બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A Greek family sang Mohammad Rafi's song in front of PM Modi, listening mesmerized by the tune

ખૂબ સુંદર / પીએમ મોદીના સામે ગ્રીક પરિવારે ગાયું છે મોહમ્મદ રફીનું ગીત, સૂર સાંભળીને મંત્રમુગ્ધ સાંભળીને

Vishal Khamar

Last Updated: 12:26 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં એક ગ્રીક પરિવાર દ્વારા મોહમ્મદ રફીનું ગીત ગાય છે. અને વીડિયોમાં વડાપ્રધાન પણ ગીતોનો આનંદ માણી રહ્યા છે.

  • પીએમ નરેન્દ્ર મોદીએ તેમનાં ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો
  • વિડીયોમાં એક ગ્રીક પરિવાર દ્વારા મોહમ્મદ રફીનું ગીત ગાય છે
  • વીડિયોમાં વડાપ્રધાન પણ ગીતોનો આનંદ માણી રહ્યા છે

 પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનાં ટ્વિટ એકાઉન્ટ પર એક વીડિયો એપલોડ કર્યો  હતો.  આ વિડીયોમાં એક ગ્રીક પરિવાર દ્વારા ભારતીય ગાયક મોહમ્મદ રફીનું ગીત ગાતા જોઈ શકો છો.  આ ગીતો સાંભળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વખાણ પણ કરે છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું- કોન્સ્ટેટિંનો ક્લાઈત્ઝિસ ભારતને પ્રેમ કરે છે.  ખાસકર ભારતીય સંગીત અને સંસ્કૃતિને. 

ગ્રીક પરિવારે પીએમ મોદી સામે ગીત ગાયુ
આ વિડીયોમાં ક્લાઈત્જિસ અને  તેમનાં પરિવાર ભારતીય ગાયક મોહમ્મદ રફીનું ગીત 'મધુબનમાં રાધિકા નાચે રે' ગાતા દેખાઈ રહ્યા છે. આ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી ત્યાં જ ઉભા ઉભા જોઈ રહ્યા છે. આ દરમ્યાન પ્રધાનમંત્રી પણ આ ગીતનો આનંદ લઈ રહ્યા છે. PM દ્વારા આ વિડિઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
વિડિયો વાયરલ થયો
આ વિડીયો 21 લાખથી વધુ લોકોએ જોયોને છે. તેમજ આ વિડીયો પર લોકો ભારે સંખ્યામાં કોમેન્ટ કરી રહ્યા છે.  તેમજ આ વિડીયોને હજારો લાઈક્સ મળી રહ્યા છે.  ઘણા લોકોએ આ વિડીયોને રીટ્વીટમાં લખ્યું છે કે તે ગીત ખૂબ સુંદર છે. આ ભારતની સંસ્કૃતિનો પરિચય છે. આ વિડીયોમાં ગ્રીક પરિવાર સાથે એક નાની બાળકી પણ જોવા મળે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ