બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 92 runs in 4 balls! The most expensive over in the history of cricket, the story of the Bangladeshi cricketer head down

અનોખો રેકોર્ડ / 4 બોલમાં 92 રન! ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર, બાંગ્લાદેશી ક્રિકેટરની માથું ચકરાવે તેવી કહાની

Dhruv

Last Updated: 08:06 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટમાં એક ઓવરમાં કેટલા રન થાય વધુમાં વધુ 36 પણ જો 92 રન થાય તો અને એ પણ માત્ર ચાર બોલમાં!

ક્રિકેટમાં એક ઓવરમાં કેટલા રન થાય વધુમાં વધુ 36 પણ જો 92 રન થાય તો અને એ પણ માત્ર ચાર બોલમાં! 


 ક્રિકેટમાં રોજ કંઈક અવનવું બનતું હોય છે. નોંખા અનોખા અને રસપ્રદ કિસ્સાઓથી ક્રિકેટની દુનિયા ભરેલી છે. અમે અહીં તમને જે વાત જણાવા જઈ રહ્યાં છે. તે જાણીને તમને આશ્ચર્ય  થશે. ક્રિકેટની દુનિયામાં એક બોલરે માત્ર 4 બોલમાં 92 રન આપ્યાં, આ પછી તેના પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ ઘટના, બાંગ્લાદેશની સેકન્ડ ડિવિઝન ક્રિકેટ લીગમાં બની છે. શિયોમ અને લાલમતિયા વચ્ચે મેચ રમાતી હતી. તેમાં બોલર સુજોન મહમૂદે માત્ર 4 બોલમાં 92 રન આપ્યા.  લાલમતિયાના બોલર સુજોન મહમૂદે 65 વાઈડ બોલ અને  15 નો બોલ સહિત 92 રન આપ્યા હતા. આ સાથે બોલરે તેના 4 લીગલ બોલમાં 12 રન આપ્યા હતા. આ ઘટના બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુજોન મહમૂદ પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.

વાંચવા જેવું: આખરે ગૌતમ ગંભીરે કેમ રાજનીતિમાંથી સંન્યાસ લઇ લીધો? આ રહ્યાં 5 જવાબદાર કારણ

અમ્પાયર સામે વિરોધ દર્શાવવા માટે આવું કર્યું

બાદમાં જ્યારે આ બાબતની તપાસ કરવામાં આવી. ત્યારે જાણવા મળ્યું કે સુજોન મહમૂદે જાણી જોઈને વાઈડ અને નો બોલ નાખ્યા હતા. હકીકતમાં સુજોને અમ્પાયર સામે  વિરોધ દર્શાવવા માટે આવું કર્યું હતું. સ્થાનિક મેચમાં રેકોર્ડ તો બન્યો  પણ  શરમજનક.

ઉલ્લેખનીય છે કે, ભુવનેશ્વર કુમારના નામે પણ અનોખો રેકોર્ડ છે. ભારતના  ઝડપી બોલર ભુવનેશ્વર કુમારના નામે T20 ઈન્ટરનેશનલમાં એકપણ નો બોલ ન નાખવાનો રેકોર્ડ છે. ભુવનેશ્વરે ડિસેમ્બર 2012માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી તેણે 87 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ મેચોની 86 ઇનિંગ્સમાં બોલિંગ કરીને તેણે 23.10ની એવરેજથી 90 વિકેટ લીધી છે. 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ