બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો આવતીકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો

logo

ભાજપને 2019 કરતાં વધુ જનાદેશ મળશે: PM મોદી

logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

VTV / ગુજરાત / Even if you get permission to drink alcohol in Gift City, this thing has to be specially preserved, know the rules

ગાંધીનગર / ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ મળી પણ જાય તો આ વસ્તુ તો ખાસ સાચવવી પડશે, જાણી લેજો નિયમો

Megha

Last Updated: 12:33 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિફ્ટ સીટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દારૂ વેચવાનું લાયસન્સ ધરાવતી હોટેલ અને દારૂ પીવાની પરમિટ ધારકોએ આ બાબત ધ્યાનમાં લેવી પડશે.

  • ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઇ નિયમો કરાયા જાહેર
  • દારૂના લાયસન્સ અને પરમિટને અંગે કડક નિયમો
  • વાઇન એન્ડ ડાઇન વિસ્તારમાં બોટલ લઇ જવા પર પ્રતિબંધ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ ગેલમાં આવી ગયેલા ગુજરાતીઓ માટે આ સમાચાર ખાસ છે, કારણ કે સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપ્યા બાદ હવે સત્તાવાર નિયમો જાહેર કર્યા છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઇ ગેઝેટ બહાર પાડ્યું છે. જેમાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ, દારૂ પીવા અને પરમીટને લઇને ખાસ નિયમોનો ગેજેટમાં ઉલ્લેખ કરાયો છે. 

Home Department announced the official rules regarding the relaxation of liquor in Gift City

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઇ નિયમો કરાયા જાહેર 
ગૃહ વિભાગ દ્રારા  ગિફ્ટ સીટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવાર નિયમો જાહેર કર્યા છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા ગેજેટ બહાર પાડ્યું છે જેમાં દારૂ વેચવાનું લાયસન્સ ધરાવતી હોટેલ અને દારૂ પીવાની પરમિટ ધારકો માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે.  

જે પ્રમાણે દારૂ વેચવાનું લાયસન્સ ધરાવતા ધારક લીકરની પરમીટ ધરાવતા કે હંગામી પરમિટ ધરાવનારા સિવાય કોઇને દારૂ વેચી કે પરોસી નહીં શકે. એટલું જ નહીં, લાયસન્સ ધારક લીકરનું સંચાલન અન્ય વ્યક્તિઓને નહીં આપી શકે. સાથે જ લીકરની દૂકાન અને હોટેલમાં જ્યાં સીલબંધ દારૂ રાખવામાં આવે તે વિસ્તારમાં સીસીટીવી લગાવવા ફરજિયાત કરવાનો આદેશ કરાયો છે. તમામ લાયસન્સ ધારકોને 3 મહિનાનું રેકોર્ડિંગ ફરજિયાત રાખવું પડશે.

વાંચવા જેવુ: ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે ગૃહવિભાગે SoP કરી જાહેર, દારૂની પરમીટ માટે કોને કયા નિયમ પાળવા ફરજિયાત

સાથે જ આ ગેજેટમાં કહેવામાં આવ્યું છે કે હોટેલમાં દારૂ પીરસવાની જગ્યા સામાન્ય જગ્યાથી અલગ બનાવવી પડશે અને લાયસન્સ ધારકોએ વાઇન એંડ ડાઇનની જગ્યાએ સિક્યોરિટી સ્ટાફ પણ રાખવો પડશે. ગેઝેટમાં દારૂ વેચવાનું લાયસન્સ ધરાવતા ધારકોને તમામ વ્યક્તિને પીરસાયેલા લીકરનું બિલ અને માત્રાના પુરાવાઓ રાખવા પડશે.

વધુમાં કહેવામાં આવ્યું છે કે લાયસન્સ ધારકોએ સરકારે નિર્ધારિત કરેલા FL-1 લાયસન્સ ધારક પાસેથી જ દારૂ ખરીદી શકશે. વાઇન એંડ ડાઇન વિસ્તારમાં પણ દારૂની બોટલ લઇ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. પરમિટ ધારકોને ફક્ત ગ્લાસમાં જ દારૂ અપાશે તો બીજી બાજુ દારૂ પીવાની પરમીટ ધરાવનારા વ્યક્તિઓએ પોતે પીધેલા દારૂનું બિલ સંભાળીને રાખવું પડશે.

પરમિટ ધારકોને પહેલી વખત 2 વર્ષની પરમિટ આપવામાં આવશે, જે બાદ દર વર્ષે પરમિટ રિન્યૂ થશે જેનો ચાર્જ 1 હજાર રૂપિયા રાખવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીના તમામ કર્મચારીઓ અને કંપનીઓને પરમિટ માટે રાજ્યના નશાબંધી અને આબકારી ખાતાને અરજી સાથે વિગતો જમા કરાવવાની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ