બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / A fruitful meeting with the Council of Ministers, where we exchanged views on diverse policy related issues: Prime Minister Modi

નવી દિલ્હી / 4 કલાક લાંબી કેબિનેટની બેઠકમાં કયા કયા મુદ્દે થઈ ચર્ચા? ખુદ પ્રધાનમંત્રી મોદીએ જાહેર કર્યું

Hiralal

Last Updated: 10:36 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં કેબિનેટની બેઠક યોજી હતી જે પછી તેમણે ટ્વિટ કરીને બેઠકને લઈને માહિતી જાહેર કરી હતી.

  • પીએમ મોદીની ચાર કલાક ચાલી કેબિનેટ બેઠક
  • બેઠક બાદ પીએમ મોદીએ કર્યું ટ્વિટ
  • ઘણા મુદ્દે થઈ સાર્થક ચર્ચા-પીએમ મોદી 

દિલ્હીના પ્રગતિ મેદાનમાં પીએમ મોદીએ 4 કલાક કેબિનેટની બેઠક યોજી હતી જેમાં ઘણા  મુદ્દે સાર્થક ચર્ચા થઈ હતી. કેબિનેટની ચાર કલાકની મીટિંગ બાદ પીએમ મોદીએ કયા કયા મુદ્દે ચર્ચા થઈ તેને લઈને માહિતી જાહેર કરી હતી. 

કેબિનેટ મીટિંગમાં 2047 સુધીના રોડમેપ પર થઈ ચર્ચા 
પીએમ મોદીએ કહ્યું કે કેબિનેટ મીટિંગમાં 2047 સુધીના રોડમેપ ચર્ચા થઈ છે. તે ઉપરાંત બીજા પણ ઘણા મુદ્દે સાર્થક ચર્ચા થઈ છે. 

જુના સંસદ ભવનમાં થશે ચોમાસું સત્ર
પીએમ મોદીએ એવું પણ કહ્યું કે સંસદનું ચોમાસું સત્ર નવા સંસદ ભવનમાં નહીં પરંતુ જુના સંસદ ભવનમાં થશે. 

4 કલાક ચાલી પીએમ મોદીની બેઠક 
પીએમ મોદીએ સોમવારે કેબિનેટની બેઠક બોલાવી હતી, દિલ્હીના પ્રગતિ મેદાનમાં બોલાવેલી મીટિંગમાં પીએમ મોદીએ કેબિનેટના મંત્રીઓ સાથે લગભગ 4 કલાક બેઠક ચાલી હતી. સૂત્રોનો દાવો છે કે પીએમ મોદીએ નક્કી કરી લીધું કે કોને હટાવવા અને કોને રાખવા, કયા નવા ચહેરાઓને સ્થાન આપવું. 

તમામ મંત્રીઓને રિપોર્ટ આપવાનું કહેવાયું 
કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. તમામ મંત્રીઓને તેમના કામની વિગતો આપવા જણાવ્યું હતું. એવી ચર્ચા હતી કે જે મંત્રીનું પ્રદર્શન નબળું છે તેને કેબિનેટમાંથી હટાવી શકાય છે. તેમની જગ્યાએ મંત્રીમંડળમાં નવા લોકોનો સમાવેશ થઇ શકે છે. 

કોણ કોણ મંત્રી બની શકે 
બિહાર અને મહારાષ્ટ્રના કેટલાક નેતાઓને મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. બિહારથી નીતિશ કુમાર અને જેડીયુ છોડીને આવેલા આરસીપી સિંહ અને ઉપેન્દ્ર કુશવાહાના નામ ચર્ચામાં હતા. આ પહેલા પણ બંને કેબિનેટમાં રહી ચૂક્યા છે. આ ઉપરાંત રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગને મંત્રી બનાવવાની વાત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ)ના કેટલાક ચહેરાઓને મોદી પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું હોવાની ચર્ચા હતી. આ ઉપરાંત એનડીએના જૂના સહયોગી શિરોમણી અકાલી દળને પંજાબથી અને આંધ્રપ્રદેશથી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને એનડીએમાં લાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

નડ્ડા અને સંગઠન મંત્રીએ આરએસએસ અને પીએમ સાથે બેઠક કરી હતી
29 જૂને વડા પ્રધાનના નિવાસસ્થાને એક બેઠક પણ યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંગઠન મહામંત્રી બીએલ સંતોષ હાજર રહ્યા હતા. 4 કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં કેબિનેટ અને સંગઠનમાં ફેરબદલ અંગે ચર્ચા થઈ હતી.

જુલાઈ 2021માં મોદી કેબિનેટમાં થયો હતો મોટો ફેરફાર, 12ને હટાવીને 17 મંત્રીઓને સ્થાન મળ્યું 
છેલ્લા બે વર્ષથી મોદી કેબિનેટમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. જો કે મે 2023માં કેન્દ્ર સરકારે કાયદા મંત્રી કિરણ રિજિજૂને પદ પરથી હટાવી દીધા હતા. અર્જુન રામ મેઘવાલને આ જવાબદારી સોંપવામાં આવી હતી. આ પહેલા જુલાઈ 2021માં મોદી સરકારે 12 મંત્રીઓને હટાવી દીધા હતા. તેમના સ્થાને 17 નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ