બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / A special drive of traffic police will be conducted in Ahmedabad

વાલીઓ ઍલર્ટ / અમદાવાદમાં ચાલશે ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, ભૂલથી પણ સગીર વાહન ચલાવતા પકડાયો તો દંડાશે

Malay

Last Updated: 09:48 AM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સગીરવયના બાળકોને વાહન ચલાવવા આપનાર વાલીઓ સાવધાન થઈ જજો. સગીરને વાહન ચલાવતા રોકવા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. જો કોઈ સગીર વાહન ચલાવતો ઝડપાશે તો પોલીસ તેના વાલીઓ સામે ફરિયાદ નોંધશે.

 

  • સગીરને વાહન ચલાવવા આપતા વાલીઓ ચેતી જજો
  • ટ્રાફિક પોલીસ વાહન ચલાવતા સગીરને પકડશે 
  • માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાશે

ભારતમાં વાહન ચલાવવાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વાહન ચલાવવું ગેરકાયદેસર છે. પરંતુ ઘણીવાર જોવામાં આવે છે કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો પણ આજકાલ રસ્તાઓ પર વાહન ચલાવે છે. માતા-પિતા પણ બાળકોને આ કરવાની છૂટ આપે છે, પરંતુ તેના લીધે તેઓ બાળકોના જીવ જોખમમાં મૂકે છે. જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના તમારા બાળકોને પણ વાહન ચલાવવાની મંજૂરી આપો છો, તો તમને ભારે દંડ સાથે જેલની સજા પણ થઈ શકે છે. સગીરને વાહન ચલાવવા આપતા વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "વાલીઓ સાવધાન! સગીરને વાહન ચલાવતા  રોકવા અમદાવાદમાં ચાલશે ટ્રાફિક પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવ  #AhmedabadTrafficPolice #vtvgujarati #vtvcard ...

ટ્રાફિક પોલીસ હાથ ધરશે સ્પેશિયલ ડ્રાઈવ
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સગીરને વાહન ચલાવતા રોકવા ટ્રાફિકની ખાસ ડ્રાઈવ હાથ ધરાશે. શહેરમાં સગીર વાહન ચલાવતા દેખાશે તો ટ્રાફિક પોલીસ પકડશે અને તેના માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. મહત્વનું છે કે, છેલ્લા 3 મહિનમાં 15 સગીરના માતા-પિતા સામે ગુનો નોંધાયો છે. ટ્રાફિક પોલીસે IPC કલમ 199 મુજબ ફરિયાદ નોંધી છે. આ ગુનામાં 3 વર્ષ સુધીની જેલની સજા તેમજ 25 હજારના દંડની જોગવાઈ છે.
 
વાલીઓ સામે નોંધશે ફરિયાદ
અમદાવાદમાં વાહન ચલાવતા સગીરોને પકડવા માટે ટ્રાફિક પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવશે. શહેરમાં ટ્રાફિક પોલીસ સ્કૂલ-ક્લાસિસની બહાર વોચ ગોઠવશે. જો કોઈ સગીર વાહન ચલાવતો ઝડપાશે તો પોલીસ તેના વાલીઓ સામે ફરિયાદ નોંધશે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, લાયસન્સ વગર વાહન ચલાવતા આ સગીરોને લીધે અકસ્માત થવાનું જોખમ વધી જાય છે. આવા કિસ્સા રોકવા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.

તાજેતરમાં અમદાવાદમાં નોંધાયો હતો ગુનો 
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ અમદાવાદમાં બાઇક અકસ્માતમાં સગીરનું મોત થતાં ટ્રાફિક પોલીસે સગીરના પિતા સામે ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી અનુસાર, શહેરના શાસ્ત્રીનગરમાં આવેલી ત્રિપદા સ્કૂલ પાસેના મેદાનમાં ક્રિકેટ રમવા જવા માટે ભાવેશ (ઉં.વ 16) તેના બે મિત્રો પ્રકાશ (ઉં.વ 20) અને રવિ (ઉં.વ 15) સાથે બાઇક પર નીકળો હતો. ભાવેશ તેના પિતાના બાઈકમાં બે મિત્રોને લઈને ક્રિકેટ રમવા જઈ રહ્યો હતો. આ વેળાએ પ્રભાતચોક ત્રણ રસ્તા પાસેથી તેના બાઇકની આગળ એકાએક કૂતરું આવી ગયું હતું. જેથી બાઇક સ્લીપ થઈ જતાં ત્રણેય રસ્તા પર ઢસડાયા હતા. 

After the death of a minor in a bike accident in Ahmedabad, the traffic police registered a case against the minor's father

અકસ્માતમાં થયું હતું સગીરનું મોત
આ અકસ્માતમાં ભાવેશને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી ત્રણેયને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાવેશનું મોત નીપજ્યું હતું. જે બાદ ટ્રાફિક પોલીસને ભાવેશ સગીર વયનો હોવા છતાં બાઈક લઇને જઈ રહ્યો હોવાનું જાણવા મળતા પોલીસે તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 

શું છે કાયદો?
- ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી શકે નહીં, બાળકો વાહન ચાલવતા પકડાઈ તો દંડ માતા-પિતા પર લાગી શકે છે. માતા-પિતાને રૂપિયા 25000નો દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

- જો તમારું બાળક 18 વર્ષથી ઓછી ઉંમરનું છે અને તે બાઇક અથવા કારની ચાવી માંગે છે, તો તેમની માંગને ક્યારેય પૂરી કરશો નહીં. જો કોઈ બાળક દ્વારા અકસ્માત થાય છે, તો તમે વાહનના વીમા માટે ક્લેમ પણ કરી શકશો નહીં કારણ કે ડ્રાઇવિંગ કરતા સગીરોને કોઈ વીમા પોલિસી સેવાઓ લાગુ પડતી નથી. તેથી તમે તમારા વાહનના વીમાનો કોઈ લાભ મેળવી શકશો નહીં.

- સગીરના ડ્રાઇવિંગને લઈને ઘણા કડક નિયમો છે. જો કોઈ બાળક ડ્રાઇવિંગ કરતા પકડાય છે, તો તેના માતાપિતા સામે સીધી કાર્યવાહી થઈ શકે છે. બાળકના માતા-પિતાને 25 હજાર રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. જેથી માતાપિતાએ સાવચેત રહેવું જોઈએ કે તેઓ તેમના બાળકને વાહન ચલાવવા ન આપે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ