બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A large scale fight between two groups in Bapunagar area

અમદાવાદ / બાપુનગરમાં ઉધારમાં દોરા લેવા માટે બે જૂથ વચ્ચે લોહિયાળ જંગઃ બેનાં માથામાં તલવાર વાગી, પાંચ યુવક ઘાયલ

Kishor

Last Updated: 10:43 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાપુનગર વિસ્તારમાં ઉધારમાં દોરા લેવા બાબતે બે જૂથ વચ્ચે મોટા પાયે માથાકૂટ થઈ હતી. જેમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  • બાપુનગરનો ચોંકાવનારો બનાવ
  • સાત યુવકે સામસામે હથિયાર વડે હુમલો કર્યો
  • બેનાં માથામાં તલવાર વાગી

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ઉધારમાં દોરા આપવા બાબતે બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. સિલાઇ કામ માટે દોરા લેવા માટે યુવક દુકાન પર ગયો હતો. જેથી દુકાનદારે જૂનો હિસાબ પૂરો કરવાનું કહેતાં મામલો બીચક્યો હતો. તલવાર, છરી અને પાઇપ વડે સાત યુવકે સામસામે હુમલો કર્યો હતો. રખિયાલ વિસ્તારમાં આવેલી બાગબાન રેસિડન્સીમાં રહેતા વસિમ અન્સારીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પરવેઝ અન્સારી તથા તેના ભાઇ શાહબાઝ અન્સારી અને તબરેજ અન્સારી સહિત ચાર શખ્સ વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે.

આંબાવાડીમાં મહિલા પર તલવારથી હુમલો, નરોડામાં તસ્કરો ઘરમાં ઘુસી સોના-ચાંદીના  દાગીના ચોરી ગયા | Ahmedabad Crime news 22 december Theft Attempted Murder

વસિમ બાપુનગરમાં આવેલા આરાત એસ્ટેટમાં સિલાઇકામનું કારખાનું ધરાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. રમજાન મહિનો ચાલતો હોવાના કારણે રાતે પણ વસિમ પોતાનું કારખાનું ચાલુ રાખે છે. ગઇ કાલે વસિમ, તેનો ભાઇ ઇસ્તિયાક, પિતરાઇ ભાઇ શાહબાઝ પોતાના કારખાને આવ્યા હતા અને કામ ચાલુ કર્યું હતું. કામ દરમિયાન દોરા  પૂરા થઇ જતાં વસિમે તેના ભાઇ ઇસ્તિયાકને પન્ના એસ્ટેટમાં આવેલી ચુનીલાલ દેવશંકરની ચાલીમાં પરવેઝ અબ્દુલ કયુમની દુકાને દોરા લેવા માટે મોકલ્યો હતો. 

પરવેઝે ઇસ્તિયાકને ગાળો આપીને કાઢી મૂક્યો
ઇસ્તિયાક જ્યારે દુકાન પર પહોંચ્યો ત્યારે પરવેઝે તેને દોરા આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કહેવા લાગ્યો હતો આગળના પૈસા બાકી છે તે પહેલાં આપો પછી જ બીજા દોરા દોરી આપીશ. પરવેઝની વાત સાંભળીને ઇસ્તિયાકે જવાબ આપ્યો કે ભાઇ તમારા ત્યાંથી રોજ દોરા લઇ જાય છે અને તેના પૈસા પણ આપી દે છે. પરવેઝે ઇસ્તિયાકને ગાળો આપીને કાઢી મૂક્યો હતો. જેથી તેણે સમગ્ર હકીકત તેના ભાઇ વસિમને કરી હતી. વસિમ, ઇસ્તિયાક અને શાહબાઝ તરત જ પરવેઝની દુકાન પર પહોંચી ગયા હતા. વસિમ પરવેઝને કહેવા લાગ્યો હતો કે મારા ભાઇને કેમ ગાળો આપે છે. આટલું કહેતાની સાથે જ પરવેઝ વસીમ, ઇસ્તિયાક અને શાહબાઝ સાથે મારામારી કરવા લાગ્યો હતો. આ ઘટના જોઇને પરવેઝના બે ભાઇ તબરેઝ અને શાહબાઝ અન્સારી પણ તલવાર લઇને દોડી આવ્યા હતા. 

બાપુનગર પોલીસે ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી
ત્રણેય ભાઇઓએ મળીને વસીમ તેમજ શાહબાઝના માથામાં તલવારના ઘા ઝીંકી દીધા હતા, જ્યારે  શાહબાઝ અન્સારીનો મિત્ર છરી લઇને આવ્યો હતો અને શાહબાઝને પીઠના ભાગે મારી દીધી હતી. દરમિયાનમાં ઇસ્તિયાકને લોખંડની પાઇપ વડે ફટકાર્યો હતો. વસિમ, શાહબાઝ અને ઇસ્તિયાકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાપુનગર પોલીસે ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે.. બાપુનગર પોલીસે શાહબાઝ અન્સારીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બાપુનગર પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી છે અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મોડી રાતે સામસામે થયેલી ઘટનામાં બે યુવકોને માથામાં તલવાર વાગી છે જ્યારે ત્રણ યુવકોને શરીર પર છરી તેમજ પાઇપના ફટકા વાગ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ