બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / A new twist in the Brijbhushan case: The father of the minor female wrestler made a shocking claim

નવો વળાંક / બૃજભૂષણ કેસમાં નવો ટ્વિસ્ટ: સગીર મહિલા પહેલવાનના પિતાએ કર્યો ચોંકાવનારો દાવો, જાણો શું

Priyakant

Last Updated: 08:31 AM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest News: કહેવામાં આવી રહ્યું છે કે, બૃજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવનાર 'સગીર' રેસલર ઈવેન્ટ સમયે સગીર નહોતી

  • કુસ્તીબાજોનું દોઢેક મહિનાથી બૃજભૂષણ શરણસિંહ વિરુદ્ધ પ્રદર્શન 
  • સગીર સહિત 7 મહિલા કુસ્તીબાજોએ બૃજભૂષણ સામે યૌન શોષણના લગાવ્યા આરોપો   
  • એક બાળકીએ પોતાનું નિવેદન નોંધતી વખતે તેની ઉંમરનું નિવેદન બદલી નાખ્યું હતું

કુસ્તીબાજો છેલ્લા દોઢેક મહિનાથી બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. બૃજભૂષણ સિંહ પર એક સગીર સહિત સાત મહિલા કુસ્તીબાજોએ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. આ તરફ હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બૃજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવનાર 'સગીર' રેસલર ઈવેન્ટ સમયે સગીર નહોતી. તેણે કોર્ટમાં પોતાનું નિવેદન બદલ્યું છે. 

બૃજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવનાર 'સગીર'  બાળકીના પિતાએ બુધવારે જણાવ્યું હતું કે, તેમની પુત્રીએ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધતી વખતે તેની ઉંમરનું નિવેદન બદલી નાખ્યું હતું. તમને જણાવી દઈએ કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 29 એપ્રિલે બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે કેસ નોંધાયા હતા. આમાંથી એક કેસ પોક્સો એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસ 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરી શકે
દિલ્હી પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. 15 જૂન સુધીમાં દિલ્હી પોલીસ WFI પ્રમુખ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી શકે છે. આ જાણકારી સરકાર દ્વારા કુસ્તીબાજોને આપવામાં આવી છે. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સાથે બેઠક કરી હતી. આ દરમિયાન લગભગ છ કલાક સુધી વાતચીત ચાલી હતી.

આ બેઠકમાં સરકારે કુસ્તીબાજોની મોટાભાગની માંગણીઓ પર સહમતિ દર્શાવી છે. તમને જણાવી દઈએ કે, આ કુસ્તીબાજો બૃજભૂષણની ધરપકડની માંગ સાથે 23 એપ્રિલથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 28 મેના રોજ આ કુસ્તીબાજોએ નવા સંસદ ભવન સામે મહિલા મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આ દરમિયાન દિલ્હી પોલીસે તેને આમ કરતા રોક્યો હતો. કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના આરોપમાં ઘણા કુસ્તીબાજોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ