બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A girl fell into a 30-feet deep hole in a borewell in Ran village of Dwarka, and the fire department conducted a rescue operation.

ઘટના / દ્વારકાના રાણ ગામે બોરવેલમાં પડી 3 વર્ષીય બાળકી! 30 ફૂટ ઉંડે હોવાનું અનુમાન, રેસ્ક્યૂ માટે તંત્રનું મેગા ઓપરેશન શરૂ

Dinesh

Last Updated: 10:31 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka news: દ્વારકાના રાણ ગામે બોરવેલના 30 ફૂટ ઉંડા ખાડામાં બાળકી પડી જતા  ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી છે, તેમજ 108ની ટીમ દ્વારા બાળકીને ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે

  • દ્વારકાના રાણ ગામે બોરવેલમાં 30 ફૂટ ઉંડે પડી બાળકી
  • કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે
  • સ્થાનિક ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર હાજર


દ્વારકાના રાણ ગામેથી એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે. બોરવેલમાં 30 ફૂટ ઉંડે બાળકી ગરકાવ થઈ છે. જે ઘટનાને પગલે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.  સ્થાનિક ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર છે તેમજ બચાવ કામગીરી હાથ ધરાઈ છે.

NDRF અને આર્મીની ટીમોને કલેક્ટરે કરી જાણ
રાણ ગામે બોરવેલના 30 ફૂટ ઉંડા ખાડામાં બાળકી ગરકાવ થતાં  ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી છે, તો બીજી તરફ 108ની ટીમ દ્વારા પણ બાળકીને ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, આ બચાવ ઓપરેશનમાં NDRF અને આર્મીની ટીમોને કલેક્ટરે જાણ કરી છે, જેના પગલે બરોડાથી દ્વારકા આવવા માટે NDRFની ટીમ પણ રવાના થઈ છે. 

ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળે પહોંચા
આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળે પહોંચા છે. JCB મશીનની મદદથી દીવાલ પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. ક્રેન ઈન્ડિયા કંપનીની ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. ઘટના સ્થળ નજીક લોકોના ટોળાને દૂર કરાયા છે.

જાણીએ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન
બોરવેલ અકસ્માતને રોકવા માટે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન જાણીએ તો બોરવેલની બનાવવાનો હોય ત્યારે તે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જોઈએ. બોરવેલ ખોદવામાં આવી રહ્યો છે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી છે.  સાઈન બોર્ડ પર ટ્યુબવેલ ખોદતી અથવા પુનઃસ્થાપિત કરતી એજન્સીનું સંપૂર્ણ સરનામું અને બોરવેલના માલિક અથવા તેનો ઉપયોગ કરતી એજન્સીની વિગતો હોવી જોઈએ. બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટ/કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જ્યાં ઊંચાઈ 0.30 મીટર હોવી જોઈએ. પ્લેટફોર્મ જમીનમાં 0.30 મીટર ઊંડું બનાવવાનું રહેશે. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને ટ્યુબવેલના ખુલ્લા મોંને કારણે પડી જવાના જોખમથી બચાવવાનો છે

વાંચવા જેવું: PM મોદી ફરીવાર પધારશે ગુજરાતના આંગણે: આપશે વિવિધ કાર્યક્રમોમાં હાજરી, જાણો વિગત

બોરવેલમાં પડવાથી મોતની ઘટના

  • 2018માં ગુજરાતમાં 15 બાળકોના મોત
  • 2019માં ગુજરાતમાં 10 બાળકોના મોત
  • 2020માં ગુજરાતમાં 5 બાળકોના મોત
  • 2021માં ગુજરાતમાં એક પણ બનાવ બન્યો નથી
  • 2023માં તાજેતરમાં જામનગરમાં બનાવ બન્યો હતો તેમાં 1નું મોત
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ