બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / A cargo plane will arrive with eight leopards on PM Modi's birthday

પ્રોજેક્ટ ચિત્તા / PM મોદીનાં બર્થ ડે પર આઠ ચિત્તાઓને લઈને આવી પહોંચશે કાર્ગો વિમાન, ડોક્ટર્સ અને એક્સપર્ટ્સની ફોજ રહેશે સાથે

Priyakant

Last Updated: 11:33 AM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 સપ્ટેમ્બરે સવારે ચિત્તાઓનું વિમાન ગ્વાલિયરમાં ઉતરશે, ત્યારબાદ તેમને હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે

  • સિત્તેર વર્ષ પહેલાં લુપ્ત ચિત્તાઓનું ફરી ભારતમાં આગમન 
  • ભારત સરકાર એ ચિતાના પુનઃસ્થાપન માટે પહેલ કરી
  • નામીબિયાથી વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ દ્વારા ચિત્તાઓને ભારત લવાશે 

ફરી એકવાર જંગલી પ્રાણી ચિત્તા ભારતમાં પરત લાવવામાં આવી રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ પહેલાં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. ભારત સરકાર એ ચિતાના પુનઃસ્થાપન માટે પહેલ કરી છે. હવે તેમને નામીબિયાથી વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે, આવતીકાલે ચિતાની ફ્લાઈટ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઉતરશે. અગાઉ રાજસ્થાનના જયપુરમાં વિમાનને લેન્ડ કરવાની યોજના હતી, પરંતુ લોજિસ્ટિકલ સમસ્યાઓના કારણે તેને ગ્વાલિયરમાં લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરે સવારે ચિત્તાઓનું વિમાન ગ્વાલિયરમાં ઉતરશે, ત્યારબાદ તેમને હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. નામીબિયાથી આઠ ચિત્તા ભારતમાં લાવવામાં આવી રહ્યા છે, જેમાં પાંચ માદા અને ત્રણ નરનો સમાવેશ થાય છે.

સૂત્રો મુજબ ગ્વાલિયરથી કુનો નેશનલ પાર્કનું અંતર જયપુરની સરખામણીમાં ઓછું છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, ચિત્તાઓને ટુંક સમયમાં નેશનલ પાર્કમાં શિફ્ટ કરી શકાય. ચિત્તાઓને ત્રણ અલગ-અલગ હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયરથી કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિત્તાઓને નેશનલ પાર્કમાં શિફ્ટ કરવાના કાર્યક્રમમાં સામેલ થશે. આવતીકાલે પીએમ મોદીનો પણ જન્મદિવસ છે.  

ખાસ વિમાન દ્વારા ચિત્તાઓને પરત આવશે

મહત્વનું છે કે, જે પ્લેન દ્વારા ચિત્તાઓને ભારત લાવવામાં આવી રહ્યા છે તે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. પ્લેનના ચહેરાને ચિત્તાના ચહેરાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ચિત્તાઓને નામીબિયન એનજીઓ ચિતા સંરક્ષણ ફંડ (સીસીએફ)ની મદદથી ભારત લાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પર પહેલીવાર 2009માં વાતચીત શરૂ થઈ હતી. 2020માં સુપ્રીમ કોર્ટે નામિબિયાથી ચિત્તાઓને ભારતમાં લાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. સમગ્ર પ્રોજેક્ટ માટે રૂ.91 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલીવાર બનશે જ્યારે કોઈ માંસાહારી પ્રાણીને એક ખંડમાંથી બીજા ખંડમાં લાવવામાં આવશે.

 

નોંધનીય છે કે, ભારતનું વન્યજીવન અને પર્યાવરણ મંત્રાલય નામીબિયા સિવાય દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવાની તૈયારી કરી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા સાથે વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે. દક્ષિણ આફ્રિકાની એક ટીમ પણ તૈયારીઓની સમીક્ષા કરવા ભારતની મુલાકાતે આવી છે. વન્યજીવ નિષ્ણાતોના મતે ભારતમાં સ્થાયી થવા માટે જરૂરી ચિત્તાઓની સંખ્યા 35 થી 45 છે, તેથી પાંચ વર્ષ સુધી દર વર્ષે 8 જેટલા ચિત્તા ભારતમાં લાવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ