૂરની દાળનાં MSPમાં 425 રૂપિયા/ક્વિન્ટલ, સરસિયામાં 200 રૂપિયા ક્વિન્ટલ અને ઘઉંમાં 150 રૂપિયા/ક્વિન્ટલનો વધારો થયો છે. 

Modi Government DA DR MSP hike before dashera

રાજ કુંદ્રાની આવનારી ફિલ્મ યૂટી 69નું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે રાજને અશ્લીલ ફિલ્મો બનાવવાનાં આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યું. 2021માં તેની ધરપકડ થઈ અને આશરે 2 મહિના જેલમાં વ્યતિત કરવા પડ્યાં. 10 ઑક્ટોબરનાં રાજ, ફરાહ ખાન અને મુનવ્વર ફારુકીએ સાથે એક વીડિયો રિલીઝ કરીને ફિલ્મની ઘોષણા કરી હતી.ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે તેમણે જેલમાં કઈ રીતે દિવસો વિતાવ્યાં હતાં અને ત્યાંનો માહોલમાં તેમને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યો હતો.

Raj Kundra Movie UT 69 trailer is out, SHilpa shetty posted on instagram

ઉજળા વૈશ્વિક સંકેતોને પગલે સોનાની બજાર હાલ ગરમ જોવા મળી રહી છે. સોનાના ભાવમાં સારો એવો વધારો નોંધાતા હવે સામાન્ય પરિવારને સોનું ખરીદવું સપના સમાન સાબિત થઈ રહ્યું છે. ગઈકાલે બુધવારે 18 ઓક્ટોબર 2023 ના રોજ દિલ્હીના બુલેટિન માર્કેટમાં મજબૂત વૈશ્વિક સંકેતોને પરિણામે સોનું 500 રૂપિયા વધ્યું હતું અને આજે 10 ગ્રામ એટલે કે એક તોલા દીઠ સોનાના ભાવ 60,650 રૂપિયા જેવા નોંધાયા હતા. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં શાનદાર વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું મોટા ઉછાળા સાથે 1958 ડોલર પ્રતિ ઐસ પર કારોબાર કરી રહ્યું છે. એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો ફેડ રિઝર્વ નવેમ્બરમાં વ્યાજ દરમાં વધારાનો નિર્ણય નહીં કરે તો ડોલરની સતત મજબૂતી અટક્યા બાદ સોનાના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે.

Gold market is price during the festive season Price of 10 grams of gold is beyond the budget

World Cup 2023:  ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 16મી મેચ ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં કિવી ટીમે 149 રનથી મોટી જીત નોંધાવી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ