બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / lok sabha election 2024 five reasons that force bjp mp gautam gambhir retirement from politics

સ્પોર્ટ્સ / આખરે ગૌતમ ગંભીરે કેમ રાજનીતિમાંથી સંન્યાસ લઇ લીધો? આ રહ્યાં 5 જવાબદાર કારણ

Arohi

Last Updated: 03:05 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gautam Gambhir Retirement From Politics: દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થવામાં ફક્ત ઓથોડો જ સમય બાકી છે. આ વચ્ચે દિલ્હીમાં હાઈફીવર મુકાબલા પહેલા બીજેપીના એમપી ગૌતમ ગંભીરે પોતાને જવાબદારી મુક્ત કરવાની અપીલ કરી દીધી છે એવામાં ગૌતમ ગંભીરની રાજનૈતિક ઈનિંગને લઈને સવાલ ઉભા થવા લાગ્યા છે.

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દિલ્હીમાં બીજેપીના મજબૂત પ્લેયર રિટાયર્ડ હર્ટ થઈ ગયા છે. પૂર્વ દિલ્હી સંસદીય ક્ષેત્રથી બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે પોતાની રાજનૈતિક ઈનિંગથી લગભગ બ્રેક લઈ લીધો છે. ગૌતમ ગંભીરે શનિવારે ટ્વીટ કરી પાર્ટી પાસે પોતાને રાજનૈતિક કર્તવ્યોથી મુક્ત કરાવવાની અપીલ કરી છે. જેપી નડ્ડાને સંબોધિત કરતા ગંઙીરે ટ્વીટમાં પોતાના ક્રિકેટની કમિટમેન્ટનો હવાલો આપ્યો છે. 

 

માનવામાં આવી રહ્યું છે કે આ ગૌતમ ગંભીરની રાજનૈકતિક ઈનિંગનો અંત છે. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે આ દેશમાં થવા જઈ રહેલી હાઈફીવર ચૂંટણી પહેલા આખકે ગૌતમ ગંભીર કેમ રિટાયર્ડ હર્ટ થઈ ગયા. જાણો તેના પાછળ કયા કયા કારણો હોઈ શકે છે. 

ટિકિટ કપાઈ હોવાની શંકા
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ચૂંટણી ગઠબંધન થઈ ચુક્યું છે. એવામાં બીજેપીને હાલ પાર્ટી સાથે મુકાત કરવા અને નવી રીતે રાજનીતિ કરવાની જરૂર છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી આ વખતે જુના ચહેરા પર દાવ લગાવવાના મૂડમાં નથી. બીજેપીની દિલ્હી ઓફિસની ચૂંટણી સિમિતિએ દિલ્હીની 7 લોકસભા સીટો માટે પાર્ટી નેતૃત્ને 25-30 સંભવિત ઉમેદવારોની સૂચી સોંપી છે. 

પાર્ટી સૂત્રોનું કહેવું છે કે નવી દિલ્હી લોકસભા સીટ માટે વર્તમાન સાંસદ મીનાક્ષી લેખીના ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર, આવાસ અને શહેરી કાર્ય મંત્રી હરદીપ સિંહ પુરી અને દિવંગત નેતા સુષ્મા સ્વરાજની દિકરી બાંસુરી સ્વરાજના નામ સંભવિત ઉમેદવારોમાં છે. 

ક્રિકેટ કમિટમેન્ટ હોઈ શકે છે કારણ 
સાંસદ બન્યા બાદ પણ ગૌતમ ગંભીરે ક્રિકેટ નથી છોડ્યું. તે પછી આઈપીએલ હોય કે પછી ક્રિકેટ કમેન્ટરી કે પછી ક્રિકેટ કોચિંગ. ગંભીર પોતાના સંસદીય ક્ષેત્રથી વધારે રમતના મેદાન કે કમેન્ટરી બોક્સમાં જોવા મળે છે. આ વર્ષે આઈપીએલની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. તેજ સમયે આઈપીએલનું પણ આયોજન છે. એવામાં તે પોતાનું ધ્યાન સંપૂર્ણ રીતે તેમાં લગાવવા માંગતા હોઈ શકે છે. 

તૂ-તૂ મેં-મેંની રાજનીતિથી કિનારો 
ગૌતમ ગંભીરે વર્ષ 2019માં પૂર્વ દિલ્હીથી મોટા અંતરે ચૂંટણી જીતી હતી. ગંભીરે કોંગ્રેસના અરવિંદ સિંહ લવલીની સાથે જ આમ આદમી પાર્ટીની નેતા અને હાલના મંત્રી આતિશીને હરાવ્યા હતા. ગંભીરને પોતાના હરીફો કરતા લગભગ ડબલ વોટ મળ્યા હતા. ગંભીરે કોંગ્રેસના લવલીને લગભગ 1.50 લાખ મતોથી હરાવ્યો. ત્યાં જ આપ નેતા આતિશીને ફક્ત 18 ટકા વોટ મળ્યા હતા.  

ચૂંટણી જીતવાની સાથે જ ગંભીરે રાજનેતાઓની ભાષા બોલવાની શરૂ કરી દીધી હતી. ગંભીરે જીત બાદ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યુ હતું. ન તો આ 'લવલી' કવર ડ્રાઈવ છે અને ન 'આતિશી' બેટિંગ છે. આ ફક્ત ભાજપની 'ગંભીર' વિચારધાર છે. જેનું લોકોએ સમર્થન કર્યું છે. આ જનાદેશને મેળવવા માટે બીજેપી અને દિલ્હી બીજેપી ટીમના બધા સાથીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ગંભીરનો મિજાજ છે કે તે તૂ-તૂ મેં-મેંની રાજનીતિમાં નથી પડવા માંગતા. એવામાં તે આનાથી કિનારો કરવા માંગતા હશે. 

રાજનીતિનો રંગ નહીં ચડી શક્યો હોય 
ગૌતમ ગંભીરે વર્ષ 2018માં ક્રિકેટથી સન્યાસ લઈ લીધો હતો. 2019માં ગંભીર ભલે લોકસભા ચૂંટણી જીતી ગયા હોય પરંતુ તેમના પર રાજનીતિનો રંગ સંપૂર્ણ રીતે ક્યારેય ન ચડી શક્યો. રાજનેતા બન્યા બાદ પણ તેમનો મોટાભાગનો સમય રમત સાથે જોડાયેલી એક્ટીવિટીમાં જ જતો. ગંભીર સાંસદ હોવા છતાં દુનિયાના અલગ અલગ ભાગોમાં થતા રિટાયર્ડ ખેલાડીઓની ટી-20 લીગમાં બેટિંગ કરતા જોવા મળતા હતા. 

ગંભીરનો મિઝાજ રાજનીતિથી બિલકુલ મેળ નથી ખાતો. રાજનીતિમાં જે પ્રકારે કૂટનીતૈક અને સમજી વિચારીને નિવેદન આપવું પડે છે ગંભીર તેનાથી બિલકુલ અલગ છે. રમતના મેદાન પર ગંભીરનો આક્રામક રૂખ દુનિયાભરના ક્રિકેટ પ્રેમી જોઈ ચુક્યા છે. તેનાથી વિપરીત રાજનીતિમાં આક્રામકતા રાખવી માંઘી પડી શકે છે. એવામાં કહી શકાય કે ગંભીર રાજનીતિમાં ક્યારેય પણ સંપૂર્ણ રીતે ફિટ નથી થયા. 

નવા ચહેરાને તક 
ગંભીરે જે પ્રકારે ક્રિકેટ પ્રતિબદ્ધતાઓનો હવાલો આપ્યો છે તેના બાદથી ગંભીરના ટ્વીટને લઈને ઘણા પ્રકારની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. પાર્ટી મુખ્યાલયમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની બેઠકમાં સંભવિત ઉમેદવારોની યાદી પર ચર્ચા થઈ ચુકી છે. 

માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીની તરફથી નવા ચહેરાને તક આપવામાં આવશે. એવામાં સંભવ છે કે પાર્ટીએ તેની સુચના પોતાના હાલના સાંસદને આપી હોય. એક તરફ ક્રિકેટના કમિટમેન્ટ અને બીજી તરફ પાર્ટીની બદલાતી રણનીતિમાં ગંભીરને આ નિર્ણય લેવો પડ્યો હોય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ