બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A 21-year-old man from Gandhinagar died of a heart attack in Gandhinagar

દુઃખદ / અભ્યાસ કરવા ગાંધીનગર આવેલા 21 વર્ષીય યુવાનના હાર્ટે દીધો દગો, આયુષ ગાંધીનું હાર્ટ એટેકથી મોત, પરિવારને આંચકો

Malay

Last Updated: 12:05 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેકથી યુવાનોના મોતની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.

  • ગાંધીનગરમાં 21 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત 
  • ગત રોજ ગાંધીનગર ખાતે આયુષ ગાંધીનું એટેક આવતા મોત
  • બીલીમોરાનો યુવાન અભ્યાસ અર્થે ગાંધીનગરમાં રહેતો હતો

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

હૃદય રોગનો હુમલો આવતા યુવકનું મોત
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો આયુષ ગાંધી (ઉં.વ 21) ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. ગત રોજ ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા પરિવારમાં આઘાતમાં મુકાઈ ગયો છે. 

મૃતક આયુષ ગાંધી

ફરજ ઉપર હાજર ATDOને આવ્યો હતો હાર્ટ એટેક
આપને જણાવી દઈએ કે, ગઈકાલે ખેડાના વસોમાં ફરજ ઉપર હાજર ATDOને હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું. ATDO અજયસિંહ જામનું હાર્ટ એટેકથી અવસાન થતાં કેચેરીમાં શોકનું માહોલ છવાયો હતો. અજયસિંહ વિસ્તરણ અધિકારી અને ATDO તરીકે ફરજ બજાવતા હતા. તેઓનું તાલુકા પંચાયતમાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

મૃતક અજયસિંહ જામ

હાર્ટ એટેક આવવાના શું કારણો છે?
હાર્ટ એટેક  આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ VTVને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે. 

લગ્ન કે પ્રસંગમાં વાગતું DJ બન્યું હાર્ટનું દુશ્મન? એક બાદ એક ઘટનાઑ બાદ નવી  સ્ટડીમાં ખુલાસો | DJ playing at a wedding or event became the enemy of the  heart? One incident

એમડી ડોક્ટર મયંક ઠક્કરે હોર્ટ એટેકને લઈ શું જણાવ્યું ?
કોરોના સ્પેશિયાલિસ્ટ અને એમડી ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, લાંબો સમય કોરોના ચાલ્યો હોય તો લોહી ઘટ રહેતું હોય એવું બને તો હાર્ટ એટેક આવી શકે. અથવા વધુ પડતું ક્ષમતા બહારનું વર્ક કરો તો પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહે છે આનું એક જ સોલ્યુશન છે. છ કે બાર મહિને રિપોર્ટ કરાવી હેલ્થ ચેકઅપ કરતું રહેવું પડે. જેમાં ચરબીનું પ્રમાણ લોહીની ઘટ છે કે નહીં તે જોતું રહેવું પડે. રિપોર્ટ કરવાતું રહેવું તેની જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ