બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / A big revelation has been made in the matter of Love Jihad in Pandesara Surat

લવ જેહાદની ફેક્ટરી / સુરત: 'અમારા ધર્મમાં જેટલી વધુ હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરીએ તેટલા..', આરોપીના ખુલાસાથી હચમચી ગયું ગુજરાત

Kishor

Last Updated: 06:35 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમના નામેં વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરવાનું મોટું ષડયંત્ર ચાલતું હોવાના પુરાવારૂપ ખૂલાસા થયા છે. ખળભળાટ મચાવતા ખુલાસા થયા છે.

  • સુરતના પાંડેસરાની લવજેહાદની ઘટનામાં મોટા ખુલાસા 
  • ઝડપાયેલા આરોપી રિઝવાન દ્વારા સ્ફોટક ખુલાસા 
  • આરોપી રિઝવાને લવજેહાદની કરી કબૂલાત 

સુરતના પાંડેસરામાં લવજેહાદ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરીને ફસાવવાનું આખું એક ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. એક પીડિતાની ફરિયાદ બાદ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો છે.સુરતના પાંડેસરા ખાતેની લવજેહાદની આ ઘટનામાં હચમચાવી નાખે તેવા ખુલાસા થયા છે. જેમાં હિંદુ યુવતીઓને ફસાવવાના રૂપિયા મળતા હોવાની કબૂલાત આપતા પોલીસ અધિકારીઓના પગ તળેથી જમીન સરકી ગઇ છે.

A big revelation has been made in the matter of Love Jihad in Pandesara Surat

હિંદુ યુવતીઓને ફસાવવાના રૂપિયા મળતા હોવાની રિઝવાનની કબૂલાત 

ઘટના આજથી થોડા વર્ષ અગાઉ એટલે કે 2018ની છે. એ સમયે યુવતી એક ફેક્ટરીમાં કામ કરતી હતી અને તેને મુકવા જતા રિક્ષા ચાલક મુસ્લિમ યુવક રિઝવાન સાથે થોડા દિવસ મુલાકાત બાદ યુવતી અને યુવકની મિત્રતા થઈ હતી. બાદમાં આ મુસ્લિમ યુવકે નામ બદલીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. રિઝવાન ગફાર નામના આરોપીએ નામ બદલીને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને દિલ્લી લઇ જઈ બળજબરીથી ધર્મપરિવર્તન પણ કરાવ્યું હતું. જ્યા આરોપીએ યુવતીને દિલ્લી લઈ જઈને લગ્ન કરી લીધા હતા. 

2018માં મુસ્લિમ યુવક હિંદુ યુવતીને ભગાડી ગયો હતો 
વિધર્મી રિઝવાને લગ્નના થોડા સમય બાદ પોત પ્રકાશયું હતું અને પોતાની અસલી ઓળખ આપી ખુલાસો કરી દીધો હતો. જેને લઈને યુવતી આઘાતમાં સરી પડી હતી.પરંતુ યુવતી તે સમયે ગર્ભવતી હોવાથી તેની સાથે જ રહેવાનું સુરક્ષિત માન્યું હતુ. કિશોરીએ લગ્નના એક વર્ષ બાદ પુત્રીને જન્મ આપ્યો હતો અને બાદમાં આરોપી તેના વતન ઉત્તરપ્રદેશ યુવતીને લઈ ગયો અને ત્યાં જઈ અન્ય એક હિન્દુ યુવતી સાથે સંપર્કમાં હોય અને તે લગ્નનું પ્લાન કરી રહ્યો હોવાની પત્નીને જાણ થઈ જતા યુવતીએ આ અંગે પૂછતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

મુસ્લિમ યુવકે પોતે હિંદુ હોવાનો યુવતીને આપ્યો હતો પરિચય 
 રિઝવાને જે કહ્યુંએ સાંભળીને યુવતીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે રિઝવાને કહ્યું અમારા ધર્મમાં જેટલી વધુ હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરીએ તેટલા વધુ રૂપિયા મળે છે. એટલે કે હિન્દુ યુવતીઓને આ રીતે ફસાવવાનું એક સુઆયોજિત રીતે ષડયંત્ર ચાલી રહ્યું છે. યુવતીએ યુવકનો પ્રતિકાર કરતા ધમકી મળી હોવાનું પણ સામે આવ્યું છે. આ સાંભળ્યા બાદ યુવતીએ પરિવારજનો સાથે સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવતા આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. હાલ યુવતીએ આરોપી રિઝવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેને દબોચી લીધો છે. બાદમાં આરોપીની તપાસમાં આ સ્ફોટક ખુલાસા થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ