બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / A 28-year-old man died of a heart attack during Garba practice in Surat

જીવલેણ હાર્ટ એટેક / ગરબા રમતા-રમતા 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, નવરાત્રી બાદ અભ્યાસ અર્થે જવાનો હતો UK

Malay

Last Updated: 10:24 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: સુરતમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેક આવતા 28 વર્ષીય યુવકનું મોત, એકના એક દીકરાનાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ

  • સુરતમાં વધુ એક યુવાનને હાર્ટ એટેક ભળખી ગયો
  • ગરબા રમતા 28 વર્ષીય રાજ મોદીનું મોત
  • મૃતક નવરાત્રી બાદ ઉચ્ચ અભ્યાસ માટે જવાનો હતો લંડન 

Heart Attack News: બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશ માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે. ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ગરબા રમતા રમતા વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. નવરાત્રી પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન વધુ એક યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે. 

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત 
સુરતમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા 28 વર્ષના રાજ મોદી નામના યુવકનું મૃત્યુ નિપજ્યું છે. એકના એક પુત્રના અકાળે અવસાથી પરિવારમાં માતમ છવાયો છે. મૃતકના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગયા અઠવાડિયે પણ જૂનાગઢ, જામનગર અને સુરતમાં ગરબા રમતાં-રમતાં યુવકના મોત થયાની ઘટના સામે આવી ચૂકી છે.

ગરબા રમતી વખતે આવ્યો હતો એટેક
મળતી માહિતી અનુસાર, સુરતનો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. 

પરિવારમાં વ્યાપી ગયો શોક
એકના એક દિકરાનું ગરબાની પ્રક્ટિસ દરમિયાન અચાનક મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, રાજ નવરાત્રી બાદ ભણવા માટે લંડન જવાનો હતો. જોકે, તે પહેલા જ તેનું હ્રદય થંભી જતા મૃત્યુ થયું છે.  

નવરાત્રી દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન
સતત 3-4 કલાક ગરબા રમવા છે તો પહેલા હેલ્થ ચેકઅપ કરાવો. બ્લડપ્રેશર, સુગર, ડાયાબિટીસ મપાવી લેવું. તેમજ ઘરનો સ્વચ્છ ખોરાક લેવો. સતત જંકફૂટ-પેકેટેડ ફૂડ ન ખાવું અને નવરાત્રિના તહેવારમાં ઉજાગરા કરવાનું ટાળો. પૂરતી ઉંઘ ન થાય તો પણ ધબકારા અને પ્રેશર વધે છે. તમાકુ, સિગારેટ, આલ્કોહોલ જેવા માદક દ્રવ્યોથી દૂર રહો. જે દિવસે માંદગી હોય તે દિવસે ગરબા રમવાનું ટાળો.

ગરબા રમતી વખતે શું ધ્યાન રાખશો?
ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો. ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ. ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો. આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો. ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે. ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.

હૃદયને તણાવમુક્ત કેમ રાખવું?
- ખાનપાનની આદત બદલવી
- લીલા શાકભાજી, ફળ, ડ્રાયફ્રૂટ્સ વધારે ખાવા
- જંકફૂડ, એસિડિક ફૂડ ઓછું ખાવુ
- શારીરિક શ્રમ કરવો જેથી હૃદય અને મગજ બંનેને ફાયદો થાય
- પ્રકૃતિ મુજબ બાયોલોજિકલ ક્લોક રહે તો આરોગ્ય સારુ રહે
- મનને પણ શાંત બનાવવું
- ધ્યાન ધરવું, વાંચન કરવું, મનને એકાગ્ર કરવું
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ