બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / A new experiment by the Election Department on Bharuchna Aliabet

જાણવા જેવુ / ગુજરાત ચૂંટણીના વિશિષ્ટ મતદાન મથકો: કોઈ જગ્યાએ એકલા મતદાર માટે બુથ તો ક્યાંક સૌ પ્રથમ વખત કન્ટેનર બુથ ઊભું કરાયું

Dinesh

Last Updated: 06:27 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના આલિયાબેટ પર ચૂંટણી વિભાગનો નવતર પ્રયોગ; સમુદ્ર અને નર્મદાના સંગમ સ્થળે આવેલા આલિયાબેટ પર 217 મતદારો માટે કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાશે

  • રાજ્યમાં સૌ પ્રથમ વખત કન્ટેનરમાં મતદાન મથક ઉભું થશે
  • ભરૂચના આલિયાબેટ પર ચૂંટણી વિભાગનો નવતર પ્રયોગ 
  • 217 મતદારો માટે કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું


કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો ગઈ કાલે જાહેર કરી દીધી છે. ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી હતી. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થવાનું છે.  કેન્દ્રીય ચૂંટણી પંચે પણ ચૂંટણીલક્ષી વિવિધ તૈયારીઓ માટા ભાગે પૂર્ણ કરી દીધી છે. તેમજ મતદાન પરની વ્યસ્થાના અંગે પણ અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં પણ માહિતી આપી હતી. તેમજ ચૂંટણી પંચની ટીમે ઉચ્ચ અધિકારીઓ સાથેનો બેઠકોનો ધમધમાટ પણ પૂર્ણ કરી દીધો છે.  જ્યારે ભરૂચના આલિયાબેટ પર ચૂંટણી વિભાગનો નવતર પ્રયોગ સામે આવ્યો છે.

ચૂંટણી વિભાગનો નવતર પ્રયોગ
ભરૂચના આલિયાબેટ પર ચૂંટણી વિભાગનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. સમુદ્ર અને નર્મદાના સંગમ સ્થળે આવેલા આલિયાબેટમાં 217 મતદારો માટે રાજ્યમાં સૌપ્રથમવાર કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાશે. આ પ્રયોગથી મતદારો માટે મતદાન કરવું સરળ રહેશે. મતદારો માટે આ વખતે ચૂંટણી વિભાગ માટે મતદાન સ્થળે અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે. VTV ન્યૂઝ આલિયાબેટ પરના મતદાન મથક પર પહોચ્યુ હતું. જ્યાં 217 જેટલા મતદારો છે જેમના માટે કન્ટેનરમાં મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આ સ્થળ આવેલો છે. 

  • ગુજરાતના વિશિષ્ટ મતદાન મથકો

ગીર સોમનાથ, (મતદાન મથક : 3-બાણેજ), 93-ઉના
ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે ૨૦૦૭ થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવે છે. બૂથની વ્યવસ્થા માટે એક સમર્પિત મતદાન ટીમ નિયુક્ત કરવામાં આવે છે અને એકલા મતદારને તેમનો મત આપી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે. ગીર સોમનાથ, (મતદાન મથક : રાસપ નેસ લીલિયા), 93-ઉના
રાસપ નેસ લીલિયા એ ગીરના જંગલની અંદરનો એક એવો નાનો નેસ છે, જેની નજીકમાં કોઈ અન્ય માનવ વસવાટ નથી. આ નેસમાં 2007 થી 23 પુરૂષો અને 19 મહિલા મતદારો મળી માત્ર 42 મતદારો માટે એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. 

અમરેલી, (મતદાન મથક : શિયાળબેટ ટાપુ (5 બુથ)), 98-રાજુલા
શિયાળબેટએ અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે, જે અમરેલી જીલ્લાના કિનારે પૂર્વ બાજુએ આવેલો છે. શિયાળબેટ ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર 75.32 હેક્ટર છે, જેમાં 832 જેટલા મકાનો છે. મોટાભાગના રહેવાસીઓ માછીમાર સમુદાયના છે. શિયાળબેટ ગામ રાજુલા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, સુરક્ષા કર્મચારી, મતદાન સ્ટાફ, બૂથ લેવલ ઓફિસર વગેરે સહિત લગભગ 50 કાર્યકારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે અને શિયાળબેટ ટાપુમાં 4757 મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરે છે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને 05 મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી છે. તમામ વૈધાનિક પ્રક્રિયાઓને અનુસરીને એક સરળ ચૂંટણી "કોઈ મતદાર બાકી રહે નહી" તેની ખાતરી કરવા માટે હાથ ધરવામાં આવે છે.

ભરૂચ, (મતદાન મથક : આલીયાબેટ)
આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા (151-વાગરા વિધાનસભા મતવિસ્તાર) હેઠળ આવે છે. જેમાં 116 પુરૂષ અને 101 સ્ત્રી મળી કુલ 217 મતદારો છે. આલિયાબેટ અગાઉ 151-વાગરા વિધાનસભા મતવિસ્તારમાં 68-કલાદ્રા-02નો ભાગ હતો. પરંતુ તે અન્ય વસાહતોથી ઘણું દૂર હતું અને તેથી મતદારોને બસ દ્વારા નજીકના મતદાન મથકો પર લાવવામાં આવ્યા હતા. મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 82 કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો. જો કે, આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે જિલ્લા વહીવટી તંત્રએ પહેલ કરી છે અને આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરની વ્યવસ્થા કરી છે. આ કન્ટેનરમાં તમામ AMFની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જેનાં પરીણામે મતદારો લાંબા અંતરની મુસાફરી કરવાને બદલે પોતપોતાની જગ્યાએ મતદાન કરી શકશે. 

મહીસાગર, (મતદાન મથક : રાઠડા બેટ), ૧૨૩-સંતરામપુર
રાઠડા બેટ એ મહિસાગર નદીમાં મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો એક અનોખો બેટ છે. આ બેટ પર 376 પુરૂષ અને 336સ્ત્રી મળી લગભગ 712 મતદારો છે, જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ બેટ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, પોલિંગ સ્ટાફ બોટ દ્વારા મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવે છે. આ બેટ શૅડો એરિયામાં પણ આવે છે અને તેથી કનેક્ટિવિટી માટે પોલિંગ સ્ટાફને અલગ વાયરલેસ સેટ પણ આપવામાં આવે છે. બેટ પરની શાળાનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. મતદાન માટે રિટર્નિંગ ઓફિસર દ્વારા તમામ AMFની ખાતરી કરવામાં આવે છે. વધુમાં, આ સ્થાનને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મોડેલ મતદાન મથક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. સર્વસમાવેશક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના પ્રયાસનું આ ઉત્તમ ઉદાહરણ છે.

નર્મદા, (મતદાન મથક ચોપડી -૨), 149- ડેડિયાપાડા
નર્મદા જિલ્લો ગાઢ જંગલો અને આદિવાસી વસતી ધરાવતો પર્વતીય જિલ્લો છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં લોકો છુટાછવાયા પરા વિસ્તારમાં રહેતા હોય છે. રીંગપાદરફળિયા નામનું એક પરૂ હાલના મતદાન મથક ચોપડી (પી.એસ નં. 03) થી તેના મુશ્કેલ ભૂપ્રદેશ અને મુખ્ય ગામથી ખૂબજ અંતરીયાળ હોવાથી મતદારોની સુવિધા માટે અલગ કરીને એક નવું મતદાન મથક ચોપડી-02 (પી.એસ નં. 04) બનાવવામાં આવ્યું છે, જે ગામની નજીક હોવાથી મતદારોને લાંબી મુસાફરી ન કરવી પડે. આ નવા મતદાન મથકમાં માત્ર 121 મતદારો (68 પુરૂષો અને 63 મહિલા) છે. મતદાન મથક મુશ્કેલ પહાડી પ્રદેશો અને જંગલ પ્રદેશોથી ઘેરાયેલું છે. તાલુકા મથકથી આ મતદાન મથકનું અંતર 37 કિલોમીટર છે. સુલભ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોનું આ ઉદાહરણ છે.

પોરબંદર
પોરબંદર જિલ્લો બરડા પર્વતમાળા અને ગાઢ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં ત્રણ મતદાન મથકો બરડા પર્વતમાળાના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા છે, જે 84-કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. એટલે કે 64-સતવિરડાનેસ (876 મતદારો), 65-ભુખાબારાનેસ (577 મતદારો) અને 66-ખારાવીરાનેસ (740મતદારો); આ મતદાન મથકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા AMF અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે. આ ત્રણ મતદાન મથકો માટે સમર્પિત સેક્ટર રૂટ બનાવવામાં આવ્યા છે. ત્રણેય મતદાન મથકો શૅડો વિસ્તાર હેઠળ આવે છે અને સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.

 દેવભૂમિ દ્વારકા
અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના 81 – ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે ટાપુના દરિયા કિનારાથી લગભગ 10 કિ.મી. દૂર આવેલું છે. મતદાનના દિવસ પહેલા જ ટેન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે. 307–કિલેશ્વરનેસ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના 81–ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે નેસ વિસ્તારમાં બરડા માઉન્ટેનના ઊંડા જંગલ વિસ્તારમાં આવેલું છે. તે મતદાન મથક સાથે સંપર્ક કરવાનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે. 15 થી 19 – બેટ ૫ મતદાન મથકો દેવભૂમિ દ્વારકાના 82–દ્વારકા મતવિસ્તારમાં આવેલા છે. આ કચ્છના અખાતના મુખ પર એક વસવાટવાળો ટાપુ છે, જે ઓખાના દરિયાકિનારે ૦૩ કિ.મી. દૂર આવેલો છે. તેમાં 05 મતદાન મથકો સાથે 5605 મતદારો છે. મતદાન મથકો સુધી જવાનો એકમાત્ર રસ્તો બોટ છે તેમજ જુનાગઢના ઊડા જંગલ વિસ્તારમાં અને "નેસ" વિસ્તારમાં સ્થિત છે. સંદેશાવ્યવહારનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે ત્યાં પણ મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Container Gujarat elections 2022 election commission of india ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ચૂંટણી પંચ ભરૂચ Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ