બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A New Vehicle Cannot Be Purchased If There Is A Rental Agreement As Proof Of Address

નિર્ણય / હવેથી એડ્રેસના પુરાવા તરીકે ભાડાકરાર હશે તો નવું વાહન નહીં ખરીદી શકાય, પહેલાં કરવું પડશે આ કામ

Malay

Last Updated: 08:12 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Important Decision Of RTO: નવા વાહન માલિકે તેમના શહેરના RTOમાં જ નોંધણી કરાવવી પડશે, સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર હશે તો નવું વાહન નહીં ખરીદી શકાય

  • સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર માન્ય નહીં ગણાય
  • લાઈટ બિલ અથવા ઈન્ડેક્સની નકલ પુરાવા તરીકે ગણાશે નહીં
  • અત્યાર સુધી ભાડાકરારથી નવા વાહનોનું થતું હતું વેચાણ

ગુજરાતમાં નવું વાહન ખરીદવા માંગતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. RTO દ્વારા નવું વાહન ખરીદવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે જમીન કે મિલકતના ભાડાકરારથી નવા વાહનો ખરીદી શકાશે નહીં. નવા વાહન માલિકે તેમના શહેરના RTOમાં નોંધણી કરાવવી પડશે. એટલે કે સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર હશે તો નવું વાહન નહીં ખરીદી શકાય, વાહનના રજિસ્ટ્રેશન માટે ગ્રાહકો જ્યાં રહેતા હોય ત્યાંની જિલ્લા RTO કચેરી ખાતે જવાનું રહેશે.

વાહન-ડ્રાઈવિંગ લાયસન્સ સેવા માટે નવી ARTO રચાઈ, આ વિસ્તારને લાભ મળ્યો |  chitralekha
ફાઈલ તસવીર

ડિલરોને અપાઈ હતી ખાસ સૂચના
શુક્રવારે RTOઓમાં ડીલરોના પ્રતિનિધિઓની ઓનલાઈન મીટિંગ યોજાઈ હતી. જેમાં ડિલરોને ધ સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989નો કડક અમલ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે વ્યક્તિના સરનામાના અસલ પુરાવા જોઈને વેરિફાઈ કરવાની અને તેની નકલ પર સહી કરવાની જવાબદારી પણ વાહન ડિલરોને સોંપવામાં આવી છે. 

એફિડેવિટ હશે તો માન્ય ગણાશે 
અત્યાર સુધી ભાડા કરારને સરનામાના પ્રુફ તરીકે રજૂ કરીને નવું વાહન ખરીદી શકાતું હતું, આરટીઓ દ્વારા પણ મંજૂરી અપાતી હતી. પરંતુ હવે ભાડા કરારથી વાહનો ખરીદી શકાશે નહીં, પરંતુ જો માન્ય પુરાવાની સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલ એફિડેવિટ હશે તો આ ભાડાકરાર માન્ય રખાશે. જો આ એફિડેવિટ નહીં હોય તો ગ્રાહક ભાડાકરાર પર વાહન ખરીદી શકશે નહીં. 

tax and vat scandle by car showroom owner
ફાઈલ તસવીર

લાઈટ બિલ પુરાવા તરીકે ગણાશે નહીં
વાહનના રજિસ્ટ્રેશન માટે વ્યક્તિ જ્યાં રહેતી હોય તેઓએ જિલ્લાની RTO કચેરી ખાતે જવાનું રહેશે. કોઈ નવું વાહન ખરીદે ત્યારે ઇલેક્ટ્રિક બિલ, ઇન્ડેક્સ પુરાવા તરીકે નહીં ગણાય.  આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, સેન્ટ્રલ કે સ્ટેટની પગાર સ્લિપ માન્ય રહેશે.  

વર્ષે 8થી 10 હજાર વેચાતા હતા વાહનો
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભાડા કરારથી વર્ષે આઠથી દસ હજાર નવાં વાહનો વેચાતાં હતાં. જેને આરટીઓ કચેરી મંજૂરી પણ આપતું હતું. પરંતુ હવે જમીન કે મિલ્કતના ભાડાં કરારથી નવાં વાહનો ખરીદી શકાશે નહીં

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ