બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A case of triple talaq came up in Barabanki district of Uttar Pradesh

ચક્ચાર / સ્કૂલમાં ભણાવી રહી હતી મેડમ, જબરજસ્તીથી ક્લાસરુમમાં ઘુસ્યો પતિ, બાળકો સામે જ.... "

Kishor

Last Updated: 11:59 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં પતિએ શાળામાં પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓ સામે જ તેની પત્નીને તલાક આપી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

  • ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં સામે આવ્યો તીન તલાકનો મામલો
  • પતિએ શાળામાં પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓ સામે જ તીન તલાક આપી દીધા
  • સાસરિયાઓ દહેજ માટે ત્રાસ ગુજાર્યાની રાવ

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ત્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. જેમાં મહિલા બારાબંકીમાં પોતાના પિયરમાં રહીને એક ખાનગી શાળામાં ભણાવતી હતી. આ દરમીયાન શિક્ષિકાને તેના પતિએ શાળામાં પહોંચ્યા બાદ તીન તલાક આપી દીધા હતા. તો લગ્ન બાદથી જ તેના સાસરિયાઓ તેને દહેજ માટે ટોર્ચર કરતા હોવાના મહિલા આરોપ પણ લગાવી રહી છે. સાસરિયાઓએ તેણીને પોતાના પિયર મોકલી દીધી હતી. જાણવા મળતી વિગત અનુસાર મહિલાને એક પુત્રી પણ છે. 

triple talaq issue
બારાબંકીના કોતવાલી વિસ્તારની ઘટના
મીડિયા રિપોર્ટ અનુસાર પતિ સાઉદીમાં રહેતો હતો. જયાથી આવ્યા બાદ શાળાએ જઈને જ તેના ક્લાસમાં વિદ્યાર્થીઓ સામે જ પત્નીને તલાક આપ્યા હતા. બીજી બાજુ મહિલાએ પોલીસ સમક્ષ કાર્યવાહીની માંગ કરી છે. હાલ ફરિયાદના આધારે પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ તેજ બનાવી છે. પીડિત મહિલા તમન્ના બારાબંકીના કોતવાલી વિસ્તારના બેગમગંજ વિસ્તારની રહેવાસી છે. તમન્નાના લગ્ન 3 વર્ષ પહેલા 1 સપ્ટેમ્બર 2020ના રોજ ફિરોઝાબાદ જિલ્લાના રહેવાસી મોહમ્મદ શકીલ સાથે થયા હતા. 


પીડિત મહિલાની ફરિયાદ આધારે તપાસ
બાદમાં દહેજની માંગ સાથે સાસુ, સસરા અને પતિ સહિતના માર મારતા હોવાના આરોપ લાગી રહ્યા છે. બાદમાં આરોપી એ પતિએ તેના ક્લાસમાં બાળકોની સામે તલાક આપ્યા હતા. આ મામલે શહેર પોલીસ મથકે પીડિત મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ