બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / A big controversy has arisen regarding traffic booths in Rajkot

વિવાદ / રાજકોટમાં તંત્રની જાણ બહાર કોઈ 100 ટ્રાફિક બૂથ મૂકી ગયું ને પાછા પોસ્ટર પણ લગાવ્યા... હવે કહ્યું તપાસ કરીશું

Malay

Last Updated: 02:14 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરના અલગ-અલગ 100 સ્થળે આવેલા ટ્રાફિક પોલીસ બૂથને લઈને મોટો વિવાદ સર્જાયો છે. કારણ કે આ બૂથ ટ્રાફિક પોલીસ કે મનપાએ ઉભા કર્યા નથી. આ મામલે રાજકોટ આઉટડોર એસોસિએશન દ્વારા મનપાને પત્ર લખવામાં આવ્યો છે.

 

  • ટ્રાફિક પોલીસ બૂથને લઈ વિવાદ
  • પોલીસ અને મનપાએ ઉભા નથી કર્યા બૂથ
  • ટ્રાફિક બૂથથી ખાનગી એજન્સીને આવક

રાજકોટમાં ટ્રાફિક પોલીસ બૂથને લઈને વિવાદ સર્જાયો છે. રાજકોટમાં શહેરના અલગ-અલગ 100 સ્થળે આવેલા આ ટ્રાફિક બૂથ કોણે ઉભા કર્યા તેને લઈને સવાલો ઉભા થયા છે. કારણ કે આ ટ્રાફિક બૂથ ટ્રાફિક પોલીસ અને મનપાએ ઉભા કર્યા નથી. આ મામલે આઉટડોર એજન્સીએ મનપા અને સરકારને પત્ર લખ્યો છે. 

કોઈ જ પૂર્વ મંજૂરી વગર ઉભા કરાયા ટ્રાફિક બૂથ 
આ પત્રમાં ટ્રાફિક બૂથથી મનપા કે ટ્રાફિક પોલીસને આવક ન મળતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે શહેરમાં જ્યાં જરૂર નથી ત્યાં પણ ટ્રાફિક બૂથ ઉભા કરાયા હોવાનું જણાવવામાં આવ્યું છે.   રાજકોટ આઉટડોર એસોસિએશને પત્રમાં જણાવ્યું કે, રાજકોટ હોર્ડિંગ એસોસિએશન દ્વારા આપને રૂબરૂ કરવામાં આવેલ રજૂઆત મુજબ અમદાવાદ સ્થિત પ્રાઈવેટ પાર્ટી દ્વારા રાજકોટ શહેરના ટ્રાફિકથી ધમધમતા વિવિધ સર્કલમાં ટ્રાફિક બૂથ ટાઇપ જાહેરાતના બોર્ડ રાજકોટ મહાનગરપાલિકાની કોઈ જ પૂર્વ મંજૂરી વગર ઉભા કરવામાં આવેલ છે. જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ ટેન્ડર હોર્ડિંગ સાઇટ તેમજ ખાનગી હોર્ડિંગ સાઈટની વિઝીબીલીટીને ખૂબ જ નડતરરૂપ છે. 

રાજકોટ મનપાને થઈ રહ્યું છે નુકસાન
પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, આ તકે ખાસ નોંધવું જરૂરી છે કે આ પ્રકારના જાહેરાતના ટ્રાફિક બૂથ દ્વારા જાહેરાત કરવાથી રાજકોટ મહાનગર પાલિકાને પણ માતબર આર્થિક નુકસાન જઈ રહ્યું છે. જેથી આ બાબતે આપ ત્વરીત ઘટતુ કરશો.

સમગ્ર મામલે તપાસ થશેઃ અનિલ ધામેલિયા
આપને જણાવી દઈએ કે, સામાન્ય રીતે ટેન્ડર પ્રક્રિયા દ્વારા આ રીતે ટ્રાફિક બૂથમાં જાહેરાત લગાવી શકાય છે.  ત્યારે શહેરમાં જ્યાં જરૂર નથી ત્યાં પણ આવા ટ્રાફિક બુથ ઉભા કરીને દર મહિને એક ટ્રાફિક બૂથમાંથી એજન્સી દ્વારા 15થી 20 હજાર રૂપિયા લેવામાં આવે છે. આ મામલે રાજકોટના ડે.મનપા કમિશનર અનિલ ધામેલિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે આ બૂથ મુક્યા નથી. અમે કોઈ ટેન્ડરિંગ કર્યું નથી. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તો ટ્રાફિક DCPએ પણ ટ્રાફિક બૂથ ઉભા ન કર્યાનું નિવેદન આપ્યું છે.  ત્યારે આ બૂથ કોણે ઉભા કર્યા તે મોટો સવાલ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ