બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / PM Modi will visit Gujarat again: will attend various programs, know the details

મિશન ગુજરાત / PM મોદી ફરીવાર પધારશે ગુજરાતના આંગણે: આપશે વિવિધ કાર્યક્રમોમાં હાજરી, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 01:09 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રદાન ગુજરાત આવશે. તેમજ 9 જાન્યુઆરીનાં રોજ ગ્લોબલ ટ્રેડ શો કાર્યક્રમમાં હાજરી આપથે. તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન કરશે.

  • ફરી વતનની મુલાકાતે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
  • વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે PM મોદી ગુજરાત આવશે
  • પીએમ મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે

 વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી 9 જાન્યુઆરીનાં રોજ ગ્લોબલ ટ્રેડ શો નાં કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ કાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શો ને ખુલ્લો મુકશે. તેમજ 9 જાન્યુઆરીએ પીએમ મોદીએ રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. 

38 હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે
વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી- ૨૦૨૪માં ૧૦ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS ૨૦૨૪ના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રીબલવંતસિંહ રાજપૂત અને જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂ. ૨૪,૭૦૭ કરોડના ૩૦ MOUs સાઈન-એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આ MOUsના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે ૩૮ હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

વધુ વાંચોઃ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ મળી પણ જાય તો આ વસ્તુ તો ખાસ સાચવવી પડશે, જાણી લેજો નિયમો

અનેક સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રો પર MOUs સાઈનિંગ થયા
અત્રે ઉલ્લેખનીય છે કે VGGS ૨૦૨૪ હેઠળ આજે સમજૂતી કરાર થયા તેમાં મુખ્યત્વે મિનરલ્સ બેઇઝ્ડ પ્રોજેક્ટ, શહેરી વિકાસ હેઠળ નવીન આવાસ-કોમર્શીયલ બિલ્ડીંગ, ટાઉનશિપ, કેમિકલ્સ-પેટ્રોકેમિકલ, ફાર્મા, જ્વેલેરી ઉત્પાદન, ગ્રીન-સોલાર એનર્જી, ટેકસટાઇલ અને એપરલ પાર્ક, એન્જિનિયરિંગ, ઓટો, એનિમલ હેલ્થકેર, ઇથેનોલ ઉત્પાદન, ઔદ્યોગિક પાર્ક, વોટર સપ્લાય અને સ્કીલ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ MOUs સાઈનિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્યસચિવએસ. જે. હૈદર સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ